ચર્ચા:સલામત મૈથુન
ખસીકરણ
[ફેરફાર કરો]આજે ભાષાંતર વાંચતા પુરુષ ખસીકરણ એવો શબ્દ ધ્યાને પડ્યો. લાગે છે કે circumcision અથવા male circumcision જેવા અંગ્રેજી શબ્દોનો આવો અનુવાદ પસંદ કર્યો છે. પરંતુ સવાલ એ છે કે શું ખસી કરેલો પુરુષ કોઈ સ્ત્રી સાથે સંભોગ કરી શકે? જવાબ છે ના. જો મને શક છે તેવા અંગ્રેજી શબ્દની જગ્યાએ ખસીકરણ શબ્દ વપરાયો હોય તો તે ખોટું છે, સાચો શબ્દ સુન્નત હોવો જોઈએ. ખસી કરણ એટલે શિશ્ન કે શુક્રપિંડ દૂર કરવાની ક્રિયા.--ધવલચર્ચા/યોગદાન ૨૨:૫૬, ૨૯ ડિસેમ્બર ૨૦૧૧ (UTC)
સંક્રમણ
[ફેરફાર કરો]એવો જ બીજો શબ્દ સંક્રમણ છે, જે કદાચ હિંદી સંક્રામક વ્યાધિ જેવા કોઈક પહેલા વાંચવામાં આવેલા શબ્દના અનુસંધાને લાગે છે. હિંદી ભાષામાં ચેપી રોગને સંક્રામક વ્યાધિ કહેવામાં આવે છે, જ્યારે ગુજરાતીમાં સંક્રમણ કે સંક્રામક શબ્દ ચેપ infection/transmissionની જગ્યાએ વપરાતો નથી. સંક્રમણ કે સંક્રામકને સ્થાને ચેપ કે ચેપી વાપરવાનું વિચારી શકાય. જો કે આ ફક્ત એક સુઝાવ છે.--ધવલચર્ચા/યોગદાન ૨૨:૫૯, ૨૯ ડિસેમ્બર ૨૦૧૧ (UTC)