ચર્ચા:ગોધરા નામ કેવી રીતે પડ્યું?

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

ગોધરા નામ કેવી રીતે પડ્યું?

ગોધરા ના નામ વિશે એવું કહેવામાં આવે છે કે ભૂતકાળમાં ચાપાનેર થી ગાયો ચરવા માટે ગોધરા આવતી હતી. તેના કારણે આ વિસ્તાર ગૌચર પછી ગોધરહક, ગૌધરઅ, ગૌધર અને છેલ્લે ગોધરાના નામથી પ્રચલિત થયું. ગોધરાનો વિસ્તાર પૂર્વક ઇતિહાસ મળતો નથી. અમુક એતિહાસિક દસ્તાવેજોમાં એવું લખેલું છે કે ઈ.સ. 470 અને ઈ.સ. 740 ના વચ્ચે મેયરકાળમાં ગોધરાને રાજ્ય જેવો દરજ્જો મળેલો હતો.  મુગલકાળ માં ગોધરા ને સરકાર (તે યુગના જિલ્લાને સરકાર કહેવામાં આવતું) જેવો દરજ્જો હતો.

ગૌ એટલે ગાય અને ધરા એટલે ધરતી આમ આ બે શબ્દો મળીને આ શહેરનું નામ ગોધરા પડ્યું. ગોધરાના નામ વિશે બે મંતવ્યો છે.

એક મંતવ્ય એ છે કે સંસ્કૃત ભાષામાં ગૌધરવ નામ છે, હોઈ શકે છે કે આ કોઈ માણસનું નામ હોય.  કોઈ વ્યક્તિના નામ પરથી જગ્યાનું નામ પડી જવું એ આમ બાબત છે.

બીજું મંતવ્ય એ છે કે ગોધરાના આસપાસ ગોંદર ( એટલે ગાયો ને બેસવા માટે જગ્યા ) નામક એક કસબો હતો. પછી એ ગોંદર વિસ્તાર ગોધરા નામે ફેલાયો. લુણાવાડામાં એક પત્રમાં ગોધરાને વિજય છાવણીના નામથી ઉલ્લેખવામાં આવ્યું છે. (ઈતિહાસ દર્પણ : અરુણ વાઘેલા )--Mohsinbhagu (ચર્ચા) ૨૦:૧૨, ૬ સપ્ટેમ્બર ૨૦૧૯ (IST)[ઉત્તર]

ગોધરા કેટલું જુનું શહેર છે?

સોલંકી કોમની ગોધરા શાખાની હુકુમત નામક ગુજરાતી પુસ્તકમાં કવિ રવિશંકરજી વિધારામે લખ્યું છે કે ઈ.સ. પહેલી સદીમાં ગોધરા શહેરમાં ભીલ રાજા અર્જુનની સરકાર હતી.

ગુજરાતી પુસ્તક "ગુજરાતનો સાંસ્ક્રુતિક ઇતિહાસ" ના પાન નં. 284 લખ્યું છે કે ગુજરાતના પ્રખ્યાત વજીર તેજપાલ અને વસ્તુપાલ બંને ભાઈઓએ ઈ.સ. 1300 માં ગોધરા પર કબજો કર્યો હતો. અને આ જ પુસ્તકના પાન નંબર 290 પણ લખ્યું છે કે મહેમુદ બેગડાએ ઈ.સ. 1484 માં પાવાગઢ અને તેના આસપાસના વિસ્તારો પર વિજય મેળવ્યો હતો. ( ગુજરાતનો સાંસ્કૃતિક ઇતિહાસ : રતનમણી રવિ જોટે ) પહેલી સદી ઇસવીમા અહીયાં માનવીએ વસવાટ શરૂ કર્યો એ વસવાનું શરૂ કર્યું અને ઈ.સ.1300 માં ચૌહાણોના યુગમાં રાજાઓએ ચાંપાનેરને મુખ્ય મથકનો દરજ્જો આપ્યો હતો.  તેઓનો યુગ ઈ.સ.1484 સુધી હતો. ઈ.સ ૧૫૩૫ માં હુમાયુ એ ચાંપાનેર પર હુમલો કર્યો પછી, પછી મુખ્ય મથક બદલી દેવામાં આવ્યું ચાપાનેરની સ્થાપના લગભગ સાતમી સદીમાં થઈ.

