લખાણ પર જાઓ

ગર્ભનિરોધ

વિકિપીડિયામાંથી
પડદો (ભૌતિક અવરોધ પદ્ધતિ) અને તેની પેટી, માપ પ્રમાણ બતાવવા પાઉલી ઉમેરાઈ છે.
કોન્ડોમ (વાળેલો).

ગર્ભનિરોધ એટલે સંભોગ કે મૈથુન પછી નર અને માદા પ્રજનન કોષોનો સંયોગ થતો રોકવાની પદ્ધતિ. આ શબ્દ બે શબ્દ પ્રથી ઉતરી આવ્યો છે ગર્ભ એટલે ભૃણ કે નવા જીવનો પ્રાથમિક સ્વરૂપ અને નિરોધ એટલે અવરોધ, અટલાયત કે રોક. અંગ્રેજીમાં આને કોન્ટ્રાસેપ્શન (contraception) કહે છે. [૧] ગર્ભ નિરોધ પ્રાકૃતિક અને કૃત્રીમ એમ બંને રીતે કરી થઈ શકે છે.

માનવ ગર્ભનિરોધ

[ફેરફાર કરો]

માણસોમાં ગર્ભ નિરોધ પ્રાકૃતિક અને કૃત્રીમ એમ બંને રીતે કરી થઈ શકે છે.

પ્રાકૃતિક ગર્ભનિરોધ

[ફેરફાર કરો]

જ્યારે માતા તેના બાળકને સ્તનપાન કરાવે છે ત્યારે તેમના શરીરમામ્ એવા સ્ત્રાવ ઉત્પન્ન થાય છે જેઓ અંડમોચન શરૂ કરતાં સ્ત્રાવોને રોકે છે. [૨] આ નિરોધ આમતો પ્રાકૃતિક રીતે થાય છે પણ કૃત્રીમ રીતે પણ લેક્ટેશનલ એમેનોરિયા નામની પ્રજજન રોક પદ્ધતમાં વાપરી શકાય છે. T

પ્રજનન નિયંત્રણ માટે ગર્ભનિરોધ

[ફેરફાર કરો]

ગર્ભનિરોધ પદ્ધતિનું વર્ગીકરણ પ્રજનન પ્રક્રિયામાંની સક્રીય અવસ્થા અનુસાર કરવામાં આવે છે. વીર્ય અને માદાના ઈંડાના સંમિલન ને અટકાવતી પદ્ધતિ એ નિરોધકારી પદ્ધતિ છે. [૩][૪] ઈંડાના ફલીકરણ પછી તેને ગર્ભાશયનેએ દિવાલ પરની સ્થાપના સ્થાપનને રોકનારી કે ખલેલ કરનારી ગર્ભરોપણવિરોધી પદ્ધતિ છે. [૫] ઊંડાના ગર્ભાશયમાં રોપણ પછી જે પદ્ધતિ ગર્ભ ને ઈજા પહોંચાડી ગર્ભનો નાશ કરે છે તે છે ગર્ભપાતી પદ્ધતિ.[૬][૭] આ પધતિમાં કોઈ એક સર્વોપરી પધતિ નથી. એક પદ્ધતિ કે સાધનની અસરકરકતા તેના વપરાશનઅ સમય પર આધાર રાખે છે. દા.ત. મીફેપ્રીસ્ટોન નામનો પદાર્થ ગર્ભાવસ્થાના શરૂ આતી મહિનામાં ગર્ભપાત માટે અસરકારક પદાર્થ છે તે સાથે સાથે અલ્પ માત્રામાં અપાતા તે તાત્કાલીક ગર્ભરોપણવિરોધી તરીકે પણ ઉપયોગી છે. [૮] તેજ પ્રમાણે આઈ. યુ.ડી. કયા સમયે લગાડાઈ છે તે અનુસાર તે ગર્ભા ગર્ભનિરોધક કે ગર્ભરોપણવિરોધક તરીકે કામ આપી શકે છે. [૯]

કોન્ડોમ સિવાયના સર્વ ગર્ભનિરોધક ઉપાયો મહિલાઓ દ્વારા વાપરવામાં આવે છે. અમુક દેશોમાં ત્યાંના કાયદા ગર્ભનિરોધક સાધનોની ઉપલબ્ધતા ઠરાવે છે. અમુક દેશોના કાયદાઓમાં ગર્ભનિરોધકો પર સંપૂર્ન પ્રતિબંધ છે જ્યારે અમુક દેશોમાં અમુક ચોક્કસ સાધન કે પદ્ધતિઓના વપરાશ, વૈદકીય સલાહની આવશ્યકતા અને ઉંમર સંબંધી બંધનો લાગુ પડે છે.

ગર્ભનિરોધક એ એવી સાધન, પદ્ધતિ કે રીત છે જેના દ્વારા ફલીકરણને રોકવા નો પ્રયત્ન કરવામાં આવે છે. અવરોધી નિરોધકો એ એવા સાધનો છે કે જેઓ વીર્યને ગર્ભાશયમાં પ્રવેશતા રોકે છે. આ પદ્ધતિમામ્ સર્વ સામાન્ય સાધનો છે: કોન્ડોમ, સ્ત્રી કોન્ડોમ, સર્વીકલ ટોપી, અને ગર્ભનિરોધી પડદા. સ્લીક્સ પડદોનામનું નવું સાધન હજી પ્રાયોગિક ચકાસને હેઠળ છે. ન્યાસર્ગ કે હોર્મોન ગર્ભ નિરોધકો સ્ત્રીમાં અંડમોચન કે ફલીકરણ પ્રક્રિયામાં અડચણ ઊભી કરે છે. આમને ઈંજેક્શન દ્વારા[૧૦] અને મોં વાટે આપવામાં આવે છે. સૌથી સામાન્ય હોર્મોન ગર્ભ નિરોધક સંયુક્ત મૌખિક ગર્ભનિરોધ ગોળીઓ છે, આને પ્રાયઃ "ધ પીલ" તરીકે ઓળખાય છે. આ ગોળીમાં એસ્ટ્રોજેન અને પ્રોજેસ્ટીન સંયુક્ત રીતે સમયેલા હોય છે. આ સિવાય "મીનીપીલ" નામે પણ એક ગોળી આવે છે જેમાં માત્ર પ્રોજીસ્ટોજીન હોય છે.

