ચવાણું

વિકિપીડિયામાંથી

ચવાણું એટલે કાચુંકોરૂં, શેકેલું કે તળેલું ચાવીને ખાવાની વાનગી. પ્રાચીન સમયમાં ધાણી, ચણા, મમરા, સેવ આદિ વસ્તુ ઓ મેળવીને બનાવાતી વાનગી ચવાણું કહેવાતી .

હાલના સમયમાં પ્રાય: ચવાણુ તરીકે ઓળખાતી વાનગી એક તળેલા ફરસાણનું નામ છે જેમાં સેવ, ગાંઠીયા, તળેલી દાળો, તળેલા શિંગ દાણા કે દાળીયા આદિને મસાલા જેમ કે લાલ મરચું , સંચળ આદિ મેળવી બનાવાય છે.

જીણી સેવ વાપરીને એક ખાસ પ્રકારનું ગળ્યાશ પડતું એક ચવાણું બને છે જેને ભુસું કહે છે.

નડિયાદનું ચવાણું વખણાય છે.અમદાવાદના ઘીકાંટા રોડ પર આવેલ નવતાડની પોળના નાકે મળતું ચવાણું-સેવ મમરા પ્રખ્યાત છે. ખંભાતના સુતરફેણી અને હલવાસન ઉપરાંત ભાખરવડી, પાપડ, ચવાણું, સોનપાપડી પણ પ્રખ્યાત છે.

સાહિત્યમાં[ફેરફાર કરો]

જેની પાસે દાંત છે, તેની પાસે ચવાણું (ખાવાનું) નથી; જેની પાસે ચવાણું હોય છે, તેને દાંત નથી હોતા . તેવી એક કહેવત પ્રચલિત છે.