મુગલકાળમાં 1573 અને ઈ.સ.1727 દરમિયાન ગોધરાને પંચમહાલ જિલ્લાનું વડુ મથક બનાવવામાં આવ્યું. ( પંચમહાલ વિકાસના પંથે )--Mohsinbhagu (ચર્ચા) ૨૦:૧૨, ૬ સપ્ટેમ્બર ૨૦૧૯ (IST)[ઉત્તર]

ગોધરા ની રૂપરેખા

ગોધરા પંચમહાલ જિલ્લાનું વડુ મથક છે.  મેસરી નદીના કિનારા પર આવેલું છે.  ગોધરાની પૂર્વ દિશાએ દાહોદ અને મધ્ય પ્રદેશ,  પશ્ચિમ દિશાએ આણંદ અને અમદાવાદ, ઉત્તર દિશાએ લુણાવાડા અને સાબરકાંઠા અને દક્ષિણ દિશાએ વડોદરા શહેર આવેલું છે.

પહેલા ગોધરા શહેર તાળાઓ, તલાવડીઓ, પાણીના ઘાટ, ટેકરાઓ અને ઉંડી ઉંડી ખીણોના સ્વરૂપમાં હતું. હમણાં પણ ગોધરાના અમુક વિસ્તારોમાં જવું હોય તો લાંબા લાંબા ઢાળો ઊતરીને જવું પડે છે. પોલન બજારના પાસે આવેલા વિસ્તારને ખંદક કહેવામાં આવે છે. ખંડક ખરેખર એરેબિક શબ્દ છે જેનો અર્થ થાય છે કે ઊંડો ખાડો.

ઇતિહાસના પુસ્તકોમાં ગોધરાનો ઉલ્લેખ

ગોધરા શહેરનો ઉલ્લેખ ઇતિહાસના પુસ્તકોમાં ઘણો ઓછો જોવા મળે છે, તે ઉલ્લેખ પણ એટલો જ કે કોઈ રાજા મહારાજાના લશ્કરના ઉલ્લેખની સાથે સાથે ગોધરા શહેરનું નામ આવી ગયું. એનાથી વિશેષ ગોધરા વિશે વિસ્તારપૂર્વક કોઈ પણ ઇતિહાસના પુસ્તકમાં ઉલ્લેખ નથી. હા, ફારસી પુસ્તકો મિરઆતે  સિકંદરી અને મિરઆતે  અહમદીમાં ગોધરા ઝાંખો ઉલ્લેખ છે.

મધ્યકાલિન યુગમાં ગોધરા નો રાજકીય ઉલ્લેખ ગુજરાતી પુસ્તક ઇતિહાસ દર્પણમાં મળે છે. વિક્રમ સંવત 1274 માં ગોધરામાં સોલંકી કોમના રાજા ચાલોકીયાની સત્તા હતી. ગુર્જર દેશના મહીતટના મધ્ય વિસ્તારમાં ગોધરા નામનું શહેર વસેલું છે. તે વિવિધ દેવી-દેવતાઓનું ધામ હોવાના કારણે સ્વર્ગ સમાન શહેર માનવામાં આવે છે. સોલંકી કોમના કોઈ માણસે ગોધરામાં રાજાશાહીની સ્થાપના કરી હતી એવું માનવામાં આવે છે.  ગોધરામાં ધોધોલ ( ધોમિલ) નામનો રાજા હતો અને ધોળકામાં તેજપાલ રાજા હતો. તે બન્ને વચ્ચે લડાઈ થઈ તો તેજપાલે ધોધોલને પિંજરામાં બંધ કરી દીધો અને ગોધરાના શાહી મહેલમાંથી અમુક વસ્તુઓ લૂંટી લીધી.  18 કરોડ દીનાર ( નાના સિક્કા) હીરા, એક હજાર બકતર બંધ અને ઘણા કીમતી હથિયારો અને સોનાનો શાહિ તખ્ત પણ લઈ ગયો. ( તિહાસ દર્પણ અરુણ વાઘેલા )

