ચર્ચા:મહેસૂલી તલાટી
Appearance
દિશાનિર્દેશન
[ફેરફાર કરો]ભાઈ શ્રી. નિલેશભાઈ, રેવન્યુ અંગ્રેજી શબ્દ છે અને તેને માટે આપણી પોતાની ગુજરાતી ભાષામાં યોગ્ય શબ્દ મહેસૂલ ઉપલબ્ધ છે, ત્યારે આપણે ગુજરાતી નામવાળું પાનું મૂખ્ય પાના તરિકે રહેવા દઈને અંગ્રેજી નામ વાળા પાનાંને તે પાનાં પર વાળવું જોઈએ તેમ મારૂં માનવું છે અને માતે જ મેં તેમ કર્યું હતું. આપના મંતવ્યો જણાવશો.--ધવલચર્ચા/યોગદાન ૧૪:૨૪, ૨૦ ફેબ્રુઆરી ૨૦૧૨ (UTC)
- આપની ચર્ચાનું હું સ્વાગત કરુ છું. આપની વાત તદ્દન સાચી છે, કે રેવન્યુ એ અંગ્રેજી ભાષાનો શબ્દ છે. પરંતુ મહેસૂલી અથવા મહેસૂલ શબ્દને બદલે રેવન્યુ એવો શબ્દ જ વધુ પ્રચલિત છે. આથી મેં રેવન્યુ તલાટીના નામે પાનુ બનાવ્યુ. બીજી વાત, કોમ્પ્યુટર કે કમ્પ્યુટર પણ અંગ્રેજી શબ્દ જ છે, જેને આપણે વિકિપીડિયમાં તેમ જ લખવું પડે છે, જો આપણે તેના બદલે ગણનયંત્ર કે પછી બીજું કંઇ લખીશું તો કોઇને ખ્યાલ નહિં આવે ! હમણાં જ મે બુજી પાનુ બનાવ્યુ જીલ્લા કલેક્ટર. તેમા પણ કલેક્ટર અંગ્રેજી શબ્દ જ છે, પણ તેને ફરજીયા મારે કલેક્ટર જ રાખવું પડે તેમ છે, કારણ કે કોઇ વ્યક્તિ લેખ શોધતી વખતે કલેક્ટર કે જીલ્લા કલેક્ટર જ લખશે. - નિલેશ બંધીયા (talk) ૦૯:૨૮, ૮ માર્ચ ૨૦૧૨ (UTC)
- સાચી વાત છે કે અંગ્રેજી શબ્દ છે અને એ પ્રચલિત છે માટે શોધનાર વ્યક્તિ તે નામે શોધે તો તેને મળવું જોઈએ. અને માટે જ આપણે અહિં દિશાનિર્દેશનની વ્યવસ્થા રાખી છે. જો તમારું ધ્યાન ના ગયું હોય તો જણાવી દઉં કે કોમ્પ્યુટર માટે એક નહી આઠ, હા અંકે પૂરા ૮, પાનાં છે. કેમકે તે અંગ્રેજી શબ્દ હોવાથી કોઈ પણ વ્યક્તિ તેની કોઈ પણ જોડણીથી શોધે, જેમકે, કમ્પ્યૂટર, કમ્પ્યુટર, કોમ્પ્યૂટર, કોમ્પ્યુટર, કૉમ્પ્યુટર, કૉમ્પ્યૂટર, કંપ્યૂટર અને કંપ્યુટર, ચકાસી જુઓ. એટલે રેવન્યુ તલાટી અને મહેસુલ તલાટી એ બંને નામે પાનાં હોવા જોઈએ તેમાં કોઈ બેમત નથી, અને મેં ક્યારેય રેવન્યુ તલાટી નામનું પાનું દૂર કરવાનો આગ્રહ રાખ્યો પણ નથી. આ ગુજરાતી વિકિપીડિયા હોવાથી, અહિં ગુજરાતી નામો (જ્યાં ઉપલબ્ધ હોય ત્યાં) વાપરવાનો આગ્રહ રાખીએ છીએ. કલેક્ટર અને કમ્પ્યૂટર માટે ગુજરાતી નામો નથી, પણ રેવન્યુ માટે પ્રચલિત નામ મહેસૂલ છે જ, માટે મારા વિચારે મહેસૂલ તલાટી મૂખ્ય લેખ હોવો જોઈએ અને રેવન્યુ તલાટીથી શોધતા તે જ લેખ ખુલવો જોઈએ, એટલે કે રેવન્યુ તલાટીને મહેસૂલ તલાટી પર રિડાયરેક્ટ (દિશાનિર્દેશિત) કરવો જોઈએ. ઉદાહરણ તરીકે મેં ઉપર જણાવેલી બધી જ જોડણી વાળા કમ્પ્યૂટરના શીર્ષક અજમાવી જુઓ, અને સાથે સાથે મુસ્લિમ અને મુસલમાન આ બે પણ જોઈ જુઓ. તે પાનાઓની ચર્ચા જોશો તો તમને ખ્યાલ આવશે કે આવું આ રેવન્યુ સાથે પહેલી વખત નથી થઈ રહ્યું.--ધવલચર્ચા/યોગદાન ૦૯:૫૪, ૮ માર્ચ ૨૦૧૨ (UTC)
- પ્રયત્ન કરુ છુ, અંગ્રેજી શબ્દ રેવન્યુને રિડાયરેક્ટ (દિશાનિર્દેશિત) કરી મહેસૂલી પર લઇ જઇએ. - નિલેશ બંધીયા (talk) ૧૦:૧૩, ૮ માર્ચ ૨૦૧૨ (UTC)