ગુજરાત (પાક્ષિક)

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ

ગુજરાત ( પાક્ષિક) ગુજરાત રાજ્યના માહિતી વિભાગ દ્વારા દર પખવાડીયે પ્રકાશિત થતુ ગુજરાતી ભાષી સામયિક છે જે છેલ્લા ૬૧ વર્ષથી ગાંધીનગરથી પ્રગટ થાય છે. આ સામયિક લવાજમ દ્વારા છાપેલ અને ઓનલાઇન આવ્રુત્તિ વિનામુલ્યે ઉપલબ્ધ હોય છે. આ સામયિક મુખ્યત્વે ગુજરાત સરકાર દ્વારા ચાલતી યોજનાઓ અને સરકારના વિવિધ ભાગોમાં થતા લોકોપયોગી કાર્યોના અહેવાલ અને માહિતી રુપે હોય્ છે અને ગુજરાત રાજ્ય અને ગુજરાતી પ્રજાને લખતા વિષયોને પ્રાધાન્ય આપે છે. દર વર્ષે દિવાળીના તહેવારો દરમ્યાન પ્રગટ થતો દિપોત્સવી અંક તેના અભ્યાસપુર્ણ વિષયો, નવલીકાઓ અને કાવ્યો જેવી વાંચન સામગ્રી માટે ઘણો લોકપ્રિય છે આ ઉપરાંત કારકિર્દી વિશેષાંક અને રાજ્યના ઘરોહરને લગતા વિષયો પર પણ અંક બહાર પાડે છે.

બાહ્ય કડી[ફેરફાર કરો]

ગુજરાત ( પાક્ષિક)