ચર્ચા:પેરુ (ફળ)

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

Psidium guajavaને સામાન્ય રીતે ગુજરાતીમાં જામફળના નામથી ઓળખવામાં આવે છે. કદાચ શક્ય છે કે તળ ગુજરાતમાં જ જામફળ અને બાકીના ભાગમાં પેરુ કહેવાતું હોય. શું વિવિધ વિસ્તારના લોકોના મત જાણી શકીએ? સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, કચ્છ, ઉત્તર ગુજરાત, વગેરેમાં જે નામ વધુ પ્રચલિત હોય તે નામે મૂળ લેખ રાખી અન્ય નામને ત્યાં વાળવું તેમ મારો અભિપ્રાય છે.--ધવલચર્ચા/યોગદાન ૨૨:૧૫, ૧૭ જાન્યુઆરી ૨૦૧૨ (UTC)

સભ્યોનો અભિપ્રાય જાણીને યથા યોગ્ય ફેરફાર કરશો--sushant ૦૪:૨૧, ૧૮ જાન્યુઆરી ૨૦૧૨ (UTC)
સૌરાષ્ટ્રમાં આ ફળ ’પેરુ’ અને ’જામફળ’ બંન્ને નામે ઓળખાય છે. બંન્ને નામ કૉમન જણાય છે પરંતુ ખેતીવાડી વાળાઓ સામાન્ય રીતે પેરુ અને પેરુડી (જામફળી, વૃક્ષ)થી ઓળખાવે છે. તો અન્ય એક ’જામફળ’ લેખ બનાવી અને અહીં ’પેરુ’ પર વાળવો પણ યોગ્ય રહેશે. --અશોક મોઢવાડીયા ૧૨:૪૩, ૧૮ જાન્યુઆરી ૨૦૧૨ (UTC)