ચાડિયો

વિકિપીડિયામાંથી

ચાડિયો નામ ગામમાં ઉછરેલા લોકો માટે નવું નથી. પરંતુ આધુનિક સમયમાં દરેક જગ્યાનું શહેરી કરણ થયા પછી કદાચ આ નામ સાથે લોકો પરીચય પણ નહીં હોય. ચાડિયો ખેતરમાં મોલ આવવાની શરુઆત થાય ત્યારે પશુ પક્ષીઓને ડરાવવા માટે ઉભો કરવામાં આવે છે, જેને જોઇ પશુ-પક્ષીઓને એવું લાગે છે કે અહીં માણસ હાજર છે, આથી તેઓ ખેતરની નજીક આવતા નથી અને એના કારણે ઉભા પાકને થતા નુકસાનમાંથી બચી જવાય છે.

ચાડિયો ઘાસના પુળામાંથી બનાવી એને જુનાં કપડાં પહેરાવી તેમ જ એના માથા તરીકે ઊંધું માટલું મુકી ખેતરમાં ઉભો કરવામાં આવે છે.