લખાણ પર જાઓ

ચિત્તભ્રમણા

વિકિપીડિયામાંથી
ચિત્તભ્રમણા
ખાસિયતPsychiatry, neurology, મનોવિજ્ઞાન Edit this on Wikidata

ચિત્તભ્રમણા અથવા ડિલીરીયમ (તીવ્ર ગૂંચવણભરી સ્થિતિ) ઘણું સામાન્ય સ્થિતિમાં જોવા મળતુ અને ગંભીર ન્યૂરોસાઈકિયાટ્રિક લક્ષણ છે જેમાં તીવ્ર આવેશ, સતત બદલાતી માનસિકસ્થિતિ અને બેધ્યાનપણુ તેમજ વ્યવહારમાં સામાન્ય રીતે ગંભીર ગરબડ જોવા મળે છે. તેમા સામાન્યપણે અન્ય જ્ઞાનાત્મક ઘટાડો, સજાગ્રતતામાં ફેરફાર (અતિસક્રિયતા, અલ્પસક્રિયતા અથવા બંને મિશ્રિત), સમજણશક્તિમાં ઘટાડો, ઊંઘવા-જાગવાના ચક્રમાં ફેરફાર અને દુઃસ્વપ્નો તેમજ ભ્રમના રૂપમાં અન્ય માનસિક વિશેષતાઓનો પણ સમાવેશ થાય છે. સામાન્યપણે મગજની ‘બહારની બાજુ’ બીમારીઓની પ્રક્રિયા જેવી કે ઈન્ફેક્શન (સંક્રમણ)ના સામાન્યરૂપો (યુટીઆઈ (UTI), ન્યૂમોનિયા) અથવા દવાની અસરો, ખાસ કરીને એન્ટિકોલિનેર્ગિક અથવા અન્ય સીએનએસ (CNS) દર્દ શામકો (બેન્ઝોડિયાઝાપેનેસ અને ઓપિયોડ્સ)ના કારણે તે થાય છે. મધ્યસ્થ ચેતાતંત્રમાં થતી કોઈપણ પ્રાથમિક બીમારી પણ તેના માટે પરોક્ષરીતે કારણભૂત બની શકે છે. આભાસ અને ભ્રમણા કેટલીક વખત હોવા છતા રોગના નિદાનમાં તેને ધ્યાને લેવા જરૂરી નથી અને ચિત્તભ્રમના લક્ષણો તબીબીય રીતે મનોવિકૃત કે ભ્રામોત્પાદક દવાઓ લેનાર લોકો (પાગલ વ્યક્તિના અપવાદ સાથે)ના લક્ષણોથી અલગ હોય છે. સામાન્યપણે એકાગ્રતામાં વિકાર તરીકે ગણવામાં આવવા છતા, તેનાથી અન્ય પાયાની જ્ઞાનાત્મક પ્રક્રિયાઓ પણ વિક્ષેપિત થાય છે, ખાસ કરીને કાર્યરત યાદશક્તિ અને પરોક્ષ રીતે કાર્યકારી કાર્યો (વર્તનનું આયોજન અને સંગઠન)ના તમામ પાસાઓ અસર કરે છે. સામાન્યપણે તેને ફેરવી શકાય તેવી સ્થિતિ તરીકે જોવામા આવવા છતા, અલ્ઝાઈમરની બીમારીની કારણે દર્દીમાં ચિત્તભ્રમણા આવે છે જેના કારણે તેમનામાં જ્ઞાનાત્મક ક્ષયની વૃદ્ધિ જોવા મળે છે, જે સુચવે છે કે વયસ્કોમાં ગૂંચવાડા ભરી માનસિક સ્થિતિ વધતી રોકવા માટે અથવા ઘટાડવા માટેના પ્રયત્નોને ખૂબ જ પ્રાથમિકતા આપવી જોઈએ. કમનસીબે ગૂંચવણ ભરી સ્થિતિ (ચિત્તભ્રમણા)ના સંખ્યાબંધ ઉદાહરણો ચિકિત્સક પ્રેરિત (દવાઓ અથવા હોસ્પિટલ જનિત પેથોજેન્સ/બેક્ટેરિયા અથવા સર્જરી કે એનેસ્થેસિયાના કારણે) હોય છે.

તબીબી ક્ષેત્રે તેને તંદ્રાવસ્થાના પર્યાય તરીકે ગણવામાં આવતી નથી અને તેના વગર પણ આ સ્થિતિ જોવા મળી શકે છે. ચિત્તભ્રમણા અને ચિત્તભ્રંશ વચ્ચે સામ્યતા નથી (બંનેમાં નિદાન માટે અલગ અલગ માપદંડો છે), છતા બંને લક્ષણો પાગલ વ્યક્તિમાં સાથે જોવા મળે છે.

ચિત્તભ્રમણા સંભવતઃ આવેશ અથવા લડાયકતાના ‘સકારાત્મક’ લક્ષણો દ્વારા દેખાતી વિવિધ અતિસક્રિયતા અથવા બોલચાલની અસક્ષમતા અથવા બેધ્યાનપણુ અથવા કોઈપણ જ્ઞાનના પાલનની અસક્ષમતા જેવા ‘નકારાત્મક’ લક્ષણોના દ્વારા દેખાતી વિવિધ અલ્પસક્રિયતા (સામાન્યપણે તેને ‘સ્તબ્ધ’ ચિત્તભ્રમણા કહેવાય છે)ને ગણવામાં આવે છે. એક એવી બિન-તબીબી અવધારણા છે કે જેને ખૂબ જ ભ્રમણાઓ થતી હોય તેને પાગલ વ્યક્તિ કહેવામાં આવે છે, પરંતુ તબીબી રીતે જેને પાગલ કરવામાં આવે તેમાંથી મોટાભાગના લોકોને આભાસ કે ભ્રમણાઓની સમસ્યા હોતી નથી. ચિત્તભ્રમણા સામાન્ય પણે સજાગ્રતામાં વિક્ષેપ (જેમકે પરિસ્થિતિ પ્રત્યે જાગૃતતાની ઘટી ગયેલી સ્પષ્ટતા) સાથે સંકળાયેલી સમસ્યા છે. જ્ઞાનાત્મકતામાં પરિવર્તન (યાદશક્તિમાં ઘટાડો, દિશાહિનતા, ભાષામાં ગરબડ) અથવા કોઈ ચોક્કસ ગરબડમાં થતો વધારો, દર્દીમાં અગાઉથી હાજર, સ્થાપિત કે વિકસી રહેલા ચિત્તભ્રંશ માટે ફરજિયાતપણે જવાબદાર ન ગણી શકાય. સામાન્યપણે ચિત્તભ્રમણામાં સમયાનુસર ઝડપથી થતો ફેરફાર આગળ જતા મોટો તફાવત ઉભો કરે છે.[૧]

ચિત્તભ્રમણા પોતે એક બીમારી નથી પરંતુ તે એક તબીબીય સિન્ડ્રોમ (લક્ષણોનો સમૂહ) છે જે મગજ સંબંધિત હયાત બીમારી કે નવી ઊભી થઈ રહેલી સમસ્યાના કારણે જોવા મળે છે. તેના ઘટકોની (ધ્યાન કેન્દ્રીતાની અસક્ષમતા, માનસિક ગૂંચવણ અને જાગૃકતા, લૌકિક અને સ્થાનિક દિશામાનમાં વિવિધ પ્રકારે થતી હાનિ) જેમ ચિત્તભ્રમણાએ આગોતરા મગજ કે માનસિક અપક્રિયા (કોઈપણ કારણોસર)ના લક્ષણો હોય છે.

