જરથુષ્ટ્ર

વિકિપીડિયામાંથી
અષો જરથુષ્ટ્ર, ૧૯મી સદીનું ચિત્ર.

અષો જરથુષ્ટ્રનો જન્મ ઇ.સ. પૂર્વે ૬૦૦ની આસપાસ ઈરાનના આઝર બેઇજાન નામના પ્રાંતમાં થયો હતો.[૧]

તેમણે પ્રભાવશાળી ગુરુના સાંનિઘ્યમાં વિધાભ્યાસનો પ્રારંભ કર્યો. તે વખતે રૂઢિચુસ્ત સમાજ હતો જયારે અષો જરથુષ્ટ્ર ક્રાંતિકારી હતા. તેમણે પત્નીની પસંદગી સ્વયં કરી. એમનાં પત્ની હવોવીથીએ ત્રણ પુત્રો અને પુત્રીઓને જન્મ આપ્યો હતો. ઈશ્વરપ્રાપ્તિ એમના જીવનનું એક માત્ર લક્ષ્ય બની રહ્યું. જેઓ નિર્જન પહાડો ઉપર જતા. ત્યાં બેસીને અનેક કલાકો સુધી ચિંતન કરતા. આમ અનેક મહિનાઓ વીતી ગયા. ધીરજ ખૂટવા લાગી. નિરાશા ધેરી વળે તેવું લાગ્યું. એવામાં સાયંકાળે અસ્તાચળે જતા સૂર્યે એમને જ્ઞાનનો પ્રકાશ આપ્યો. ઈશ્વર-અહુરમઝદે દર્શન આપ્યાં. અહુરમઝદે અષો જરથુષ્ટ્રને વરદાન માગવા કહ્યું તો અષો જરથુષ્ટ્રે પવિત્રતાની માગણી કરી. આમ અષો એટલે પવિત્ર જરથુષ્ટ્ર બન્યા.

જ્ઞાનપ્રાપ્તિ પછી એમણે ધર્મપ્રચારનું કાર્ય આરંભ્યું. પ્રારંભમાં તેમને એક શિષ્ય મળ્યો. પછી રાજયાશ્રય પણ મળ્યો. ૪૭ વર્ષ સુધી ધર્મસ્થાપક તરીકે એમણે ઈરાનમાં જરથોસ્તી ધર્મની જયોત જલાવી રાખી. ૭૭ વર્ષની વયે જયારે તેઓ બંદગી કરતા હતા ત્યારે તુરાની દુરાસરૂન સૈનિકે એમની પીઠ પાછળ ઘા કર્યો જેથી એમનું મૃત્યુ થયું.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "Zarathustra". Ancient History Encyclopedia. મેળવેલ 2020-03-29.