જીભ

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
માનવ જીભ

જીભ એ મુખમાં રહેલ,ચાવવા અને ગળવા માટે ઉપયોગી તેવું કંકાલિય સ્નાયુ(મજ્જા)નું બનેલ અંગ છે. માનવની સ્વાદેન્દ્રિ હોવા થી તેનું એક નામ રસના પણ છે. જીભની મોટાભાગની ઉપલી સપાટી સ્વાદાંકુરો (taste buds) થી છવાયેલ હોય છે.તે ઉપરાંત જીભ તેની બહોળા પ્રમાણમાં વિવિધરીતે હલચલ કરવાની ક્ષમતાને કારણે વાચા (અવાજ) ઉત્પન કરવાનાં કાર્યમાં પણ સહાયરૂપ છે. તે સંવેદનશીલ અને લાળ વડે ભિંજાયેલ હોય છે,તેમાં પુષ્કળ પ્રમાણમાં રક્તવાહિનીઓ અને તંત્રિકાઓ (ચેતાતંત્રિય કોષો) રહેલ હોય છે જે તેને હલનચલનમાં મદદરૂપ છે.[૧]

બંધારણ[ફેરફાર કરો]

જીભ અને મુખગુહાનીં આંતરીક રચના દર્શાવતું ચિત્ર,જેમાં સ્પષ્ટ દેખાવ માટે ગાલનો ભાગ દુર કરાયો છે.
બાહ્ય માંસપેશીઓને દર્શાવતું જીભનું પાશ્ર્વદ્રશ્ય.

જીભ મુખ્યત્વે કંકાલીય સ્નાયુઓ(મજ્જા)ની બનેલ હોય છે. જીભ માનવામાં આવે છે તેના કરતાં વધુ , છેક મુખની પાછળનીં સીમા સુધી,ગળામાં ઉંડે સુધી,ફેલાયેલી અને મોટી હોય છે.

જીભની ઉપલી સપાટી મુખ્યત્વે બે ભાગમાં વહેંચાયેલ હોય છે:

  • મૌખિક ભાગ (oral part) (જીભનો બાહ્ય ૨/૩ ભાગ) જે મોટાભાગે મુખમાં રહેલ હોય છે.
  • (pharyngeal part) (જીભનો આંતરીક ૧/૩ ભાગ), જે ગળામાં અંદરની બાજુ (oropharynx) રહેલો હોય છે.

આ બંને ભાગો V-આકારનાં ખાંચા વડે અલગ પડે છે, જે જીભને દર્શાવે છે.

જીભનાં વિસ્તારો પર આધારીત અન્ય ભાગો આ પ્રમાણે છે:(સંદર્ભ આપો)

સામાન્ય નામ સંરચનાત્મક નામ વિશેષણ
(apex)ટોચકું apical
(lamina)જીભનીં ધાર laminal
જીભનો પુષ્ઠભાગ dorsum (back) dorsal
જીભનું મૂળ radix radical
(corpus) જીભનાં કોષ corporeal

સંદર્ભ[ફેરફાર કરો]

  1. Maton, Anthea; Jean Hopkins, Charles William McLaughlin, Susan Johnson, Maryanna Quon Warner, David LaHart, Jill D. Wright (1993). Human Biology and Health. Englewood Cliffs, New Jersey, USA: Prentice Hall. ISBN 0-13-981176-1.  Cite uses deprecated parameter |coauthors= (help); Check date values in: 1993 (help)