ચર્ચા:શેહરે પનાહ

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

લેખની શરૂઆતમાં લખ્યું છે કે "શેહરે પનાહ એ ઊર્દુ શબ્દ છે, જેનો અર્થ થાય છે શહેર ને આશ્રય- સુરક્ષા આપવી". જ્યાં સુધી મને ખ્યાલ છે ત્યાં સુધી ઉર્દુ ભાષામાં અંગ્રેજીની માફક ક્રિયાપદ પહેલા અને કર્તા પછીથી લખવામાં આવે છે, જેમકે અન્ય ઉર્દુ પરિભાષાઓ 'દીને ઇલાહી' (દીન-એ-ઇલાહી) કે પછી 'દાબેસ્તાને મઝહબ' (દાબેસ્તાન-એ-મઝહબ) જેને અંગ્રેજીમાં પણ લગભગ એ જ પદ્ધતિમાં લખાય છે, જેમકે Faith of Divinity અને School of Religions. પરંતુ તેનું ગુજરાતી કરતા 'ઇશ્વરનો ધર્મ' અને 'ધર્મની શાળા' એવું થાય. તે જ રીતે શહેરે પનાહ એટલે પનાહનું શહેર થવું જોઈએ, નહીકે શહેરની પનાહ. કેમકે આ શહેરમાં હજ કરવા જતા લોકોને આશ્રય અને સુરક્ષા આપવામાં આવતી હતી, તેને શહેરે પનાહ નામ આપ્યું હોય, અને કોટને નહી. જો કોટનું નામ ઉર્દુમાં આપવું હોત તો તેને પનાહે શહર કહ્યો હોત. હું ઉર્દુ ભાષાનો જાણકાર નથી, માટે લેખમાં ફેરફાર કરવાને બદલે અહીં ચર્ચામાં આ મુદ્દો ઉઠાવ્યો છે, જો કોઈને થોડી ઘણી આ ભાષાની જાણકારી હોય તો આ ચર્ચામાં જણાવવા વિનંતી. આવા જ અન્ય ઉર્દુ મહાવરા જિલ્લે ઇલાહી, શહેનશાહ-એ-આલમ, ચશ્મ-એ-શાહી, વગેરે મળી રહેશે.--ધવલચર્ચા/યોગદાન ૧૦:૨૮, ૧૪ જાન્યુઆરી ૨૦૧૧ (UTC)