ટેક્સાસનો ધ્વજ

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
ટેક્સાસનો ધ્વજ

ટેક્સાસનો ધ્વજ એ "લોન સ્ટાર ફ્લેગ" (એકલા-અટૂલા તારા વાળો ધ્વજ) તરીકે ઓળખાય છે. આ ધ્વજ ડિસેમ્બર ૨૮, ૧૮૩૮ ના રોજ રિપબ્લિક ઓફ ટેક્સાસના સાંસદ વિલિયમ એચ. વ્હાર્ટન દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો. તે જાન્યુઆરી ૨૪, ૧૮૩૯ ના રોજ રાષ્ટ્રીય ધ્વજ બન્યો.

જ્યારે ડિસેમ્બર ૨૯, ૧૮૪૫ના રોજ ટેક્સાસ અમેરિકાનું ૨૮મું રાજ્ય બન્યું ત્યારે આ ધ્વજ રાજ્યનો ધ્વજ બની ગયો. ધ્વજમાં દરેક રંગ ખાસ મહત્વ ધરાવે છે. વાદળી રંગ નિષ્ઠા, સફેદ રંગ વિશુદ્ધતા અને લાલ રંગ બહાદુરીનું સૂચક છે.