સિંધિયા કાળથી જ ગોધરા, કાલોલ, હાલોલ, દાહોદ અને ઝાલોદ શહેરોના સંગઠનને પંચમહાલના નામથીજ  ઓળખવામાં આવતું. ગોધરામાં તે સમયે અગિયાર મહેલો શામેલ હતા.  જેમાં ગોધરા, દાહોદ, હાલોલ, કાલોલ, લુણાવાડા, ઝાલોદ, જાંબુઘોડા, ખાનપુર, મોરવાહડફ, સંતરામપુર, બારિયા વગેરે શામેલ હતા.

ગોધરા શહેર ઈ.સં.  746 અને ઈ.સં. 1298 વચ્ચેના યુગમાં રાજપુત રજવાડા અણહિલવાડના તાબા હેઠળ હતું. અને ઈ.સં. 1480 ના આ સમય દરમિયાન અહીંયા મહેમુદ બેગડાની સત્તા હતી. તેને પોતાના તાબા હેઠળના પાંચ વિસ્તારોમાંથી ગોધરા શહેરને પસંદ કર્યું હતું અરેબિક ભાષામાં અબ્દુલ્લા મોહમ્મદ બીન ઉમર અલ-મક્કી અલ્ગ ખાની ( હાજી કબીર) એ ગુજરાતના ઇતિહાસ પર એક પુસ્તક " ઝફરુલ વાલીહ બી-મુજફ્ફર વ-આલીહી" લખ્યું છે.  તે પુસ્તકના પાના નંબર 400 પર લખ્યું છે કે ગુજરાતના મુઝફ્ફર ત્રીજાના કાળમાં રજવાડાઓએ વિવિધ વિસ્તારો અંદરો અંદર વહેંચી લીધા હતા. અમીર એતેમાદખાને ઈ.સં. 1554 માં ગોધરા પર કબજો કરી લીધો હતો.  અકબર ના યુગ માં ગોધરા રાજકીય સ્તરનું ગણવામાં આવતું હતું.

હી.સં. 955 માં શાહી યુગમાં ગોધરા જિલ્લો હતો. તે સમયમાં જિલ્લાને સરકાર કહેવામાં આવતો હતો. ગોધરા જિલ્લા (ગોધરા સરકાર) હમણાં પાંચ મહેલોના સંગઠનને કહેવામાં આવે છે. તે સમયમાં 11 મહેલો ના સંગઠનને જીલ્લો કહેવામાં આવતો.  તેમાં ગોધરા પણ શામેલ હતો. તેહસીલ ની સરખામણીમાં જિલ્લાનું મહત્વ વધારે હતું. તે સમયમાં ગોધરાનો દરજ્જો જિલ્લાનો હતો તો તેનું કેટલું મહત્વ હશે ? એવીજ રીતે ઈ.સં. 1770 અને ઈ.સં.1861 ના સમય દરમિયાન સિંધિયાએ પણ ગોધરાને  જિલ્લાના વડા મથક નો દરજ્જો આપ્યો હતો.

ઈ.સ ૧૮૫૩ સુધી ગોધરા ( પંચમહાલ ) માં સિંધિયાની સત્તા હતી. પરંતુ ભીલોના બળવાના કારણે સિંધિયા ગ્વાલિયરમાં રહીને પંચમહાલનું સંચાલન સારી રીતે કરી શક્યા ન હતા, આથી તેણે ઈ.સં. 1853માં આ વિસ્તારને અંગ્રેજો સાથે બદલી દીધો.

