ડોરેમોન
ડોરેમોન | |
ચિત્ર:Doraemon volume 1 cover.jpg ડોરેમોન કોમિકનું પ્રથમ પોસ્ટર | |
ドラえもん | |
---|---|
Manga | |
Written by | ફુજિકો ફુજિઓ |
Published by | શોગાકુકન |
Demographic | કોડોમો |
Imprint | તેન્તૌમુશી કોમિક્સ |
Magazine | શોગાકુકન બાળ મેગેઝિન |
Original run | ઓગસ્ટ ૮, ૧૯૬૯ – જુન ૨૩, ૧૯૯૬ |
Volumes | ૪૫ |
એનિમી ટેલિવીઝન શ્રેણી | |
| |
સંબંધિત કાર્યો | |
|
ડોરેમોન (જાપાનીઝ: ド ラ え も ん) એ જાપાની માંગા શ્રેણી છે, જે ફુજિકો એફ. ફુજિઓ દ્વારા લખાયેલી અને ચિત્રીત છે. ડોરેમોન શ્રેણીને એક સફળ એનિમી શ્રેણી અને મીડિયા ફ્રેન્ચાઇઝી તરિકે સ્વીકારવામાં આવી છે. આ વાર્તા ડોરેમોન નામની રોબોટિક બિલાડીની આસપાસ ફરે છે, જે ૨૨મી સદીમાંથી નોબિતા નોબી નામના છોકરાની મદદ કરવા માટે સમયમાં પાછળ ૨૧મી સદીમાં સમયની મુસાફરી કરીને આવે છે.
ડોરેમોન માંગા શ્રેણીને પ્રથમ વખત ડિસેમ્બર ૧૯૬૯માં છ અલગ-અલગ મેગેઝિનોમાં પ્રસિદ્ધ કરવામાં આવી હતી. મુળ શ્રેણીમાં કુલ ૧,૩૪૫ વાર્તાઓની રચના કરવામાં આવી હતી, જે શોગાકુકને પ્રસિદ્ધ કરી હતી. ડોરેમોન એ વિશ્વની એવી એકમાત્ર સૌથી વધુ વેચાયેલી માંગા શ્રેણી છે કે જેની ૧૦૦ મિલિયન થી વધુ નકલો ૨૦૧૫માં વેચાઈ હોઈ.
માર્ચ ૨૦૦૮માં જાપાનના વિદેશ મંત્રાલયે ડોરેમોનને જાપાનો પ્રથમ "એનિમી એમ્બ્રેસેડર" જાહેર કર્યો હતો.[૧] ભારતમાં ડોરેમોન શ્રેણીને હિંદી, તેલુગુ અને તમિલ ભાષામાં ટેલિકાસ્ટ કરાય છે, ડોરેમોને ૨૦૧૩ અને ૨૦૧૫માં બે વખત બાળકો માટેના શ્રેષ્ઠ કાર્ટુનનો નિકલોડિયન કિડ્ઝ ચોઈસ એવોર્ડ ઇન્ડિયા જીત્યો છે.[૨] ટાઈમ એશિયા નામની મેગેઝિને ડોરેમોનને 'એશિયન હિરો'નું બિરુદ આપ્યુ હતું.
સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ AFP (માર્ચ 15, 2008). "Doraemon named 'anime ambassador'". Japan Today. મૂળ માંથી માર્ચ 18, 2008 પર સંગ્રહિત. Unknown parameter
|dead-url=
ignored (|url-status=
suggested) (મદદ) - ↑ "નિકલોડીયન કિ.ચો.એ". મૂળ માંથી 2018-07-19 પર સંગ્રહિત. મેળવેલ 2018-10-12.