ચોર્યાસીસ્તંભ છત્રી, બુંદી
Appearance
ચોર્યાસીસ્તંભ છત્રી અથવા 84-Pillared Cenotaph એક ઐતિહાસિક સ્થળ છે, જે બુંદી નગર, રાજસ્થાન, ભારત ખાતે આવેલ છે. આ ઈમારતનું નિર્માણ ઈ. સ. ૧૬૮૩ના વર્ષમાં બુંદીના મહારાજા રાવ રાજા અનિરુદ્ધ દ્વારા તેમના સૌતેલા ભાઈ દેવાના સ્મારક તરીકે કરાવવામાં આવ્યું હતું. તેને સંગીત મહારાણિની છત્રી પણ કહેવામાં આવે છે.
આ ઈમારતનું માળખું એક વિશાળ શિવલિંગ કે જે શણગારેલ છત કે જે ૮૪ (ચોર્યાસી) સ્તંભોનો આધાર ધરાવે છે તેના દ્વારા આવરી લેવામાં આવેલ છે; પરંપરા એવી છે કે આ સ્તંભોને ગણતી વખતે કોઈપણ વ્યક્તિ ૮૪ સ્તંભો સુધી પહોંચવા માટે અસમર્થ ગણાય છે.