બ્રિટિશ સરકાર 1853માં પંચમહાલમાં આવી. બ્રિટિશ સરકારના યુગમાં જિલ્લા પ્રશાસન તરફથી ગોધરામાં સૌપ્રથમ એક સ્કૂલની ઈ.સં.1858 માં સ્થાપના કરવામાં આવી. બ્રિટિશ સરકારના નિયમ મુજબ જિલ્લાના સરકારી કર્મચારીઓ અને રાજ્યના કર્મચારીઓ માટે એક તાલુકા સ્કૂલની સ્થાપના ઈ.સં.૧૮૯૪ માં કરવામાં આવી. હાલમાં આ સ્કુલ ( સિવિલ હોસ્પિટલ ની પશ્ચિમ બાજુ એ ) "સરકારી તેલંગ વાણિજ્ય વિદ્યાલય" ના નામે કાર્યરત છે. એવી જ રીતે અંગ્રેજોએ પોતાના યુગમાં ગોધરા શહેરમાં એક ઐતિહાસિક લાઇબ્રેરી સ્ટુઅર્ટ લાઈબ્રેરી ની ઈ.સં. 1866 માં સ્થાપના કરી.  ( આ લાઈબરેરી આજે પણ ગોધરા નગરપાલિકા ની બાજુમાં છે. ( કિહાન : ફિરોઝ ખાન પઠાણ )

"ગુજરાતી વિદ્યા કોશ ટ્રસ્ટ અમદાવાદ" માં લખ્યું છે કે ગોધરા નું જુનું નામ ગૌધરક હતું. વલભીના મિત્ર રાજા શીલાદિતએ છઠ્ઠાની અહીંયા ઈ.સં. 758 માં છાવણી હતી.  તેજપાલે ગોધરાના રાજા ધોધલ (ધોમિલ) ને કેદ કરી ધોળકા લઈ ગયો હતો. ઈ.સં. 1956માં ગોધરા મરાઠી અને કચ્છી ભાષાની બુનિયાદ પર બનેલા રાજ્યનો એક ભાગ હતો. જે સમયે મુંબઈ રાજ્યની વહેંચણી થઈ તો તે સમયે ગુજરાતને અલગ રાજ્યનો દરજ્જો આપવામાં આવ્યો પહેલી મે 1960 ના દિવસે ગુજરાતને અલગ રાજ્ય બનાવવામાં આવ્યું ત્યારથી જ પંચમહાલ ગુજરાત રાજ્યમાં સામેલ છે.--Mohsinbhagu (ચર્ચા) ૨૦:૧૨, ૬ સપ્ટેમ્બર ૨૦૧૯ (IST)[ઉત્તર]

ગોધરામાં કાઝી લોકોનું આગમન

ગોધરા શહેરમાં મુસલમાનોનું આગમન હિ.સં. 1052 / ઈ.સં. 1642  પછી થયું.  કાઝી લોકો બસરા, મલેશિયા અને રશિયાથી ભારતમાં ધર્મ ના પ્રચાર માટે ઈરાની રાજાઓની સાથે આવ્યા આને અમદાવાદ પહોંચ્યા. અમદાવાદમાં અહમદશાહે તેઓનું સ્વાગત કર્યું હતું. પછી તેઓ અમદાવાદ થી શહેરા ( પંચમહાલ ) માં આવ્યા.  અમુક લોકોએ શહેરામાં રોકાણ કર્યું અને બાકીના લોકો હિ.સં. 1052 / ઈ.સં. 1642 પછી ગોધરા આવ્યા. અને તેઓના વડા કાઝી હુસામુદ્દીન અબ્બાસી ઉર્ફે હુસ્નુદ્દીન હતા.  લોર્ડ કર્જને કાઝી મુસ્તુફાને ગોધરામાં શાહી જમીનો અને આસપાસની જમીનો ના સંચાલક બનાવ્યા હતા. ( માહિતી : પાટણના ઐતિહાસિક પાનાઓ માંથી )

ગોધરા શહેરના કાઝીઓ  સૈયદ હફિઝુલ્લાહ મિયાં, સૈયદ કાઝી પ્રોફેસર મેહમુદ મિયાં અને સૈયદ ગિયાસુદ્દીન સાહેબ સારા કુટુંબના સભ્યો છે. તે લોકોને તે સમયમાં હમીરપુર અને પરવડી બે ગામો શાહી ઇનામરૂપે આપવામાં આવ્યા હતા.  "હમીરપુર" નું ખરું નામ હમીદપુર (હમીદ નામના એક કાઝી હતા ) હતું જે બાદમાં બગડી ને હમીરપુર થઈ ગયું ( કાઝીઓ ના ન્યાય પર એક ઉડતી નજર : પા. નંબર 89 )

તે સમયથી જ ગોધરામાં સૈયદ, કાઝી અને ખતીબ લોકોના કુટુંબો વસેલા હતા. તેમના વસવાટની પુષ્ટિ આ ઘટના કરે છે.

મોલાના સિરાજુદ્દીન સાહેબનો સંબંધ સૈયદ કુટુંબથી હતો. તેમના કુટુંબના ઘણા સભ્યો ગોધરામાં જ મૃત્યુ પામ્યા છે.

મૌલાના શાહ સૂફી સુલેમાન લાજપુરીના જીવન ચારિત્યમાં લખ્યું છે કે તેઓના નવાસા કારી મોહમ્મદ અબ્દુલ કાદિર સાહેબ કુરઆનનું પઠન સારા સુરે કરતા હતા અને તેઓને કુરઆન બહુ સારી રીતે મોઢે યાદ હતું. ગોધરામાં એક સારું કુટુંબ સૈયદ  કુટુંબમાં તેઓએ લગ્ન કર્યું હતું અને ગોધરાના કોઈ મદ્રસામાં તેઓ સેવા આપતા હતા.  અને ગોધરામાં જ તેમનું અવસાન થયું હતું.  ( આરિફોનું ઉપવન પા. નંબર 105 )

ગોધરા વાસીઓ નું મૂળ વતન

ગોધરાની પ્રખ્યાત ઘાંચી જાતિના લોકોની માતૃભૂમિ ( મૂળ વતન ) મુહમ્મદ આબાદ (ચાપાનેર) છે. ચાપાનેર શહેર તે સમયમાં ગુજરાત નું મુખ્ય મથક હતું ઈ.સં. 885 થી પહેલા રાજપૂત રાજવી અણહિલવાડની ચાંપાનેરમાં સત્તા હતી અને તે જ ચાપાનેર નો રાજા હતો. અને તેનો યુગ 1298 ના અરસામાં હતી. તે રાજપુતોની સત્તાની સ્થાપના લગભગ ઈ.સં. 806 પહેલા બહાદુર રાજા વનરાજ ચાવડાએ ગુજરાતમાં કરી તો પાવાગઢને પોતાના શાસનમાં સામેલ કર્યું અને તેના જ તાબા હેઠળ ગૌચરા (ગોધરા) પણ હતું. અને ચાપાનેર થી ગાયો ચડવા માટે ગોધરા આવતી હતી. ( પંચમહાલ ઝાંખી )--Mohsinbhagu (ચર્ચા) ૨૦:૧૨, ૬ સપ્ટેમ્બર ૨૦૧૯ (IST)[ઉત્તર]

