ચર્ચા:સુનીલ ગાવસકર

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી
  • મિત્રો, અહીં "સુનીલ ગવાસ્કર", "સુનીલ ગાવસ્કર", "સુનિલ ગાવસ્કર", "સુનિલ ગાવસકર" માંથી કયો ઉચ્ચાર સાચો ગણી અને લખવો તે માર્ગદર્શન કરવા વિનંતી. અંગ્રેજી વિકિનાં આ લેખ મુજબ (મરાઠી: सुनिल मनोहर गावसकर) લખેલ છે. જુઓ:(Sunil Gavaskar). આભાર. --અશોક મોઢવાડીયા ૧૦:૦૫, ૧૦ જુલાઇ ૨૦૦૯ (UTC)
આશોકભાઈ, સુનિલ શબ્દની વ્યુત્પત્તિ, અનિલ પરથી છે, તેવું મારૂં માનવું હતું, પરંતુ ભગવદ્ગોમંડલમાં શોધતા માલુમ પડ્યું કે 'સુનીલ' તે એક પ્રકારનાં મણીનું નામ છે. માટે તેની સાચી જોડણી 'સુનીલ' હોવી જોઈએ તેમ માનું છું. મરાઠીમાં પરિવારનાં મૂળ ગામનાં નામની પાછળ 'કર' લગાવીને તેને અટક તરિકે વાપરવાનો રિવાજ છે. જેમ આપણે ગુજરાતીમાં અને 'અબક-વાળા' વાપરીએ છીએ તે રીતે, માટે, '--સકર' સાચી જોડણી છે, નહીકે '--સ્કર'. હવે રહ્યો સવાલ 'ગાવસ' કે 'ગવાસ'નો તમે જણાવ્યું તેમ, અંગ્રેજી લેખમાં મરાઠીમાં તેનં નામ શું છે, તે લખ્યું છે, અને તે મુજબ 'ગાવસકર' તદ્દન સાચું બને. મરાઠી વિકિમાં પણ सुनील गावसकर નામે લેખ છે, માટે તેને આધારભૂત ગણીને ચાલવું જોઈએ તેમ લાગે છે.--ધવલચર્ચા/યોગદાન ૧૩:૩૭, ૧૩ જુલાઇ ૨૦૦૯ (UTC)
  • આભાર ધવલ ભાઇ, આટલું સચોટ માર્ગદર્શન કરવા માટે. આપની ખોટ સાલતી હતી. આભાર.--અશોક મોઢવાડીયા ૦૮:૪૯, ૧૪ જુલાઇ ૨૦૦૯ (UTC)