ચર્ચા:સંગણક

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

→ આ બે માથી સાચી જોડણી કઇ કહેવાય? કંપ્યુટર કે કમ્પ્યુટર?

જોડણીના નિયમ મુજબ મારા મતે તો કંપ્યૂટર અને કમ્પ્યૂટર બંને જોડણી સાચી લાગે છે. પણ ગુજરાતી લેક્સિકન મુજબ બીજો પર્યાય સાચો છે. ગુગલ સર્ચ કરતા નીચેની સંખ્યામાં પરિણામો મળે છે.
કંપ્યુટર ૧,૩૭૦ કોંપ્યુટર ૩,૩૨૦
કમ્પ્યુટર ૧,૩૫,૦૦૦ કોમ્પ્યુટર ૨,૩૭,૦૦૦
કંપ્યૂટર ૩,૮૦૦ કોંપ્યૂટર
કમ્પ્યૂટર ૨,૦૪,૦૦૦ કોમ્પ્યૂટર ૨૩,૧૦૦
આમ ગુગલ મુજબ સૌથી લોકપ્રિય જોડણી કોમ્પ્યુટર (જે અંગ્રેજી-ગુજરાતી લિપ્યાંતરણના નિયમ મુજબ સાચી બને છે) અને બીજા ક્રમે કમ્પ્યૂટર આવે છે. આપણે નિર્ણય લેવાનો છે.--ધવલચર્ચા/યોગદાન ૧૧:૩૯, ૨૨ ફેબ્રુઆરી ૨૦૧૨ (UTC)
આભાર, આપ કહો એમ કરિએ --Tekina ૧૫:૨૩, ૨૨ ફેબ્રુઆરી ૨૦૧૨ (UTC)
કોમ્પ્યુટર નામે પાનું બનાવી તેને અહિં વાળીએ તો કેમ રહેશે? મારા મતે આ શીર્ષક સાથે કોઇક અધિકૃત સ્ત્રોત પ્રમાણે જોડણી સાચી ઠરે છે માટે તેને રાખવી. ગુજરાતી જોડણિકોશમાં કઈ જોડણી છે તેની તપાસ કરી શકાય. અને મને તો એમ પણ સુઝે છે કે આપણે આ સાતેય જોડણીઓના નામે એક-એક પાનું બનાવી તે સાતેયને અહીં વાળવા જોઈએ, જેથી કોઈપણ જોડણીથી શોધનારને લેખ મળી રહે. શું કહો છો?--ધવલચર્ચા/યોગદાન ૧૪:૧૧, ૨૩ ફેબ્રુઆરી ૨૦૧૨ (UTC)
અદ્ભુત--Tekina ૧૪:૫૧, ૨૩ ફેબ્રુઆરી ૨૦૧૨ (UTC)
થઇ ગયુ છે.--Tekina ૧૫:૦૨, ૨૩ ફેબ્રુઆરી ૨૦૧૨ (UTC)
આભાર!--ધવલચર્ચા/યોગદાન ૧૭:૪૪, ૨૩ ફેબ્રુઆરી ૨૦૧૨ (UTC)
( http://www.gujaratilexicon.com/dictionary/EG/computer*/ ) ગુજ.લેક્ષિકોન પર "કમ્પ્યૂટર" લખાયેલું છે. ધવલભાઈનો પ્રસ્તાવ સારો છે ! --અશોક મોઢવાડીયા ૧૩:૦૯, ૨૫ ફેબ્રુઆરી ૨૦૧૨ (UTC)
આભાર મોઢવાડીયાજી, આપના અને ધવલજીના પ્રસ્તાવ પ્રમાણે કાર્ય થઈ ચુક્યુ છે. આનંદની વાત છે કે હવે આપ એ સાત પૈકીની કોઇ પણ જોડણી પરથી લેખ શોધવા પ્રયત્ન કરશો તો પણ આપને "કમ્પ્યૂટર" વિષેનો લેખ મળશે. --Tekina (talk) ૦૬:૧૪, ૩ માર્ચ ૨૦૧૨ (UTC)