કાળજીપૂર્વકના મૂલ્યાંકન વગર, ચિત્તભ્રમણામાં સરળતાથી સંખ્યાબંધ માનસિક વિકૃતિઓના કારણે ગૂંચવાણ ઉભી થાય છે કારણ કે સંખ્યાબંધ ચિહ્નો અને લક્ષણો ડિમેન્શિયા, ડીપ્રેશન (તણાવ) અને સાઈકોસિસ (મનોવિકૃતિ)માં જોવા મળતી સ્થિતિ છે.[૨] ચિત્તભ્રમણા સંભવતઃ એકમાત્ર એવી સૌથી સામાન્ય તીવ્ર અસર છે જે જનરલ હોસ્પિટલોમાં પુખ્તવયનાઓને અસર કરે છે. તે હોસ્પિટલમાં દાખલ થયેલા 10 થી 20 ટકા પુખ્ત લોકોને અસર કરે છે અને 30થી 40 ટકા હોસ્પિટલમાં દાખલ થયેલા વયસ્ક દર્દીઓ તેમજ આઈસીયુ (ICU)માં અંદાજે 80 ટકા દર્દીઓને અસર કરે છે.[૩]

ચિત્તભ્રમણાની સારવારમાં દર્દીમાં હાલમાં જોવા મળતા કારણોની સારવાર પણ જરૂરી છે. કેટલાક કિસ્સાઓમાં હંગામી સારવાર અથવા દર્દશામકથી સારવાર અથવા લક્ષણો આધારિત સારવાર દર્દીઓને આરામ આપવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે અથવા તેથી દર્દીને વધુ સારી રીતે રાખી શકાય છે (દા.ત. એવો દર્દી કે કંઈપણ સમસ્યા વગર તેના જીવન માટે જરૂરી એવી વેન્ટિલેશન ટ્યૂબ ખેંચવાનો પ્રયાસ કરતો હોય).

વ્યાખ્યા[ફેરફાર કરો]

સામાન્યપણે, ચિત્તભ્રમણાને તંદ્રાધીનતા, દિશાહિનતા અને ભ્રામકતા માટે દર્શાવવામાં આવે છે. જોકે, વ્યાપક તબીબીય પરિભાષામાં ધ્યાન આપવાની અસક્ષમતા અને (પ્રાસંગિક રીતે) અનિંદ્રા તેમજ ગંભીર આવેશ અને ત્રાસદાયિતા સહિત સંખ્યાબંધ અન્ય લક્ષણો પણ “ચિત્તભ્રમણા”ને વ્યાખ્યાયિત કરે છે, અને તેની વ્યાખ્યા માટે ભ્રામકતા, તંદ્રાધીનતા કે દિશાહિનતાની જરૂર હોતી નથી. ‘ગંભીર ગૂંચવણભરી સ્થિતિ’ અંગે જાણકારી મળતા પહેલા તબીબી ઇતિહાસમાં ચિત્તભ્રમણા માનસિકવિકૃતિના સૌથી જૂના પ્રકારો પૈકી એક છે.[૪]

ચિત્તભ્રમણાની કેટલીક તબીબીય વ્યાખ્યાઓ છે (ડીએસએમ-પાંચ (DSM-IV) અને આઈસીડી-10 (ICD-10) સહિત). જોકે, તમામ સમાવિષ્ટોમાં કેટલાક પાયાના લક્ષણો છે.

પાયાના લક્ષણો નીચે મુજબ છેઃ

 • જાગૃકતામાં ગરબડ (જેમકે, પરિસ્થિત પ્રત્યે જાગૃતિની ઘટી ગયેલી સ્પષ્ટતા, સાથે કોઈપણ બાબતે ધ્યાન આપવાની, ધ્યાન ટકાવી રાખવાની ઘટતી સક્ષમતા કે અન્યત્ર ધ્યાન ખેંચાઈ જવું)
 • જ્ઞાનાત્મકતામાં પરિવર્તન (જેમકે, સમસ્યાનો ઉકેલ લાવવાની ક્ષમતામાં ઘટાડો અથવા યાદશક્તિમાં ઘટાડો) અથવા સમજશક્તિમાં ગરબડ
 • કલાકોથી શરૂ થયેલી સમસ્યા આગળ જતા દિવસોમાં પરિણામે અને સતત તેમાં વધ-ઘટ જોવા મળે

કેટલાક સામાન્ય લક્ષણો પણ ઉમેરવા જરૂરી છેઃ

 • આભાસ અને અવ્યવસ્થિત ભાવનાત્મક સ્તર જેવી જાગૃકતા અને પ્રભાવમાં જોવા મળતી અનઅપેક્ષિત અસામાન્યતા.

ચિહ્નો અને લક્ષણો[ફેરફાર કરો]

ચિત્તભ્રમણા સંવેદનાના સંખ્યાબંધ ગ્રેડમાં અલગ અલગ રીતે જોવા મળતું હોવાથી તમામ લક્ષણો સંભવતઃ ઘણા જુદા જુદા જોવા મળે તેવી શક્યતા છે. ધ્યાન કેન્દ્રીતતામાં આવતી સામાન્ય અસક્ષમતાના પરિણામે માત્ર ખૂબ જ જટીલ સમસ્યાઓનો ઉકેલ ન લાવી શકવાની જ સમસ્યા થાય છે. એક શ્રેષ્ઠ ઉદાહરણ જોઈએ તો, કોઈ ગણિતવિદ્ જો તાવ જેવી કોઈ સમસ્યાથી પીડાતો હોય તો તેના રચનાત્મક કાર્યને કદાય યોગ્ય રીતે ન કરી શકે પરંતુ તેના રોજીંદા જીવનની પાયાની પ્રવૃત્તિઓ કરવામાં તેને કોઈ સમસ્યા નહીં પડે. જોકે, ચિત્તભ્રમણા વધુ પ્રબળતા પૂર્વક આવે છે અને તે અન્ય માનસિક કામગીરીઓમાં પણ ગરબડ ઉભી કરે છે અને તે કદાચ તે અચેતનાને વધુ વ્યાપક કરે છે અથવા જો જડવૃત્તિ (વેજીટેટીવ સ્ટેટ)માં વધારો કરે છે. બાદમાં આવતી અન્ય માનસિક સ્થિતિમાં વ્યક્તિ સંભવતઃ અચાનક જાગી જાય અને ઝડપથી જાગૃત અવસ્થામાં આવી સંખ્યાબંધ ઉત્તેજનાત્મક બાબતોએ પ્રતિક્રિયા આપે અને કોઈપણ અનુબદ્ધ ગતિવિધિ માટે સક્ષમ હોય પરંતુ કોઈપણ અર્થપૂર્ણ માનસિક કામગીરી કરવા માટે કોઈપણ રીતે સક્ષમ ન હોય તેવી સ્થિતિમાં જોવા મળે છે.

