ચર્ચા:અલકા યાજ્ઞિક

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

અલકા યાજ્ઞિક નુ પાનુ ડિલીટ કરવા નુ કારણ જાણી શકુ?

માનનિય શ્રી, અલકા યાજ્ઞિકના પાનાનો ઇતિહાસ તપાસતા એવુ લાગે છે કે જ્યારે એ પાનાને દુર કરવાની વિનંતિ કરવામાં આવી ત્યારે એ પાના પર ફક્ત એક વાક્ય હતું. જે આ પ્રમાણે હતું. અલકા યાજ્ઞિક ભારતીય સિનેમા ની એક મહત્વપૂર્ણ પાર્શ્વગાયિકા છે. આથી આ એક વાક્ય વાળો લેખ આ જ્ઞાનકોષને અનુરૂપના હોવાથી એ પાનાને ડીલીટ કરવા માટે માર્ક કરવામાં આવ્યુ હોય તેવી શક્યતા છે. હવે આપ જ્યારે એ લેખ આગળ ધપાવી રહ્યા છો ત્યારે જ્યારે તુટેલી કડીઓ દુર થઇ જશે ત્યારે શક્ય છે કે "ડીલીટ" માર્ક નિકળી જાય. આશા છે હું સંતોષકારક ખુલાસો પુરો પાડી શક્યો છું. (હું પ્રબંધક નથી. આપ છો?) --Tekina ૧૩:૧૩, ૧૪ ફેબ્રુઆરી ૨૦૧૨ (UTC)

માર્ગદર્શન બદલ આભાર. હું પ્રબંધક નથી પણ બનવા માટે શુ કરવુ?

આભાર શ્રી. ટેકિનાજી. આપે આપેલી સમજૂતિ બરોબર છે. એ જ કારને આ લેખને દૂર કરવા માટે ચિહ્નિત કરવામાં આવ્યું છે. આજે પાનાંમાં થોડો વિકાસ દેખાઈ રહ્યો છે, જો યોગ્ય માહિતી હશે તો ડિલિટ ટેગ દૂર કરવામાં આવશે જ (પ્રશ્નકર્તા જોગ). અને હા, પ્રશ્નકર્તાને વિનંતી કે સંદેશો લખ્યા પછી તેને અંતે --~~~~ ઉમેરીને સહી કરવાથી અન્યોને જાણવામાં મદદરૂપ થશે કે સંડેશો કોને લખ્યો છે તથા તેનો સંપરક કરવું સરળ બનશે.--ધવલચર્ચા/યોગદાન ૧૫:૨૦, ૧૪ ફેબ્રુઆરી ૨૦૧૨ (UTC)

માહિતી બદલ આભાર, અલકા યાજ્ઞિક ના પેજ પર ચિત્ર નથી આવતુ, માટે શુ કરવુ?--સંજય

આપ જો એ ચિત્રને વિકિમિડીયા કોમન્સ પર ચડાવશો અને પછી જો એ ક્ડી નો ઉપયોગ કરશો તો ચિત્ર જરૂર દેખાશે.--Tekina ૦૪:૨૫, ૧૫ ફેબ્રુઆરી ૨૦૧૨ (UTC)
ચિત્ર હવે દેખાશે. (કૉમન્સ પર હતું જ, ઢાંચામાં સુધારો કરવાની આવશ્યકતા છે) ડિલિશન ટૅગ હટાવવા વિનંતી. --અશોક મોઢવાડીયા ૦૮:૦૬, ૧૬ ફેબ્રુઆરી ૨૦૧૨ (UTC)