ગુજરાતનું પરિવહન તંત્ર

વિકિપીડિયામાંથી

ગુજરાતમાં સડક માર્ગ[ફેરફાર કરો]

સડક માર્ગોને 5 ભાગમાં વહેંચવામાં આવ્યા છે.

૧. રાષ્ટ્રીય ઘોરી માર્ગ

૨. રાજય ઘોરી માર્ગ

૩. જિલ્લા મુખ્ય માર્ગ

૪. જિલ્લાના અન્ય માર્ગ

૫. ગ્રામ્ય સડક

ગ્રામ્ય વિસ્તારોમાં આવેલ નાના રસ્તાઓને ‘એપ્રોચ રોડ’ કહેવાય છે.દેશમાં સૌથી વધુ વાહનો ગુજરાત રાજય ધરાવે છે.ભારતની કુલ સડક લંબાઇના 5.38 ટકા લંબાઇ ગુજરાત રાજય ધરાવે છે. સમગ્ર દેશમાં માર્ગોના વિકાસ માટે ઇ.સ 1943માં ‘નાગપૂર યોજના’ ઘડવામાં આવી હતી. જ્યારે ગુજરાતમાં રસ્તાના વિકાસ માટે ઇ.સ 1961 થી ઇ.સ 1981 વચ્ચે 20 વર્ષીય રસ્તા વિકાસ યોજના કરવામાં આવી હતી.

ગુજરાતના નેશનલ હાઇવે[ફેરફાર કરો]

ગુજરાતમાં રેલવે માર્ગ[ફેરફાર કરો]

ભારતમાં સૌપ્રથમ રેલવેની શરુવાત ૧૬ એપ્રિલ ૧૮૫૩માં મુંબઇ અને થાણે વચ્ચે થઈ હતી. ગુજરાતમાં સૌપ્રથમ રેલવેની શરૂવાત ઇ.સ ૧૮૫૫માં સુરતના ઉતરાણ અને અંકલેશ્વર વચ્ચે થઈ હતી.

ગુજરાતમાં હવાઈ માર્ગ[ફેરફાર કરો]

અમદાવાદમાં સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક ગુજરાતનું એકમાત્ર આંતરરાષ્ટ્રીય હવાઈ મથક છે. જે ૨૬ જાન્યુઆરી ૧૯૯૧થી કાર્યરત છે. આ ઉપરાંત ગુજરાતમાં પ્રાદેશિક હવાઈમથકો (ડોમેસ્ટિક એરપોર્ટ) જેવા કે અમદાવાદ, સુરત, વડોદરા, ભાવનગર, રાજકોટ ભુજ, જામનગર, કેશોદ (જુનાગઢ) અને પોરબંદર વગેરે આવેલા છે.