ધ્યાન કેન્દ્રીતતામાં અસક્ષમતા, ગૂંચવણ અને દિશાહિનતા[ફેરફાર કરો]

ચિત્તભ્રમણાથી પીડાતી વ્યક્તિ સ્પષ્ટ અને સુસંગત વિચારશક્તિ ગુમાવી દે છે. ધ્યાન આપવાની અસક્ષમતા (ધ્યાન કેન્દ્રીતતા), અથવા લક્ષ્ય-નિદેશિત વિચારસરણીમાં પણ સંભવતઃ તેમની અવ્યવસ્થિત અને અસંગત બોલીમાં આ લક્ષણ જોવા મળે છે. તેમના વિચારોમાં આ પ્રકારની મર્યાદાઓ તેમના ઉદ્દેશ્યવિહિન વર્તન જેમકે ખોળાખોળ કરવી, કંઈ શોધવા માટે આમતેમ ફાંફા મારવા, એક જ ઉદ્દેશ્ય કે દિશાના કામને પૂર્ણ કરવામાં ઘણી મુશ્કેલી પડવી વગેરેમાં જોવા મળે છે - વધુ સ્પષ્ટ રીતે કહીએ તો અતિક્ષુબદ્ધ વ્યક્તિ સંભવતઃ સતત અપૂર્ણ અને અસંબંધિત પ્રવૃત્તિઓમાં જ વ્યસ્ત રહે છે.

દિશાહિનતાને (ગૂંચવણનું અન્ય લક્ષણ, અને સમાન્યપણે વધુ ગંભીર) આસપાસની સ્થિતિ, પરિસ્થિતિ અને એવા સંદર્ભો કે જેમાં વ્યક્તિ જીવે છે તે અંગેની અજાગૃકતાના અભાવ તરીકે ગણવામાં આવે છે. તે સંભવતઃ ચિત્તભ્રમણા સાથે પણ જોવા મળી શકે છે પરંતુ તેની નોંધ લેવી જરૂરી નથી. દિશાહિનતા સમય (દિવસમાં શું સમય થયો, અઠવાડિયાનો કયો દિવસ થયો કે મહિનો, ઋતુ અથવા કયુ વર્ષ ચાલે છે તે પણ ખબર ન હોય), સ્થળ (વ્યક્તિ પોતે ક્યાં છે તે પણ ખબર ન હોય) કે વ્યક્તિ (એ પણ ખબર ન હોય કે પોતે કોણ છે)માં જોવા મળી શકે છે.

જો દિશાહિનતા હોય તો પણ જ્ઞાનાત્મક કામગીરીને ચિત્તભ્રમણા માટે તબીબીય માપદંડ તરીકે ગણવા અપૂરતી છે. આથી એવા લોકો કે જેઓ પોતે કોણ છે અને ક્યાં છે તે અંગે સંપૂર્ણ જાગૃત હોવા છતા એકાગ્રતાના અભાવે વિચારી ન શકતા હોય તો તેમને તબીબીય રીતે અતિક્ષુબ્ધ કહી શકાય. દરેક વ્યક્તિમાં સરેરાશ રીતે ચિત્તભ્રમણાનો તબક્કો એવી સ્થિતિ કે જેમાં ચરમસીમાની પીડા, ઊંઘનો અભાવ અથવા ભાવનાત્મક આઘાત જોવા મળે તેની લગભગ સમકક્ષ હોય છે.

ધ્યાન કેન્દ્રીતતા સહિત મોટાભાગની માનસિક આવડતો સમસ્યાઓના નિવારણ માટે જરૂરી હોવાથી આ સક્ષમતાને પણ ચિત્તભ્રમણામાં માઠી અસર પડે છે. જોકે, જ્યારથી સમસ્યાના નિરાકરણમાં સંખ્યાબંધ ગૌણ આવડતો અને મગજની પાયાની સક્ષમતા કે જે પૈકી કેટલીક અતિક્ષુબ્ધ દર્દીમાં ઘટી શકે છે તેનો સમાવેશ થયા બાદ આ બાબતને ગૌણ બાબત તરીકે ગણવામાં આવે છે.

યાદશક્તિની રચનામાં અવ્યવસ્થા[ફેરફાર કરો]

જ્ઞાનાત્મકતામાં હાનિ પહોંચવાથી ટૂંકા ગાળા કે લાંબા ગાળાની યાદશક્તિ (સ્મૃતિ)ની રચનાની સક્ષમતામાં હંગામી ધોરણે ઘટાડો થઈ શકે છે. ચિત્તભ્રમણા દરમિયાન ટૂંકાગાળાની યાદાશક્તિ સંબંધિત મુશ્કેલ પ્રવૃત્તિઓ જેમ કે એક ફોન નંબરનું પુનરાવર્તન સંભવતઃ સતત અવ્યવસ્થિત રહે પરંતુ ટૂંકાગાળાની યાદશક્તિ સંબંધિત સરળ પ્રવૃત્તિઓ જેમ કે એક જ શબ્દનું પુનરાવર્તન અથવા કોઈ સરળ પ્રશ્નનો જવાબ આપવા માટે તેને લાંબા સમય સુધી યાદ રાખવા જેવી બાબતોએ કદાચ હાનિ ન પણ પહોંચે. ચિત્તભ્રમણામાં નવી લાંબાગાળાની યાદશક્તિની રચનામાં ઘટાડો સામાન્યપણે જોવા મળે છે કારણ કે ટૂંકાગાળાની યાદશક્તિની કામગીરીની સરખામણીએ (નવી)લાંબાગાળાની યાદશક્તિની (વ્યાખ્યાનુસાર તે કેન્દ્રીતતાને જતી રહેતી અટકાવે છે) રચનાના પ્રારંભિક તબક્કે સામાન્યપણે વધુ પડતી ધ્યાન કેન્દ્રીતતાની જરૂર હોય છે. જૂની સ્મૃતિઓ એકાગ્રતા વગર જ યથાવત રહેતી હોવાથી, અગાઉથી રચાયેલી લાંબાગાળાની સ્મૃતિ (એટલે કે, ચિત્તભ્રમણા પહેલા રચાયેલી સ્મૃતિઓ) સામાન્યપણે તમામ પરંતુ ચિત્તભ્રમણાના સૌથી ગંભીર કેસોમાં જળવાઈ રહે છે. (અને જ્યારે નાશ પામે છે ત્યારે અતિક્ષુબ્ધ સ્થિતિથી નહીં પરંતુ મગજના અંતર્ગત રોગવિજ્ઞાનના આધારે નાશ પામે છે).

જાગૃકતામાં અસામાન્યતા અને અસર[ફેરફાર કરો]

ચિત્તભ્રમણામાં આભાસ (એક બાહ્ય સ્ત્રોતના અભાવના સાથે માનવામાં આવતો સંવેદના અનુભવ) અથવા તો ડિસ્ટોર્શન (વિકૃતિ) સ્થિતિ જોવા મળે છે પરંતુ નિદાન માટે તે જરૂરી નથી. સામાન્યપણે આ વિઝ્યુઅલ ડિસ્ટોર્શન (દ્રષ્ટિ વિકૃતિ) હોય છે અને તે સંખ્યાબંધ નાની પેટે સરકતી રચનાઓ (ખાસ કરીને ચિત્તભ્રમણા ટર્મન્સ વખતે ગંભીરરીતે દારુ બંધ કરવાથી થાય છે)થી તૈયાર થાય છે અથવા કદમાં ડિસ્ટોર્શન (વિકૃતિ) અથવા આસપાસના વાતાવરણની તીવ્રતાથી રચાય છે.

