લખાણ પર જાઓ

ચર્ચા:ધ્રોલ

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

નથુવડલા

[ફેરફાર કરો]

અજાણ્યા વ્યક્તિએ બદલેલા બધાં ગામોનાં નામ તો સુધારી દીધા છે કેમકે તે નામો અહીં સ્વાભાવિક રીતે જ અંગ્રેજીમાંથી લિપ્યાંતરણ કરવા દરમ્યાન બદલાયા હોય તેવું લાગતું હતું. પણ નથુવડલા કે જે મૂળ નામ નાથવડીયાને બદલીને કરવામાં આવ્યું છે, તે જરા સંદિગ્ધ લાગે છે. કેમકે અંગ્રેજીમાં નથુવડલાનો સ્પેલિંગ કોઈ કાળે નાથવડીયાને ભળતો સળતો ના થઈ શકે. માટે આ નામની ખરાઈ કરીને કોઈ કહેશે કે નાથવડીયાને મળતા આવતા કોઈ શબ્દથી આ તાલુકામાં અન્ય કોઈ ગામ પણ છે કે નહી?

સીતારામ ધવલભાઈ, નવા વર્ષનાં રામરામ... તમારી વાત સાચી છે. ધ્રોલ તાલુકામાં નાથવડીયા નામનુ કોઈ ગામ છેજ નહી. નથુવડલા ગામ બરોબર છે. તેની અહીં કડી આપુ છુ ફક્ત જાણકારી અને સચ્ચાઈ માટે જે ધ્રોલ તાલુકા પંચાયત .ની અધિકૃત વેબસાઈટ છે. તો તમારી રીતે યોગ્ય કરશોજી... જય માતાજી...--જીતેન્દ્રસિંહ ૧૭:૪૪, ૮ નવેમ્બર ૨૦૧૧ (UTC)
એ રામરામ ભાઈ, નવા વર્ષની વધાઈઓ. અને ઘણો આભાર જીતેન્દ્રભાઈ, જોયુંને આ કારને જ તમારી ખોટ સાલે છે અહીં. મેં તે દિવસે તા.પંના જાળસ્થળ પર શોધ્યું પણ જડ્યું નહી, તમે શોધી કાઢ્યું. ૧૫-૨૦ દિવસમાં મળવાનો મેળ પાડવો છે.--ધવલચર્ચા/યોગદાન ૧૦:૩૪, ૯ નવેમ્બર ૨૦૧૧ (UTC)

ધ્રોલ કે ધ્રોળ

[ફેરફાર કરો]

નવો એક સવાલ મનમાં ઉઠે છે કે સાચું નામ શું? ધ્રોલ કે ધ્રોળ? અધિકૃત નામ મારા મતે ધ્રોળ હોવું જોઈએ, જે ગેઝેટમાં પ્રસિદ્ધ થયું હોય, પણ તે કેમ કરી શોધવું? જેમ જુનાગઢ અને જૂનાગઢ એમ બંને જોડણી અધિકૃત રીતે વપરાય છે, તેમ ધ્રોલ અને ધ્રોળ બંને વાંચ્યું-સાંભળ્યું છે, પણ બંનેમાંથી અધિકૃત કયું? તાલુકા પંચાયના જાળસ્થળ પણ આ બંને જોડણીની ભેળસેળ જોવા મળે છે, નક્શામાં ધ્રોળ અને પાના પર ધ્રોલ અને વળી પાછું વેબપેજના ડિસ્ક્રિપ્શનમાં ધ્રોળ, હવે શું સાચું માનવું? કોઈ ઉપાય કે સુઝાવ?--ધવલચર્ચા/યોગદાન ૧૦:૪૮, ૯ નવેમ્બર ૨૦૧૧ (UTC)

અધિકૃત નામ ધ્રોલ જ છે, તાલુકા પંચાયતની વેબસાઇટ પર પણ તાલુકાનું નામ ધ્રોલ વર્ણવેલું છે, નહિ કે ધ્રોળ. આ સિવાય ૭/૧૨ના ઉતારાઓ પર પણ તાલુકો: ધ્રોલ અને ગામ: ધ્રોલ એમ જ મળે છે, માટે મૂળ લેખ ધ્રોલ રાખીને ધ્રોળને એના પર વાળવો વધુ હિતાવહ છે. ઉ.દા. તરીકે જુઓ ધ્રોલ તા.પંં.નાં જાળસ્થળ પર ગ્રામપંચાયતોની યાદી (ક્ર. ૪૨)--ધવલચર્ચા/યોગદાન ૨૧:૧૬, ૧૦ ફેબ્રુઆરી ૨૦૧૮ (IST)[ઉત્તર]