ત્રિપિટક
Appearance
(ટ્રીપીતક થી અહીં વાળેલું)
ત્રિપિટક (પાલિ ભાષા:તિપિટક; શાબ્દિક અર્થ: ત્રણ પટારા) બૌદ્ધ ધર્મનો એક પ્રાચિન ધર્મગ્રંથ છે. આ ગ્રંથ પાલી ભાષામાં લખવામાં આવ્યો છે. આ બૌદ્ધ ધર્મનો મુખ્ય ગ્રંથ છે જેને બધા જ બૌદ્ધ સંપ્રદાયો (મહાયાન, થેરવાદ, બજ્રયાન, મૂલસર્વાસ્તિવાદ, નવયાન આદિ) માને છે. આ બૌદ્ધ ધર્મનો પ્રાચીનતમ ગ્રંથ છે જેમાં ભગવાન બુદ્ધના ઉપદેશ સંગ્રહિત કરવામાં આવેલા છે [૧]. આ ગ્રંથને વિભિન્ન ભાષાઓમાં અનુવાદિત કરવામાં આવ્યો છે. આ ગ્રંથમાં ભગવાન બુદ્ધ દ્વારા બુદ્ધત્ત્વ પ્રાપ્ત કર્યું તે સમયથી લઇને મહાનિર્વાણ સુધી આપેલાં પ્રવચનોને સંગ્રહિત કરવામાં આવ્યા છે[૨].
ગ્રંથ વિભાજન
[ફેરફાર કરો]ત્રિપિટક ગ્રંથને ત્રણ ભાગોમાં વિભાજિત કરવામાં આવેલ છે. વિનયપિટક, સુત્તપિટક ઔર અભિધમ્મ પિટક. જેનો વિસ્તાર આ પ્રકારનો છે[૩]-
- વિનયપિટક
- સુત્તવિભંગ (પારાજિક, પાચિત્તિય)
- ખન્ધક (મહાવગ્ગ, ચુલ્લવગ્ગ)
- પરિવાર
- પાતિમોક્ખ
- સુત્તપિટક
- દીઘનિકાય
- મજ્ઝિમનિકાય
- સંયુત્તનિકાય
- અંગુત્તરનિકાય
- ખુદ્દકનિકાય
- ખુદ્દક પાઠ
- ધમ્મપદ
- ઉદાન
- ઇતિવુત્તક
- સુત્તનિપાત
- વિમાનવત્થુ
- પેતવત્થુ
- થેરગાથા
- થેરીગાથા
- જાતક
- નિદ્દેસ
- પટિસંભિદામગ્ગ
- અપદાન
- બુદ્ધવંસ
- ચરિયાપિટક
- અભિધમ્મપિટક
- ધમ્મસંગણિ
- વિભંગ
- ધાતુકથા
- પુગ્ગલપઞ્ઞતિ
- કથાવત્થુ
- યમક
- પટ્ઠાન
આ પણ જુઓ
[ફેરફાર કરો]
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "પ્રાચીન ભારત કી શ્રેષ્ઠ કહાનિયાઁ, લેખકઃ જગદીશ ચન્દ્ર જૈન, પ્રકાશક:ભારતીય જ્ઞાનપીઠ, પ્રકાશિત : મે ૦૯, ૨૦૦૩". મૂળ માંથી 2007-10-23 પર સંગ્રહિત. મેળવેલ 2010-06-29.
- ↑ પૃષ્ઠ ૯, પુસ્તકઃબુદ્ધવચન ત્રિપિટકયા ન્હાપાંગુ નિકાય ગ્રન્થ દીઘનિકાય,વીરપૂર્ણ સ્મૃતિ ગ્રન્થમાલા ભાગ-૩, અનુવાદક:દુણ્ડબહાદુર બજ્રાચાર્ય, ભાષા:નેપાલભાષા, મુદ્રકઃનેપાલ પ્રેસ
- ↑ "પ્રાચીન ભારત કી શ્રેષ્ઠ કહાનિયાઁ, લેખકઃ જગદીશ ચન્દ્ર જૈન, પ્રકાશક:ભારતીય જ્ઞાનપીઠ, પ્રકાશિત : મે ૦૯, ૨૦૦૩". મૂળ માંથી 2007-10-23 પર સંગ્રહિત. મેળવેલ 2010-06-29.