અતિક્ષુબ્ધ અવસ્થામાં વિચિત્ર પ્રકારની માન્યતાઓ પણ જોવા મળે છે, પરંતુ તબીબીય દ્રષ્ટિએ તેને ભ્રમણાના મજબૂત લક્ષણ તરીકે ન ગણી શકાય કારણ કે તે ખૂબ ટૂંકા ગાળાની હોવાનું ગણાય છે (એટલે કે તે હંગામી ભ્રમણાઓ છે- જેવી કે, એક નર્સ એવી વ્યક્તિ છે જે તેના ભૂતકાળથી ઈજાના કારણની કોશિષ કરે છે). રસપ્રદ વાત એ છે કે, કેટલાક કિસ્સામાં પીડિત વ્યક્તિમાં ચિત્તભ્રમણા બાદ સંભવતઃ ખોટી અથવા ભ્રામક સ્મૃતિઓ રહી જાય છે, જેમાં તેમની યાદશક્તિ ગૂંચવણભર્યા વિચારોના આધાર પર હોય છે અથવા સંવેદનાઓનું ડિસ્ટોર્શન (વિકૃતિ) જે ચિત્તભ્રમણાના તબક્કા દરમિયાન જોવા મળે છે. અન્ય ઉદાહરણો વાસ્તવિકતાઓને સપનાથી અલગ કરવામાં અસક્ષમતારૂપ બનશે.

પ્રભાવની અસામાન્યતા કે જે કદાચ ચિત્તભ્રમણાની સ્થિતિમાં હોય તેમાં સંભવતઃ સંખ્યાબંધ વિકૃતિઓ હોવાનું માનવામાં આવે છે અથવા સમન્વિત ભાવનાત્મક સ્થિતિઓ હોવાનું માનવામાં આવે છે. ભાવનાત્મક સ્થિતિમાં સંભવતઃ વધઘટ આવી શકે છે માટે અતિક્ષુબ્ધ વ્યક્તિમાં કદાચ ઝડપથી પરિવર્તનો જોવા મળે છે, ઉદાહરણ તરીકે જોઈએ તો, ત્રાસ, ઉદાસિનતા અને ઈર્ષા.

અવધિ[ફેરફાર કરો]

ચિત્તભ્રમણાનો સમયગાળો વિશિષ્ટ રીતે અંતર્ગત કારણોથી અસર પામે છે. જો તાવના કારણે હોય તો, અતિક્ષુબદ્ધ સ્થિતિ મોટાભાગે તાવની તીવ્રતાની અસર ઘટવા સાથે ઓછી થતી જાય છે. જોકે, લાંબા સમયથી એમ માનવામાં આવે છે કે ચિત્તભ્રમણાના કેટલાક કિસ્સા અમુક મહિનાઓ સુખી રહે છે અને કદાચ તે જ્ઞાનાત્મક કામગીરીમાં કાયમી ઘટાડા સાથે પણ સંબંધ ધરાવતા હોઈ શકે છે. બર્નોગે 1583માં કહ્યું હતું કે જો ચિત્તભ્રમણાનું નિરાકરણ થાય તો પણ, તેમાં “યાદશક્તિ અને તર્કશક્તિ ગુમાવવા”ની સ્થિતિ આવી શકે છે. એવા લોકો કે જે ક્યારેક ચિત્તભ્રમણાથી પીડાયા હોય અને હાલ સામાન્ય જ્ઞાનાત્મકતા ધરાવતા હોય તેવા દર્દીઓમાં પાછળના વર્ષોમાં ડિમેન્શિયા (ચિત્તભ્રંશ)નું જોખમ વધતુ થાય છે તેવા તારણો તાજેતરના અભ્યાસમાં આવ્યા છે. જોકે, આ પ્રકારના સંખ્યાબંધ કિસ્સામાં, બેશકપણે ચિત્તભ્રમણાની અલ્પત્તમ માનસિક અપક્રિયા (અગાઉ ડિમેન્શિયા)ની અગાઉ ન ધારેલી (પરંતુ સારી રીતે સમતુલિત) સ્થિતિનો કારણદર્શક પ્રકાર નથી હોતો પરંતુ માત્ર તણાવ સાથે હંગામી ધોરણે ખુલ્લા પડવાની પ્રક્રિયા તરીકે કામ કરે છે.

કારણો[ફેરફાર કરો]

ચિત્તભ્રમણા અંગની નિષ્ક્રિયતાનું ખૂબ જ સામાન્ય અને અચોક્કસ લક્ષણ છે, જ્યાં અંગ તરીકે મગજને ગણવામાં આવે છે. વધુમાં મગજમાં રચનાની ક્ષતિ સાથે સંકળાયેલા સંખ્યાબંધ અંગ સંબંધિત કારણો કે ચયાપચયની સમસ્યાઓ, તેમજ કેટલાક માનસિક રોગના કારણો કે જેમાં સંભવતઃ માનસિક ઘટક અથવા ભાવનાત્મક તણાવ કે માનસિક સમસ્યા પણ હોઈ શકે.

ચિત્તભ્રમણા સંભવતઃ સામાન્ય કે મોટી શારીરિક બીમારીના કારણે થઈ શકે છે અથવા અન્ય કોઈ પ્રક્રિયા કે જે સામાન્ય જીવનરસમાં થતા ફેરફારો અથવા મગજની કામગીરીમાં દખલ કરતી હોય તેના કારણે થઈ શકે છે.[૫] ઉદાહરણ તરીકે જોઈએ તો, તાવ, દુખાવો, ઝેર (ઝેરી દવાઓના રિએક્શન સહિત), મગજમાં ઈજા, સર્જરી, આઘાતજનક આંચકો, અન્ન, પાણી કે ઊંઘનો અભાવ, અને ચોક્કસ દવા કે દારુ આધારિત સ્થિતિના પાછા ખેંચાતા લક્ષણો આ તમામ બાબતો ચિત્તભ્રમણાના કારણ તરીકે ઓળખાય છે.

વધુમાં, મગજની અપક્રિયામાં ઝડપી અને ધીમા લક્ષણો વચ્ચે પણ આદાનપ્રદાન થતુ હોય છે; ખાસ કરીને જે લોકો પહેલાથી જ ધીમી માનસિક અપક્રિયાથી પીડાતા હોય તેમનામાં અતિક્ષુબદ્ધ સ્થિતિ ખૂબ સરળતાથી ઉભી થાય છે.[૬]

વયસ્ક લોકોમાં પેશાબતંત્રમાં ચેપને ચિત્તભ્રમણાનું સામાન્ય કારણ માનવામાં આવે છે, કે જેનો સરળતાથી એન્ટિબાયોટિક વડે ઈલાજ કરી ચિત્તભ્રમણાને પાછળ ધકેલી શકાય છે.