સુલતાન મેહેમૂદ બેગડા

મેહમૂદ બેગડા નો જન્મ ઈ.સં. 1445 માં થયો 14 વર્ષની ઉંમરમાં સિંહાસન સંભાળ્યું. તેઓ નેક અને ઘણા સદગુણી હતા. સુલતાન મેહમૂદે બે પ્રખ્યાત કિલ્લાઓ પાવાગઢ અને જુનાગઢ પર વિજય મેળવ્યો હતો. જેમાં પાવાગઢને નામના મળી. સુલ્તાન મેહમૂદ બેગડાએ 1483 માં ચાંપાનેર પર વિજય મેળવ્યો. મહેમૂદ બેગડા જ્યારે ચાંપાનેર પર ચઢાઈ કરવા માટે આવ્યા, તો તેમની સાથે બહુ મોટું લશ્કર હતું જેમાં ઉલમા, મુફ્તીઓ અને બીજા ઘણા લોકો હતા. મોટા મોટા ઇતિહાસકારોનું કહેવું છે કે તેમના લશ્કરમાં તુર્કી અને આરબના લોકો પણ હતા મેહમૂદ બેગડાએ જ્યારે ચાંપાનેરને સર કર્યું તો તેનું નામ મુહમ્મદ આબાદ રાખ્યું "તારીખે ફરિશ્તા" નામના પુસ્તકમાં 562 માં પાને લખ્યું છે કે સુલતાન મહેમૂદ બેગડાએ કિલ્લાના તટમાં હજરત મુહમ્મદ પયગંબર (સ.અ.વ.) સાહેબના નામ પર એક શહેર "મુહમ્મદ આબાદ" વસાવ્યું. આ શહેરમાં વિશાળ મસ્જિદ જે જીત મેળવ્યા પહેલાં બનાવી હતી તેને ખૂબ શણગારી તે મસ્જિદમાં ઘણા થાંભલા હતા. ઈ.સં.1998માં આ વિશાળ મસ્જિદ માં એક મોટું મિમ્બર (ભાષણ આપવા માટે નો ચબૂતરો) બનાવ્યો. મેહમૂદ બેગડના યુગમાં ચાંપાનેરનું એક આગવુ સ્થાન હતું. મેહમુદ બેગડા એ ચાંપાનેરને વડુ મથક બનાવ્યુ. મેહમૂદ બેગડાને  અહીંનું વાતાવરણ ઘણું સારું લાગ્યું. તેથી તેણે ત્યાં દરેક પ્રકારના ફળ અને ફુલોના બગીચાઓ લગાવીને તેને સ્વર્ગ સમાન બનાવી દીધું હતું. ચાંપાનેરમાં ઘણી ઐતિહાસિક મસ્જિદો હતી જેમકે નગીના મસ્જિદ, શહેરની મસ્જિદ, લાલ ગુંબદ મસ્જિદ રાણી રૂપવતી મસ્જિદ વગેરે મેહમૂદ બેગડા નું મૃત્યુ 66 અથવા 68 વર્ષની વયે રમઝાન માસમાં બીજા રોઝાના દિવસે ઈ.સં. 1511 માં અમદાવાદમાં થયું. અમદાવાદના પ્રખ્યાત વિસ્તાર સરખેજમાં તેઓને દફન કરવામાં આવ્યા. તેમનું શાસનકાળ 55 વર્ષ, એક મહિનો અને 2 દિવસ સુધી ચાલ્યો.--Mohsinbhagu (ચર્ચા) ૨૦:૧૨, ૬ સપ્ટેમ્બર ૨૦૧૯ (IST)[ઉત્તર]

મેહમૂદ બેગડા અને ચાંપાનેરનો વિજય

ઈ.સં. 1483 માં મહેમૂદ બેગડાએ ચાંપાનેર પર વિજય મેળવ્વા માટે તૈયારી કરી અને પોતાના સાથે અમદાવાદથી લશ્કર લઈને ચાંપાનેર તરફ કૂચ કરી. તેમના લશ્કરમાં મોટા મોટા ઉલમા અને વિદ્વાનો હતા.

તે સમયે ચાંપાનેર રાવલ ત્રિપાઈના તાબા હેઠળ હતુ. રાવલ ત્રિપાઈ ( જેને પતિ રાજા (પત્ય રાજા) પણ કહેતા હતા ) ના વંશનો લાંબા સમયથી ચાંપાનેર પર કબજો હતો. તેની ફોજમાં સાઠ હજાર રાજપુતો અને પગપાળા ફોજી હતા. તેના કારણે રાવલનો  મિજાજ ઘમંડી હતો. જ્યારે સત્તા રાજા નબાહીના હાથમાં આવી તો તેને રસુલઆબાદ (વડોદરા) ના રહેવાસીઓ પર ઘણો અત્યાચાર કર્યો અને ઘણા લોકોને મોતને ઘાટે ઉતારી દીધા. ( મિઆતે સિકંદરી )--Mohsinbhagu (ચર્ચા) ૨૦:૧૨, ૬ સપ્ટેમ્બર ૨૦૧૯ (IST)[ઉત્તર]

