લખાણ પર જાઓ

ચર્ચા:પાળિયા

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

ઇતિહાસ[ફેરફાર કરો]

(વૈદિક કાળ દરમિયાન ઉદ્‌ભવેલી પરંપરા મુજબ મૃત શરીરના અંતિમ સંસ્કાર કરવામાં આવતા નહોતા, પરંતુ તેમને દફનાવવામાં આવતા અથવા નદીમાં પધરાવવામાં આવતાં હતાં. પુરાતત્ત્વિય ખોદકામ દરમિયાન આવા દફન સ્થળ પર નિશાનીરૂપે શરૂઆતમાં એક પથ્થર મૂકાયેલો મળે છે અને પછીથી થયેલા દફનમાં ગોળાકારે મૂકેલા પથ્થરોના સમૂહ જોવા મળે છે.)- આ વિગત પાળિયા સંદર્ભે અયોગ્ય છે. ભારતીય સંસ્કૃતિમાં મૃત્યુ પછી અગ્નિસંસ્કાર જ અંતિમ સંસ્કાર છે અને એ જ કરવામાં આવતા. કોઈ બાવાજી,ગોસાઇ, ગોસ્વામી આદિ જ્ઞાતિઓ કે સંન્યાસ લેનારાં સંતો કે મહંતોમાં સમાધિ લેવાની પરંપરા હતી- છે.પણ એ લોકો પણ શરીરને દફનાવતા નથી . પદ્માસન સાથે બેઠી અવસ્થામાં દેહને સમાધિ આપવામાં આવે છે . ને આવા સાધુ,ગોસ્વામી કે ગોંસાઈના એ સમાધિ સ્થળે નાની દેરી કરવામાં આવે છે . એટલે પાળિયા સાથે એ પરંપરાનો કોઈ સંબંધ નથી . પાળિયા એ ગાયો,સ્ત્રીઓ અને પ્રજાનાં રક્ષણ માટે લડતાંલડતાં વીરગતિ પામનારાં માટે જ સ્મારક રૂપે બન્યા છે. આમાં રામજી સાવલિયાનો કોઈ છાપામાં છપાયેલો સંદર્ભ લેવામાં આવ્યો છે જે પૂરતો નથી. વિશ્વકોષમાં રામજીભાઇ સાવલિયાએ જે લેખ કર્યો છે તેમાં પણ આ દફનાવવા વાળી વિગત નથી આવતી [૧] . દેહને દફનાવવાની પરંપરા ભારત વર્ષમાં નહોતી . એ સેમેટિક ધર્મોની પરંપરા છે . દીપક ભાનુશંકર ભટ્ટ ૧૩:૩૨, ૨૪ ઓક્ટોબર ૨૦૨૨ (IST)

  1. {https://gujarativishwakosh.org/%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B3%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE}