ચર્ચા:નાગર નંદજીના લાલ
જડી હોય તો આલ કે આપ?
[ફેરફાર કરો]મહર્ષિભાઈ, મને લાગે છે કે મૂળ ભજનમાં કાન જડી હોય તો આલ.. છે, અને તે સમયે લખેલી નરસિંહ મહેતાની ભાષા જોતાં પણ તેમણે આપ (જે વધુ પડતો સાહિત્યિક શબ્દ છે)ને બદલે લોકબોલીનો શબ્દ આલ જ વાપર્યો હશે તેમ મારૂ માનવું છે. બીજુંકે આલને કારણે પ્રાસ પણ બેસે છે, નાગર નંદજીનાં લાલ, અને કાના જડી હોય તો આલ આમ અંત્યાનુપ્રાસનો ઉપયોગ કર્યો હોય તેમ લાગે છે. આ ઉપરાંત ઘણા લોકો વિના કારણે લેખોમાં ભગવાન માટે ઘડિએ ઘડિએ વધુપડતા વિશેષણો જેમકે ભગવાન શ્રી કૃષ્ણ, ભગવાન રામચંદ્રજી, મા અંબા માતાજી, વિગેરે વાપરતા હોય છે, વ્યક્તિગત રીતે હું તે પણ પસંદ નથી કરતો, કેમકે આપણે ઘણી વખત, ના મોટે ભાગે, ભગવાનને તું કહીને સંબોધતા હોઈએ છીએ, તો લેખ લખતી વખતે આવા સુપરફિશીયલ પ્રત્યયો કેમ હોવા જોઈએ? આ બધુતો ખાલી ભજનની ૫૦૦ વર્ષ જુની ભાષા આજના સમયની સુસંસ્કૃત ભાષામાં બદલાતી લાગી એટલે સ્ફુરી આવ્યું, કદાચ હું ખોટો હોઉં તેવું પણ બને, અને ખરે જોવા જઈએ તો સાચું શું તે જાણવાનો આપણી પાસે એક માત્ર રસ્તો છે, ભજનો સાંભળીને લખવું તે, અને આવા ગાયકો પણ ભાષા મારી મરડી નાંખે છે, અનાવશ્યક જગ્યાએ તું નુ તમે કરી નાંખે છે ત્યારે ભજનની સાચી ભાષા ક્યાંથી શોધવી તે પણ એક સવાલ છે.--ધવલચર્ચા/યોગદાન ૨૨:૪૧, ૯ ફેબ્રુઆરી ૨૦૦૯ (UTC)
- ધવલભાઇ, પહેલા મને એમ થયું કે કદાચ લખવા ભૂલ રહેવા પામી લાગે છે કારણ કે કાઠિયાવાડમાં "આલ" ની બદલે "આપ" વાપરવામાં આવે છે. પરંતુ પ્રાસની દ્રષ્ટિએ આપની વાત સાવ સાચી છે. સુપરફિશીયલ પ્રત્યયો થી ક્યારેક અકળામણ પણ અનુભવાય છે. પ્રેમલક્ષણા ભક્તિમા ભગવાન ને તુકારો કરવો અથવા ચોર જેવી ગાળો દેવી એ બહુ સામાન્ય છે. ભજન સાંભળીને લખવામા પણ ઘણીવાર આવુ ધ્યાન મા આવે છે. ખરેખર તમે કહ્યું તે જ હું કહેવા માંગુ છું કે ભજનની સાચી ભાષા ક્યાંથી શોધવી તે પણ એક બહુ મોટો સવાલ છે. મેં ફરીથી સુધારો કરી નાખ્યો છે છતા તકલીફ બદલ માફ કરશો. સીતારામ. મહર્ષિ --Maharshi675 ૧૧:૧૫, ૧૦ ફેબ્રુઆરી ૨૦૦૯ (UTC)