વિજય પછી તે વિસ્તારનું સંચાલન

ચાંપાનેર પર વિજય મેળવ્યા પછી મેહમૂદ બેગડાએ કિલ્લા અને તેની આસપાસના વિસ્તારોનું સંચાલન પોતાના માણસો ને સોંપ્યું મેહમૂદ બેગડાએ મલિક સારંગ કવ્વામૂલ મલિકને ગોધરા નો વિસ્તાર સોંપ્યો. ( મિરાતે સિકંદરી )--Mohsinbhagu (ચર્ચા) ૨૦:૧૨, ૬ સપ્ટેમ્બર ૨૦૧૯ (IST)[ઉત્તર]

થોડા સમય પછી બરવાઓના કારણે મેહમુદ બેગડાએ અમુક સુરંગો બનાવી હતી, અને તે સુરંગોના અવશેષો આજે પણ છે. ( મિરાતે સિકંદરી, તારીખે ફરિસ્તા )

મેહમૂદ બેગડા નું અવસાન અને તેના પુત્રની તાજપોશી

ચાંપાનેર પર વિજય મેળવ્યા પછી ઈ.સં 1511 માં મેહમૂદ બેગડાનું અવસાન થયું ગયું. તેના અવસાન પછી તેના પુત્ર મુઝફફરશાહે પોતાના પિતાની જગ્યા સંભાળી અને સત્તા પોતાના હાથમાં લીધી. મુઝફ્ફરશાહે સત્તા સાંભળતાની સાથે માળવા પર ચઢાઈ કરવાનું વિચાર્યું. ( તારીખે ફરિશ્તા )--Mohsinbhagu (ચર્ચા) ૨૦:૧૨, ૬ સપ્ટેમ્બર ૨૦૧૯ (IST)[ઉત્તર]

મુજફ્ફરશાહ બેગડા હલીમનું ગોધરામાં આગમન

જ્યારે મુઝફફરશાહે માલવાહ પર ચઢાઈ કરવાનું વિચાર્યુ તો તે સમયે ઈ.સં 1512 માં તેઓ ચાંપાનેરથી ગોધરા આવ્યા. અને ગોધરા આવ્યા પછી વધારનું લશ્કર ભેગુ કર્યું. 20 લાખ તિનગા (રૂપિયા) અને 100 ઘોડા અયનુલ મલિક ( તેમનો એક સિપાહી ) ને લશ્કરની તૈયારી અને જરૂરી સામગ્રી એકઠી કરવા માટે આવ્યા. તે સમયે મુઝફ્ફરશાહનો પુત્ર સિકંદર પણ ગોધરામાં હતો. સિકંદરને ગોધરામાં મુહમ્મદઆબાદ ની સત્તા સોંપી અને આસપાસના વિસ્તારોમાં જવા માટે પરવાનગી આપી. જ્યારે લશ્કર અને જરૂરી સામગ્રી એકઠી થઈ ગઈ તો મુઝફફરશાહે માલવાના બદલે ઈડર તરફ કુચ કરી અને બીજા વર્ષે એટલે કે ઈ.સં 1513 માં ઇડર પહોંચ્યા અને ઇડર ના રાજા પર દબાણ નાખ્યું અને તેને નક્કી કરેલ કર વસૂલ કર્યું અને પાછા ગોધરા ફર્યા. (તારીખે ફરિશ્તા )--Mohsinbhagu (ચર્ચા) ૨૦:૧૨, ૬ સપ્ટેમ્બર ૨૦૧૯ (IST)[ઉત્તર]

