લખાણ પર જાઓ

ડેઝા વુ

વિકિપીડિયામાંથી

ડેઝા વુ અથવા ડેજા વુ. Déjà vu મુળ ફ્રેન્ચ શબ્દ છે. ડેઝા વુ એટલે અગાઉથી જોયેલું,આ એક માનસીક પ્રક્રિયા છે જેમા હાલમાં અનુભવાતી પરિસ્થિતિ કે અનુભવ પહેલા પણ ભુતકાળ થઈ ગયેલ અથવા અનુભવેલ હોવાની પ્રબળ સંવેદના થાય છે. જો કે આ વાસ્તવિક રીતે પહેલીજ વાર આપણી સમક્ષ આ દ્ર્શ્ય સર્જાતું હોય છે.

વૈજ્ઞાનિક સ્પષ્ટતા[ફેરફાર કરો]

આપણા જીવનમાં જે ઘટના થતી હોય તે આપણા મગજનાં એક સુક્ષ્મ ભાગમાં સંગ્રહ થાય છે.જ્યારે પણ કોઇ નવીન પરિસ્થિતિ થાય છે ત્યારે નિકટવર્તી જગત ના અમુક ભાગો પ્રમાણે આપણા મગજમાં પહેલેથી જે સંગ્રહ થયેલ છવીઓ માંથી હાલની પરિસ્થિતિ મુજબ માનસીક દ્ર્શ્ય ઊભું કરે છે.આથી એવો ભાસ થાય છે કે પહેલા પણ આ બધું થઈ ગયેલું છે જ્યારે હકીક્તમાં એ પહેલીજ વાર થતું હોય છે. આ વિષય પર હાલમાં પણ સંશોધન ચાલી રહ્યું છે. ઘણાં સંશોધકો આ પૂર્વજન્મની અનુભૂતિ સાથે પણ સાંક્ળે છે.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]