ચર્ચા:ઘેલા સોમનાથ

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

લેખમાં લખેલ વાત કે

તે ચોટીલાનો ડુંગર દુરથી દેખાય છે.

આ હકિકત દોષ છે. ઘેલા સોમનાથથી ચોટીલાનું અંતર સીધી લીટીમાં પણ ગણતા ૪૨ થી ૪૩ કિલોમીટર જેટલું થાય છે જેથી પૃથ્વીની ગોળાઇ ને લીધે એ જોઇ શકાય નહી અને એ જ રેખા પર ૯ થી ૧૦ કિલોમીટર જેટલાં અંતરે વચ્ચે હીગોળગઢની ડુંગરમાળા આવે છે. આથી જે દેખાય છે તે હીગોળગઢની ડુંગરમાળા છે, ચોટીલાની નહી. આપ સહુ સહમત હો તો એ દુર કરીએ.

આપના ભૌગોલિક જ્ઞાન સાથે સહમત. આ ઉપરાંત લેખના પાછળના ભાગની ભાષા પણ બદલવાની જરૂર છે.--ધવલચર્ચા/યોગદાન ૦૦:૧૮, ૧૨ જાન્યુઆરી ૨૦૧૨ (UTC)
સહમતિ બદલ આભાર. ભાષા બદલવા માટે પ્રયત્ન કરીશ. આપના સુચનો હોય તો જણાવવા વિનંતિ. આભાર --Tekina ૧૦:૨૧, ૧૨ જાન્યુઆરી ૨૦૧૨ (UTC)
ભાષા માહિતીકોશને અનુરૂપ ન હોતા થોડીઘણી પ્રશસ્તિપૂર્ણ અને અલંકારિક છે, જે નવલકથાઓ કે બ્લોગ્સ જેવા માધ્યમ માટે યોગ્ય છે. જો સરળ અને તટસ્થ ભાષા ફેરવી શકાય તો સારૂં.--ધવલચર્ચા/યોગદાન ૧૪:૦૧, ૧૨ જાન્યુઆરી ૨૦૧૨ (UTC)