ઝહીર અબ્બાસ

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ

સૈયદ ઝહીર અબ્બાસ કિરમાણી (અંગ્રેજી:Syed Zaheer Abbas Kirmani) (ઉર્દૂ ભાષા:‎‏: سید ظہیر عباس کرمانی),‏‎)નો જન્મ ચોવીસમી જુલાઇ, ૧૯૪૭ના દિવસે, પાકિસ્તાનમાં આવેલા સિયાલકોટ ખાતે થયો હતો. ઝહીર અબ્બાસ તરીકે જાણીતા આ ક્રિકેટ ખેલાડી હાલ રમતમાંથી નિવૃત્ત થઈ ચુક્યા છે. તેઓ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પાકિસ્તાન તરફથી બેટધર તરીકે પાંચદિવસીય ટેસ્ટ તથા એકદિવસીય મેચો રમી, ખુબ જ સારો દેખાવ કરી ચુક્યા છે. ઝહીરની ગણના પાકિસ્તાન તરફથી રમતા ખેલાડીઓ પૈકીના શ્રેષ્ઠ બેટધરોમાં આજે પણ થાય છે. વિશ્વના મહાન બેટધર તથા ભુતપૂર્વ ઓસ્ટ્રેલિયન ક્રિકેટર ડોન બ્રેડમેનના સંદર્ભમાં, તેઓ "એશીયન બ્રેડમેન" તરીકે પણ ઓળખાતા હતા.[૧][૨][૩] . વ્યવસાયી ક્રિકેટ રમતા ખેલાડીઓમાં જૂજ સંખ્યામાં જોવા મળતા ચશ્માધારી ખેલાડી પૈકીના ઝહીર અબ્બાસ એક છે.

સંદર્ભો[ફેરફાર કરો]

  1. "Zaheer Abbas Profile". Yahoo! Cricket. Retrieved 2010-08-12. Check date values in: |accessdate= (મદદ)
  2. "And the man played on... And on". Cricket365. Retrieved 2010-08-12. Check date values in: |accessdate= (મદદ)
  3. "Zaheer Abbas: The Asian Bradman". Cricinfo. March 6, 2001. Retrieved 2010-08-12. Check date values in: |accessdate=, |date= (મદદ)