ચોક્કસ રોગવિજ્ઞાન અનુસાર સંખ્યાબંધ કારણોની યાદી છે, ચિત્તભ્રમણાના કારણોની મુખ્ય શ્રેણીઓમાં નીચેના કારણોનો સમાવેશ શાય છેઃ

ગંભીર બીમારી[ફેરફાર કરો]

સામાન્યપણે દેખીતી રીતે વર્તનમાં ગંભીર માનસિક અપક્રિયા જોવા મળે તેને ચિત્તભ્રમણા કહેવાય છે, જે મિકેનિકલી વેન્ટિલેટેડ મેડિકલ અને સર્જિકલ (યંત્રવત રીતે તૈયાર કરેલ ચોખ્ખી હવામાં રહેતા) આઈસીયુ (ICU)ના દર્દીઓમાં 60 ટકાથી 80 ટકા અને નોન વેન્ટિલેટેડ મેડિકલ આઈસીયુ (ICU)ના દર્દીઓમાં 50 ટકાથી 70 ટકા પ્રમાણમાં જોવા મળે છે.[૭] આઈસીયુ (ICU)માં રોકાણ દરમિયાન ગંભીર ચિત્તભ્રમણાની સમસ્યા થાય છે જે નોસોકોમિઅલ ન્યૂમોનિયા, સેલ્ફ-એક્સટુબેશન અને રેઈન્યુબેશન સહિત મેડિકલ વેન્ટિલેશન આવતી સમસ્યાઓ સાથે સંકળાયેલ છે.[૩] આઈસીયુ (ICU) ચિત્તભ્રમણાના કારણે બીમારીની ગંભીરતા સહિત અલગ અલગ સંબંધિત સમસ્યાઓને અંકુશમાં લેવાના પ્રયત્નો છતા છ મહિને દર્દીના મૃત્યુનું જોખમ 3 થી 11 ગણુ વધી જાય છે.[૩] અંતે, કેટલાક લોકો દ્વારા ડિરીલીયમને છઠ્ઠા મહત્વપૂર્ણ ચિહ્ન દ્વારા ઓળખવાનો પ્રયાસ કરવામાં આવે છે અને ચિત્તભ્રમણાનું નિદાન નિયમિત આઈસીયુ (ICU) મેનેજમેન્ટના ભાગરૂપે હોવું જોઈએ તે સલાહભર્યું છે.[૮] વયસ્ક લોકોને સંભવતઃ ચિત્તભ્રમણા અને ડિમેન્શિયાના ચોક્કસ આ ગુણનું જોખમ રહે છે.[૯] ચિત્તભ્રમણાના પેથોસાઈકોલોજિક તંત્ર વધુ સુધારેલી નિદાન પ્રક્રિયા અને પ્રબળ સારવાર છતા ચોક્કસપણે તો સમજી શકાતું જ નથી.

ચોક્કસ પદાર્થની ઉણપ સર્જાવી[ફેરફાર કરો]

દવાઓ કે ડ્રગ્સનો ડોઝ બંધ કરવો એ ચિત્તભ્રમણા માટે જવાબદાર એવું ઘણું સામાન્ય કારણ છે. સૌથી વધારે દારુનું સવેન બંધ કરવાથી કે બેન્ઝોડાઈઝેપાઈનનું સેવન બંધ કરવાથી અથવા તો અન્ય કોઈ ડ્રગ્સ એટલે કે માન્ય દવાઓ અથવા નશીલા પદાર્થો બંધ કરવાથી કેટલીક વખત ચિત્તભ્રમણાની સમસ્યા થાય છે.

મગજમાં સંપૂર્ણ સંરચનાત્મક વિકૃતિ[ફેરફાર કરો]

 • માથામાં ઈજા (જેમકે, મગજને સખત આઘાત, ઈજાના કારણે થતો રક્તપ્રવાહ, તીક્ષ્ણ ઈજા વગેરે)
 • મગજની બિમારીના કારણે મગજમાં સંપૂર્ણ સંરચનાત્મક વિકૃતિ (હુમલો, આપોઆપ લોહી વહી જવું, ગાંઠ વગેરે)

મજ્જાતંત્રની વિકૃતિઓ[ફેરફાર કરો]

 • વિવિધ મજ્જાતંત્રની વિકૃતિઓ
 • ઊંઘનો અભાવ[૧૦]

રુધિરાભિસરણ[ફેરફાર કરો]

 • ઈન્ટ્રક્રેનિઅલ હાઈપરટેન્શન (મસ્તિસ્કમાં વધુ પડતું લોહીનું ભ્રમણ)

શરીરમાં જરૂરી પોષકતત્વો, પોષક પદાર્થો વગેરેની ઉણપ[ફેરફાર કરો]

 • હાઈપોક્સિઆ (શરીરના કોષોમાં અપુરતો ઓક્સિજન પહોંચવો)
 • હાઈપોગ્સેમિયા (લોહીમાં અસામાન્ય રીતે શર્કરાના પ્રમાણમાં ઘટાડો)
 • ઈલેક્ટ્રોલાઈટ અસમતુલા (ડીહાઈડ્રેશન, વોટર ઈન્ટોક્સિકેશન)

માદકતા[ફેરફાર કરો]

 • વિવિધ ડ્રગ્સ (દવાઓ), દારુ, એનેસ્થેટિક્સની માદકતા
 • ચોક્કસ પ્રકારની દવા કે નશીલા પદાર્થોની આદત હોય તેવી વ્યક્તિને જો અચાનક તે પદાર્થ લેવાનું (“ડી-ટોક્સ”) બંધ કરી દે તો (જેમકે, દારુ, જુઓ ચિત્તભ્રમણા ટર્મન્સ, અને અન્ય ઘણા ઉત્તેજનાત્મક કે નશીલા પદાર્થો)
 • ઝેરી તત્વો (કાર્બન મોનોક્સાઈડ અને ચયાપચયમાં અવરોધ સહિત)
 • નશીલી દવાઓ સહિતની દવાઓ[૧૦]

માનસિક બીમારી[ફેરફાર કરો]

કેટલાક પ્રકારની માનસિક બીમારીઓ જેમકે માનસિક વિકૃતિ અથવા કેટલાક પ્રકારની માનસિક વ્યાધીઓ સંભવતઃ જ્ઞાનાત્મક કામગીરીમાં ઝડપથી થતી વધઘટ અને નબળાઈ તેમજ ધ્યાન કેન્દ્રીતતાની ક્ષમતામાં થતા ઘટાડાના કારણે થાય છે. જોકે, ટેકનિકલ રીતે જોઈએ તો તે ચિત્તભ્રમણા માટે જવાબદાર કારણો નથી, કારણ કે કોઈપણ જ્ઞાનાત્મક લક્ષણોમાં થતી વધઘટ કે જે આ પ્રકારની માનસિક વિકૃતિઓના પરિણામે જોવા મળે તેને વ્યાખ્યા અનુસાર પોતાની જાતે જ ઉભી થયેલી માનસિક વિકૃતિ અને તેના ભાગ રૂપે થતી સમસ્યા ગણવામાં આવે છે. આમ, શારીરિક વિકૃતિઓને માનસિક આડઅસરો કે લક્ષણોરૂપે થતા ચિત્તભ્રમણા તરીકે કહી શકાય; જોકે, પ્રાથમિક માનસિક વિકૃતિ કે જે, તેના લક્ષણો ઉભા કરે છે તેને એક વખત નિદાન થયા બાદ આ શ્રેણીમાં ન મુકી શકાય. જોકે, જો અંતર્ગત માનસિક વિકૃતિનું નિદાન કરવાનું બાકી હોય તો એવા સમયે, શારીરિક વિકૃતિઓના કારણે ઉત્પન થતા ચિત્તભ્રમણાથી આ લક્ષણનો તબીબીય રીતે અલગ દર્શાવવા કદાચ અશક્ય છે.