રાજા મુહમ્મદશાહનું ગોધરા માં આગમન

અહમદશાહ ( અમદાવાદ ના સ્થાપક ) ના પુત્ર મુહમ્મદશાહનું લગભગ ઈ.સં 1451માં ગોધરામાં આગમન થયું. તેઓ ચાપાનેરથી દાહોદ રહી ગોધરા પહોંચ્યા અને ગોધરા પહોંચ્યા પછી બીમાર પડ્યા અને અમદાવાદ તરફ પરત ફર્યા અને અમદાવાદ પરત ફર્યા પછી તેમનું અવસાન થયું. ( મિરઆતે સિકંદરી )

માંડો પર ચઢાઈ અને ગોધરામાં ત્રીજીવાર આગમન

મુઝફ્ફરશાહ જ્યારે ઈડર થી પરત ફર્યા તો તેઓએ પરત ફર્યા પછી પોતાના પુત્ર સિકંદરશાહને ગોધરાથી ચાંપાનેર તરફ રવાના કર્યા અને ત્યાર પછી માંડો પર ચઢાઈ કરવાનો નિર્ણય કર્યો. અને તેના માટે કુરાનની એક આયતથી સારા શુકન લીધા. ત્યાર બાદ ઈ.સં 1517 માં ગોધરા પધાર્યા અને 10 દિવસ રોકાણ કર્યું ત્યાર પછી માંડો તરફ કુચ કરી. આ રીતે મુઝફ્ફરશાહ ત્રણ વાર ગોધરા પધાર્યા. આના પરથી અંદાજો આવે છે કે તે સમયે ગોધરા નુ સ્થાન કસ્બા ( મોટું ગામ અથવા શહેર ) જેવું હતું. (મિરઆતે સિકંદરી )--Mohsinbhagu (ચર્ચા) ૨૦:૧૨, ૬ સપ્ટેમ્બર ૨૦૧૯ (IST)[ઉત્તર]

સિકંદરશાહનું અવસાન અને ચાંપાનેરની તબાહી

માંડોની લડાઈ પછી મુઝફ્ફરશાહનું અવસાન થઇ ગયું તેમના અવસાન પછી તેમના પુત્ર અને મેહમુદ બેગડાના પોત્ર સિકંદરશાહ એ સત્તા સંભાળી. સિકંદરશાહ ના સમયમાં હુમાયુએ ઈ.સં 1537  માં ચાંપાનેર પર ચઢાઈ કરી અને વિજય મેળવ્યો. અને બધુંજ લૂંટી લીધું અને દરેક પ્રકારના સામાન પર કબજો કરી લીધો. આ રીતે મેહમુદ બેગડાના વંશની સત્તા ખતમ થઈ ગઈ. ( તારીખે ફરિશ્તા : ભાગ 2 )

સિકંદરશાહના અવસાન પછી એહમદશાહ બીજા ( અમદાવાદના સ્થાપક એહમદશાહ નહિ પરંતુ બીજા અહેમદશાહ ) એ સત્તા સંભાળી અને તેઓ નાની ઉંમરના હતા, તો તે સમયે ગુજરાતને સિકંદરશાહ ના વજીરોએ અંદરો અંદર વહેંચી લીધુ. એક એક વજીરને કેટલા કેટલા વિસ્તારો ની સત્તા સોપી દીધી. તે સમયે ગોધરા ની સત્તા એતેમદખાનના હાથમાં આવી. પરગના ( તાલુકો / જીલ્લો ) સોંપવામાં આવ્યો. પછી એતેમદખાન પોતાની સત્તા અલ્પખાન ખત્રી ને સોંપી દીધી. આ મામલો 1455 માં થયો તે સમયે ગોધરા સાથે ૧૭૧ ગામડાઓ સંકળાયેલા હતા. તે બધા ની આવક ૨૧ લાખ ચંગેજી ઉપજ હતી. ( મિરાઆતે એહમદી ) --Mohsinbhagu (ચર્ચા) ૨૦:૧૨, ૬ સપ્ટેમ્બર ૨૦૧૯ (IST)[ઉત્તર]