લખાણ પર જાઓ

ગ્રીન હાઉસ (ખેતી)

વિકિપીડિયામાંથી
નેધરલેન્ડ ખાતે ટામેટાંના પાક માટેનું ગ્રીનહાઉસ

ગ્રીનહાઉસ એટલે ખેતી કરવા માટે બાંધવામાં આવતું એક ચોક્ક્સ માળખું. આ માળખું પ્લાસ્ટિક, પોલીથીલીન અથવા કાચના પારદર્શક અથવા અર્ધપારદર્શક આવરણ વડે તેમ જ લાકડા કે ધાતુના માળખા વડે બનાવવામાં આવે છે. આ ઘર જેવા માળખામાં ખેતીના પાકની જરૂરિયાત મુજબ વાતાવરણને નિયંત્રિત કરી શકાય છે, જેથી મહત્તમ ઉત્પાદન બારેમાસ મેળવી શકાય છે.

ગ્રીન હાઉસમાં તાપમાન, જમીનનો ભેજ, જમીનની ફળદ્રુપતા, જમીનની પીએચ (PH), જમીનનું બંધારણ, જમીનમાં હવાનું પ્રમાણ વગેરે નિયંત્રીત કરી શકાય છે. ગ્રીન હાઉસ વડે પાકનું રક્ષણ વરસાદ, બરફ-કરા પડવા, વાવાઝોડું, ઝાકળ, તેજ પવન, ભેજ, વિકિરણ, કિટક, જીવજંતુ અને રોગોની સમસ્યા વગેરેથી કરી શકાય છે[૧].

સંદર્ભો[ફેરફાર કરો]

  1. "હરિયાળી ક્રાંતિ તરફ એક કદમ - ગ્રીનહાઉસ" (PDF). ગ્રીનહાઉસ એટલે શું. બાગાયત ખાતું, ગુજરાત રાજ્ય. મેળવેલ ૨૦૧૭-૦૫-૨૨. Cite has empty unknown parameter: |deadurl= (મદદ)[હંમેશ માટે મૃત કડી]