નિદાન[ફેરફાર કરો]

જ્ઞાનાત્મક અપક્રિયા માટે કારણરૂપ અન્ય પ્રક્રિયાઓના વિભિન્ન મુદ્દાઓ અને લક્ષણો:

 • ચિત્તભ્રમણા કદાચ માનસિક વ્યાધીથી અલગ હોઈ શકે છે, જેમાં સજાગ્રતા અને સમજશક્તિ કદાચ ઘટતી ન હોય (જોકે, અહીં પારસ્પરિક વ્યાપ્તતાની શક્યતા છે કારણ કે કેટલીક તીવ્ર માનસિક વ્યાધી જેમકે ખાસ કરીને વિકૃતિ ચિત્તભ્રમણા જેવી સ્થિતિ ઉભી કરી શકે છે).
 • ચિત્તભ્રમણા અને ડિમેન્શિયા (જૂના જૈવિક મસ્તિસ્ક સિન્ડ્રોમ) એકબીજાથી અલગ છે, જે “ઉપાર્જિત” (બિન-જ્ઞાનાત્મક) અને સામાન્યપણે અપરિવર્તનિય જ્ઞાનાત્મકતા અને કામગીરીમાં મનોવિજ્ઞાનિક ઘટાડાને દર્શાવે છે. ડિમેન્શિયા સામાન્યપણે ઓળખી શકાય તેવી બિનઉત્પાદક માનસિક બીમારી (ઉદાહરણ તરીકે અલ્ઝાઈમરની બીમારી અથવા હંટીંગટનની બીમારી)ના કારણે થાય છે. ડિમેન્શિયા સામાન્યપણે જાગૃકતાના સ્તરમાં થતા ફેરફાર સાથે સંકળાયેલી બીમારી નથી અને ડિમેન્શિયાના નિદાન માટે જૂની ક્ષતિ વિશેની માહિતી જરૂરી છે.
 • ચિત્તભ્રમણા અને તણાવ વચ્ચે તફાવત છે.
 • ચિત્તભ્રમણા માનસિક ગૂંચવણ અને ધ્યાન કેન્દ્રીતતાની ઉણપની સમય-સમય પર જોવા મળતી અસરના કારણે ઓળખાય છે જે લાંબાગાળાની અભ્યાસ વિકૃતિ અને વિવિધ જ્ઞાનાત્મક માનસિક અપક્રિયાના પરિણામે થાય છે. ચિત્તભ્રમણાને ‘ગંભીર ગૂંચવણભરી સ્થિતિ’ અથવા ‘ગંભીર માનસિક સિન્ડ્રોમ’તરીકે પણ ઓળખવામાં આવે છે. બંનેમાં ‘ગંભીર’ શબ્દ સમાન છે (મતલબઃ તાજેતરમાં થયેલો હુમલો ), આથી ચિત્તભ્રમણા અને ડિમેન્શિયામાં ઘણી તબીબીય વિશેષતા(એટલે કે રોગના લક્ષણો), વિકાસ સંબધિત અસક્ષમતા અથવા લક્ષણોના સમયગાળા જેવા મહત્વપૂર્ણ અપવાદ સહિત ધ્યાન ક્ષતિ હાઈપરએક્ટિવટી વિકૃતિ સમાન જોવા મળે છે.
 • ચિત્તભ્રમણા અને ગૂંચવણ બંને સિન્ડ્રોમ એકજ સમયે એકબીજા પર વ્યાપ્ત થતા જોવા મળતા હોવા છતા બંને સમાન નથી. જોકે, ગુચવાયેલ દર્દી સંભવતઃ પાગલ ન પણ હોય (તેના ઉદાહરણ તરીકે માનસિક રીતે સ્થિર અને બેબાકળી વ્યક્તિ કે સ્થાન અને સ્થળ અંગે દિશાહિન હોય), અને પાગલ વ્યક્તિ સંભવતઃ ગુચવાયેલી ન પણ હોય (ઉદાહરણ તરીકે, એવી વ્યક્તિ કે જેને તીવ્ર પીડા હોય તે ધ્યાન કેન્દ્રીત ન કરી શકે પરંતુ સંભવતઃ સંપૂર્ણપણે તેને દિશાસુઝ હોય અને ગુચવાયેલ ન હોય).

ઉપરોક્ત વિવિધ માપદંડ એવા ઉપસિદ્ધાંત કે નિષ્કર્ષ છે જે દર્શાવે છે કે ચિત્તભ્રમણાનું નિદાન અગાઉની બાબતોના જ્ઞાન વગર ન થઈ શકે અથવા અસરગ્રસ્ત વ્યક્તિની જ્ઞાનાત્મક કામગીરીના પાયાના સ્તર ની જાણકારી વગર ન થઈ શકે.

કેટલાક માન્ય અને વિશ્વસનિય માપદંડો હાલ છે જેનો ઉપયોગ કરીને તાલિમબદ્ધ વ્યક્તિ ચિત્તભ્રમણાનું ચોક્કસ નિદાન કરી શકે છે.[૧૧][૧૨]

સારવાર[ફેરફાર કરો]

ચિત્તભ્રમણા કોઈ બીમારી નથી પરંતુ એક સિન્ડ્રોમ છે (એટલે કે લક્ષણોનો સમૂહ) અને જે રીતે ઝડપી શ્વાસ થઈ જવા એ શ્વસનતંત્રની કામગીરીમાં ક્ષતિ દર્શાવે છે પરંતુ તેને બીમારી તરીકે ન ઓળખી શકાય તે જ રીતે આ સિન્ડ્રોમ મગજની અપક્રિયાનો સંકેત આપે છે. ચિત્તભ્રમણાની સારવારમાં બે મુખ્ય સ્ટ્રેટેજી (રીત) અપનાવવામાં આવે છે. એક તો એ કે જેમાં પહેલાથી જ ગણવામાં આવતા ગંભીર કારણ કે કારણોની સારવાર કરવામાં આવે છે. બીજી રીતમાં, મગજની આશાસ્પદ સ્થિતિની સારવાર કરવામાં આવે છે. તેમાં પહેલા ખાતરીમાં આવે છે કે ચિત્તભ્રમણાથી પીડાતા દર્દીમાં પુરતા પ્રમાણમાં ઓક્સિજીનેશન, હાઈડ્રેશન, ન્યૂટ્રીશન અને પોષક તત્વો સામાન્ય સ્તરમાં છે કે નહીં, દવાઓની અસરો ઓછામાં ઓછી થઈ ગઈ છે કે નહીં, કબજિયાત અને દુઃખાવાની સારવાર થઈ છે કે નહીં તેમજ અન્ય બાબતોની ચકાસણી કરવામાં આવે છે. માનસિક તણાવની જાણકારી અને તેનું નિયમન પણ ખૂબ મહત્વપૂર્ણ છે. આમ, ચિત્તભ્રમણાની સારવારની પરંપરાત પરિકલ્પના એટલે કે ‘મૂળ કારણની સારવાર’ પુરતી નથી. ચિત્તભ્રમણાથી પીડાતા દર્દીઓનું ખરેખર ઉચ્ચસ્તરીય ઉડાણપૂર્વકનું અને તજજ્ઞતાભર્યું વિશ્લેષણ થવું જોઈએ જેમાં મગજની કામગીરીને વિક્ષેપિત કરી શકે તેમન હોય એવા તમામ પાસાને સાંકળી લેવાય જરૂરી છે.