ઓર્થો ટ્રાઈ-સાઈક્લીન, મૌખિક ગર્ભ નિરોધ ગોળીઓ, ગોળાકાર ડબ્બીમાં.

તાત્કાલિક ગર્ભનિરોધ કે "મોર્નિંગ આફટર પીલ્સ" એ એવી ગોળીઓ હોય છે કે જે અંડમોચન અને ફલીકરણને રોકે છે. આને પરિણામે મૈથુન સંભોગ પછી પણ ગર્ભાધાન રોકી શકાય છે. જો સંભોગ પછી તરતના સમયમાં વાપરવામાં આવે તો આઈ. યુ.ડી. પણ તાત્કાલિક ગર્ભનિરોધ માટે વાપરી શકાય છે. જોકે તેને મોડેથી વાપરવામાં આવે તો તે ગર્ભરોપણ વિરોધક તરીકે કામ કરે છે. [૧૧][૧૨][૧૩]

માનવ સિવાયના પ્રાણીઓમાં ગર્ભ નિરોધન

[ફેરફાર કરો]

માણસોમાં જેમ પ્રાકૃતિક રીતે ગર્ભ નિરોધ થાય છે તે રીતે પ્રાણીઓમાં પણ થાય છે. દા. ત. ચિમ્પાન્ઝીઓમાં પણ સ્તનપાનની તે જ અસર હોઅ છે જેમ માણસોમાં. [૧૪] વધુ પ્રજ્યોત્પતિ ધરાવતાં પ્રાણી પ્રજાતિ ઓનો સંહાર કરવા કરતાં તેમનામાં આવી પદ્ધતિના અમલ પર વિચારણા થઈ રહી છે. [૧૫]

આ પણ જુઓ

[ફેરફાર કરો]

સંદર્ભો

[ફેરફાર કરો]
 1. [૧] The American Heritage Medical Dictionary Copyright 2007, 2004, page 120.
 2. [૨] The Complete Book of Breastfeeding By Sally Wendkos, Sally Wendkos Olds, Laura Marks, Marvin Eiger Page 57
 3. [૩] Melloni's Pocket Medical Dictionary By June L. Melloni, Ida G. Dox, B. John Melloni, Gilbert M. Eisner, Published by Informa Health Care, 2003, page 86.
 4. [૪] Dorland's Illustrated Medical Dictionary. Philadelphia, PA: Elsevier Health Sciences. (2007). Retrieved May 26, 2009.
 5. [૫] The American Heritage Medical Dictionary, Houghton Mifflin Harcourt; Copyright May 2008. page 124.
 6. [૬] Melloni's Pocket Medical Dictionary By June L. Melloni, Ida G. Dox, B. John Melloni, Gilbert M. Eisner, Published by Informa Health Care, 2003, page 1.
 7. [૭] The American Heritage Medical Dictionary. Boston, MA: Houghton Mifflin. (2007)Retrieved May 26, 2009
 8. [૮] Contragestion and other Clinical Applications of RU 486, an Antiprogesterone at the Receptor, Etienne-Emile Baulieu Science, New Series, Vol. 245, No. 4924 (Sep. 22, 1989), pp. 1351-1357 Published by: American Association for the Advancement of Science Retrieved May 26, 2009.
 9. [૯] Emergency: Emergency Contraception Bobbi J. Morris, Cathy Young, Kathleen Kearney, The American Journal of Nursing, Vol. 100, No. 9 (Sep., 2000), pp. 47 Published by: Lippincott Williams & Wilkins Retrieved May 26, 2009.
 10. [૧૦] Hendrick, Judith (1997). Legal aspects of child health care. Nelson Thomas. pp. 102. ISBN 9780412583209
 11. [૧૧] Contragestion and other Clinical Applications of RU 486, an Antiprogesterone at the Receptor, Etienne-Emile Baulieu Science, New Series, Vol. 245, No. 4924 (Sep. 22, 1989), pp. 1351-1357 Published by: American Association for the Advancement of Science Retrieved May 26, 2009.
 12. [૧૨] Ammer, Christine; Manson, JoAnn E, & Brigham, Elizabeth F. (2009). The Encyclopaedia of Women’s Health. Infobase Publishing. pp. 312. ISBN 9780816074075.
 13. [૧૩] Emergency: Emergency Contraception Bobbi J. Morris, Cathy Young, Kathleen Kearney, The American Journal of Nursing, Vol. 100, No. 9 (Sep., 2000), pp. 47 Published by: Lippincott Williams & Wilkins Retrieved May 26, 2009.
 14. [૧૪] The Evolution of human behavior: primate models By Warren G. Kinzey, American Anthropological Association. Meeting, American Association of Physical Anthropologists Page 84
 15. [૧૫] Popular Science- Birth Control for Animals: A scientific approach to limiting the wildlife population explosion By Rebecca Boyle