લખાણ પર જાઓ

જેન્સી જેમ્સ

વિકિપીડિયામાંથી
પ્રોફેસર

ડો. જેન્સી જેમ્સ
ઉપ-કુલપતિ, કેરળ કેન્દ્રીય વિશ્વવિદ્યાલય, કાસરગોડ
કેરળ કેન્દ્રીય વિશ્વવિદ્યાલય, કાસરગોડ
પદ પર
Assumed office
માર્ચ ૨૦૦૯
અંગત વિગતો
રાષ્ટ્રીયતાભારતીય

જેન્સી જેમ્સ (અંગ્રેજી: Jancy James) દક્ષિણ ભારતના કેરળ રાજ્યમાં કાસરગોડ ખાતે કેરળ કેન્દ્રીય વિશ્વવિદ્યાલયના પ્રથમ ઉપ-કુલપતિ છે. ડો. જેન્સી જેમ્સને સર્વશ્રેષ્ઠ અકાદમી માટે જાણીતા પ્રોફેસર એમ વી પાલે પુરસ્કાર માટે પસંદ કરવામાં આવ્યા હતા. આ પહેલાં તેણી કેરળ ખાતે મહાત્મા ગાંધી યુનિવર્સિટીના કુલપતિ હતા.[] તેઓ કેરળ યુનિવર્સિટીના ઉપ-કુલપતિ તરીકે પ્રથમ મહિલા હતી, જ્યારે તેણીની મહાત્મા ગાંધી યુનિવર્સિટી ખાતે નિમણૂક કરવામાં આવી હતી. લેખક, સાહિત્યિક વિવેચક, સંશોધક અને અનુવાદક એવા જેન્સી જેમ્સએ કેન્દ્ર સાહિત્ય અકાદમીના સભ્ય તરીકે અને ભારતીય તુલનાત્મક સાહિત્ય સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષા તરીકે સેવા આપી છે. તેણી ૨૦૧૧ના વર્ષમાં ઓબામા-સિંહના હેતુ સાથે વોશિંગ્ટન ખાતે ભારત-અમેરિકા ઉચ્ચ શિક્ષણ પરિષદમાં માનવ સંસાધન વિકાસ મંત્રીના નેતૃત્વ હેઠળ ભારતીય પ્રતિનિધિમંડળના સભ્ય રહ્યા હતા.

સંદર્ભો

[ફેરફાર કરો]
  1. "The Hindu : Kerala / Thiruvananthapuram News : Jancy James to head new university". મૂળ માંથી 2009-06-10 પર સંગ્રહિત. મેળવેલ 2017-04-10.