ચિત્તભ્રમણાની તબીબીય સારવાર માટેની પ્રથમ પસંદગી તેના કારણો પર આધારિત છે. ચિત્તભ્રમણાની સારવાર માટે એન્ટિસાઈકોટિક્સ સૌથી સામાન્ય અને સૌથી વધુ અભ્યાસ થયેલ દવાઓ છે. બેન્ઝોડાઈઝેપાઈન્સ પોતે જ ચિત્તભ્રમણાનું કારણ છે અથવા તો તેનાથી વધુ ગંભીર સ્થિતિ થઈ શકે છે અને સામાન્યપણે ચિત્તભ્રમણાના મોટાભાગના કારણોમાં બિનઅસરકારક નીવડે છે; જોકે, નશાપ્રેરક વસ્તુના સેવનને બંધ કરવાથી ચિત્તભ્રમણાની સમસ્યા થઈ હોય, જેમ કે, દારુનું સેવન બંધ કરવાથી અથવા બેન્ઝોડાઈઝેપાઈન્સનું સેવન બંધ કરવાથી અથવા દર્દી એન્ટિસાઈકોટિક્સ ન લઈ શકે તેમ હોય (જેમ કે, પર્કિન્સનની બીમારી) તો એવી સ્થિતિમાં બેન્ઝોડાઈઝેપાઈન્સની ભલામણ કરવામાં આવે છે અને તે સૌથી અસરકારક સારવાર પૂરવાર થાય છે. ચિત્તભ્રમણાની દર્દશામક અથવા લાક્ષાણિક સારવાર કેટલીક વખત દર્દીને આરામ આપવા માટે જરૂરી છે. એન્ટિસાઈકોટિક્સ મોટાભાગે એવા લોકો માટે યોગ્ય છે જેમનામાં હેલોપેરિડોલ જેવી ઓછામાં ઓછી એન્ટિકોલિનેર્જિક પ્રવૃત્તિ જોવા મળતી હોય અથવા રિસ્પેરિડોન પણ લઈ શકાય.[૧૩][૧૪][૧૫]

અન્ય પૂરાવા પણ એમ સુચવે છે કે બિનતબીબીય માપદંડો પણ સંભવતઃ ચિત્તભ્રમણાની ઘટનાના વિવરણ કરવામાં અથવા જાણવામાં અસરકારક સાબિત થાય છે.[૧૬] ચિત્તભ્રમણા માત્ર અન્ય સમસ્યાનું ચિહ્ન છે જે ઘણું નાનું કે નાજુક પણ હોઈ શકે છે આથી દવાઓ દ્વારા પાગલ વ્યક્તિની સારવાર પ્રાકૃતિક અટકળોથી ઘણી અલગ છે અને તેમાં ખૂબ ઉચ્ચ કક્ષાની કુશળતા હોવી જરૂરી છે.

એવા અહેવાલો પણ પ્રાપ્ય છે કે ચિત્તભ્રમણાની સારવારમાં કોલીનેસ્ટેરેસ અવરોધકો અસરકારક સાબિત થાય છે પરંતુ આ સંબંધે ખૂબ થોડા પુરાવા મળ્યા છે.[૧૭]

રોગશાસ્ત્ર[ફેરફાર કરો]

ચિત્તભ્રમણાનો સૌથી વધુ પ્રભાવ (મોટાભાગે 50 ટકાથી 75 ટકા દર્દીઓમાં) સામાન્યપણે આઈસીયુ (ICU) કે વિશેષ સારવારના એકમોમાં (જે અગાઉ ખોટી રીતે આઈસીયુ સાઈકોસિસ તરીકે ગણવામાં આવતું હતું, જે ઓળખ હવે નથી કારણ કે વધુ વ્યાપાક સ્થિતિનો સ્વીકાર કરાયો છે અને વિજ્ઞાનિક રીતે ચિત્તભ્રમણા શબ્દને સમર્થિત છે) દાખલ કરાયેલા ગંભીર રીતે બીમાર દર્દીઓમાં જોવા મળે છે. ત્યારથી આઈસીયુ (ICU)ના દર્દીઓમાં ચિત્તભ્રમણા થવાની વાતને માન્યતા મળી છે અને તેમના માટે ચિત્તભ્રમણા યંત્રો જેમ કે આઈસીયુ (ICU) માટે ગૂંચવણ મુલ્યાંકનની પદ્ધતિ (CAM-ICU)[૧૧] અને ઈન્સેન્ટિવ કેર ડિલીરીયમ સ્ક્રિનિંગ ચેકલિસ્ટ (IC-DSC)[૧૨] અમલમાં મુકવાનું સરળ બન્યું છે. દર વર્ષે આઈસીયુ (ICU)ના હજારો દર્દીઓમાં ચિત્તભ્રમણાની સમસ્યા થતી હોવાથી, એમ સ્વીકારવામાં આવ્યું છે કે મોટાભાગની હાઈપોકેટિવ વૈવિધ્યતાથી થતી સમસ્યા આ પ્રકારના યંત્રો દ્વારા જ્યાં સુધી સક્રિયપણે ધ્યાન આપવામાં ન આવે ત્યાં સુધી ખૂબ સરળતાથી મેનેજિંગ ટીમ (પ્રબંધક ટુકડી) ચુકી જાય છે અને તેમની નજરમાં આવતી નથી. આ પ્રકારના દર્દીઓમાં ચિત્તભ્રમણાનું કારણ અગાઉની માંદગીઓ પર આધારિત હોય છે, સડો કે ઓક્સિજનના સ્તરમાં ઘટાડાની નવી સમસ્યા, અને ઉન્માદક તેમજ પીડાની દવાઓ કે જે હવે લગભગ સમગ્ર વિશ્વમાં તમામ આઈસીયુ (ICU)ના દર્દીઓનો આપવામાં આવે છે. આઈસીયુ (ICU)ની બહાર, હોસ્પિટલના વોર્ડ અને નર્સિગ હોમ્સમાં પણ ચિત્તભ્રમણાની સમસ્યા ખાસ કરીને વયસ્ક લોકો માટે ઘણી મહત્વની તબીબીય સમસ્યા છે. ઘણા કેન્દ્રોમાં હોસ્પિટલના સૌથી નવા વિસ્તારો કે જેમાં ચિત્તભ્રમણાની શરૂઆત જ થતી હોય ત્યાં નિયમિતપણે ધ્યાન રાખવામાં આવે છે તે જગ્યા છે ઈમરજન્સી વિભાગ. ઉપરાંત, દર ચારમાંથી એક વૃદ્ધ દર્દી એક વખત પણ હોસ્પિટલમાં રોકાય તો તે ચિત્તભ્રમણાના અમુક ભાગથી પીડાય છે.

સમાજ અને સંસ્કૃતિ[ફેરફાર કરો]

ચાર્લ્સ ડિકન્સના ધ પિરવિક પેપર પરથી સીમ્સે (1995, p. 31) ધ સ્ટ્રોલર્સ ટેલ માં ચિત્તભ્રમણા અંગે ખૂબ જ "સારી રીતે વિસ્તૃત વિવરણ" કર્યું છે.[૧૮][૧૯]

આ પણ જુઓ[ફેરફાર કરો]

 • ચિત્તભ્રામક
 • ઓર્ગેનિક બ્રેઈન સિન્ડ્રોમ (અંગ સંબંધિત માનસિક સિન્ડ્રોમ)

સંદર્ભો[ફેરફાર કરો]

 1. "Delirium - Cleveland Clinic". મેળવેલ 2007-06-11.
 2. "અમેરિકન ફેમિલિ ફિઝિશિયન(પરિવારના તબીબ), માર્ચ 1, 2003 ચિત્તભ્રમણા". મૂળ માંથી 2007-09-29 પર સંગ્રહિત. મેળવેલ 2010-11-23.
 3. ૩.૦ ૩.૧ ૩.૨ Ely EW, Shintani A, Truman B; et al. (2004). "Delirium as a predictor of mortality in mechanically ventilated patients in the intensive care unit". JAMA. 291 (14): 1753–62. doi:10.1001/jama.291.14.1753. PMID 15082703. Explicit use of et al. in: |author= (મદદ)CS1 maint: multiple names: authors list (link)
 4. બેર્રિઓસ જી ઈ (1981) 19મી સદીમાં ચિત્તભ્રમણા અને ગૂંચવણ. બ્રિટિશ જર્નલ ઓફ સાઈકિયાટ્રી 139: 439-449
 5. લોસ ઓફ આઈક્યૂ ઈન ધ આઈસીયુ બ્રેઈન ઈન્જરી વિધાઉટ ધ ઈન્સલ્ટ. મેડ હાઈપોથિસિસ. 2007;69(6):1179-82. ઈપબ્લિકેશન 2007 જૂન 6. પીએમઆઇડીઃ 17555884
 6. ગંધર એમએલ, જેક્સન જેસી, ઈલી ઈડબ્લ્યૂ. ધ કગ્નિટિવ કોસિક્વન્સીસ ઓફ ક્રિટિકલ ઈલનેસઃ પ્રેક્ટિકલ રિકમન્ડેશન્સ ફોર સ્ક્રિનિંગ એન્ડ એસેસમેન્ટ ક્રિટ કેર ક્લિન. 2007 જુલાઈ;23(3):491-506. સમીક્ષા. પીએમઆઇડી 17900482
 7. Gunther ML, Morandi, A, Ely EW; et al. (2008). "Pathophysiology of delirium in the intensive care unit". Critical Care Clinics. 24 (1): 45–65. doi:10.1016/j.ccc.2007.10.002. PMID 18241778. Explicit use of et al. in: |author= (મદદ)CS1 maint: multiple names: authors list (link)
 8. Flaherty JH, Rudolph J, Shay K; et al. (2007). "Delirium is a serious and under-recognized problem: why assessment of mental status should be the sixth vital sign". J Am Med Dir Assoc. 8 (5): 273–5. doi:10.1016/j.jamda.2007.03.006. PMC 2645654. PMID 17234820. Explicit use of et al. in: |author= (મદદ)CS1 maint: multiple names: authors list (link)
 9. Inouye SK, Ferrucci L. (2006). "Elucidating the pathophysiology of delirium and the interrelationship of delirium and dementia". J Gerontol a Biol Sci Med Sci. 61 (12): 1277–80. PMC 2645654. PMID 17234820.
 10. ૧૦.૦ ૧૦.૧ Belluck, Pam (June 20, 2010). "Hallucinations in Hospital Pose Risk to Elderly". New York Times. મેળવેલ 2010-06-21. The cause of delirium is unclear, but there are many apparent triggers: infections, surgery, pneumonia, and procedures like catheter insertions, all of which can spur anxiety in frail, vulnerable patients. Some medications, difficult for older people to metabolize, seem associated with delirium. Cite has empty unknown parameter: |coauthors= (મદદ)
 11. ૧૧.૦ ૧૧.૧ ઈ. ડબ્લ્યૂ ઈલી, એસ.કે.ઈનોવ્ય. જી.આર. બર્નાર્ડ, એસ. ગોર્ડન, જે.ફ્રાન્સિસ, એલ. મે, બી. ટ્રુમન, ટી. સ્પેરોફ્ફ, એસ. ગૌતમ, આર. માર્ગોલીન, આર.પી. હેર્ટ અને આર. ડીટ્સ ડિલીરીયમ ઈન મિકેનિકલી વેન્ટિલેટેડ પેશન્ટ્સઃ વેલિટીડી એન્ડ રિલાયબલિટી ઓફ ધ કન્ફ્યૂઝન એસેસમેન્ટ મેથડ ફોર ધ ઈન્સેન્ટિવ કેર યુનિટ (સીએએમ- આઈસીયુ) (CAM-ICU). જેએએમએ (JAMA) 286 (21):2703-2710, 2001.
 12. ૧૨.૦ ૧૨.૧ એન. બેર્ગેરોન, એમ.જે.ડુબોઈસ, એમ. ડુમોન્ટ, એસ. ડાયલ અને વાય. સ્કોર્બિક ઈન્સેન્ટિવ કેર ડિલીરીયમ સ્ક્રિનિંગ ચેકલિસ્ટઃ ઈવોલ્યુશન ઓફ અ ન્યૂ સ્ક્રિનિંગ ટૂલ. ઈન્સેન્ટિવ કેર મેડ 27 (5):859-864, 2001.
 13. પંધારીપાન્ડે પીપી, પુન બીટી, હેર્ર ડીએલ, મેઝ એમ. ગીરાર્ડ ટીડી, મિલર આરઆર, શિન્તાનિ એકે, થોમ્પ્સન જેએલ, જેક્સન જેસી, ડેપ્પેન એસએ, સ્ટિલ્સ આરએ. ડીટ્સ આરએસ, બર્નાર્ડ જીઆર, ઈલી ઈબ્લ્યૂ. એન. જેએએમએ (JAMA). 2007 ડીસેમ્બર 12;298(22):2644-53. પીએમઆઇડી 18073360
 14. Lonergan E, Luxenberg J, Areosa Sastre A, Wyller TB (2009). "Benzodiazepines for delirium". Cochrane Database Syst Rev (1): CD006379. doi:10.1002/14651858.CD006379.pub2. PMID 19160280. Unknown parameter |unused_data= ignored (મદદ)CS1 maint: multiple names: authors list (link)
 15. Tyrer, Peter; Silk, Kenneth R., સંપાદકો (24 January 2008). "Delerium". Cambridge Textbook of Effective Treatments in Psychiatry (1st આવૃત્તિ). Cambridge University Press. પૃષ્ઠ 175–184. ISBN 978-0521842280. Cite uses deprecated parameter |chapterurl= (મદદ)
 16. Inouye SK, Bogardus ST, Charpentier PA; et al. (1999). "A multicomponent intervention to prevent delirium in hospitalized older patients". N. Engl. J. Med. 340 (9): 669–76. doi:10.1056/NEJM199903043400901. PMID 10053175. Unknown parameter |month= ignored (મદદ); Explicit use of et al. in: |author= (મદદ)CS1 maint: multiple names: authors list (link)
 17. Overshott R, Karim S, Burns A (2008). "Cholinesterase inhibitors for delirium". Cochrane Database Syst Rev (1): CD005317. doi:10.1002/14651858.CD005317.pub2. PMID 18254077. Unknown parameter |unused_data= ignored (મદદ)CS1 maint: multiple names: authors list (link)
 18. Sims, Andrew (2002). Symptoms in the mind: an introduction to descriptive psychopathology. Philadelphia: W. B. Saunders. ISBN 0-7020-2627-1.
 19. ડીકન્સ, સી. (1837) ધ પિકવિક પેપર્સ . પ્રોજેક્ટ ગુટેનબર્ગ પર મફતમાં પ્રાપ્ય

વધુ વાંચન[ફેરફાર કરો]