ઢાંચાની ચર્ચા:રાજકોટ તાલુકાનાં ગામો

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

સુંદર ઢાંચો[ફેરફાર કરો]

જીતેન્દ્રસિંહજી, ખરેખર સુંદર ઢાંચો બનાવ્યો છે, તમે તો કહેતા હતા કે તમારે શિખવું છે માટે પ્રયત્ન કરશો, પરંતુ ઢાંચો જોઇને તો એમ લાગે છે કે મારે તમારી પાસે શિખવા આવવું પડશે. સાબાશ.

હવે એક-બે સુચનો. (૧) તમે બનાવેલો ઢાંચો ફક્ત રાજકોટ તાલુકાનાં ગામોની જ યાદી ધરાવે છે, તો પછી તે યાદીમાં રહેલા દરેક ગામની પાછળ 'રાજકોટ તાલુકો' એવું લખવાની શું જરૂર છે? મારા મતે તો તે દૂર કરવું જોઈએ. જો કોઇ લેખનું નામ પણ 'ગામનું નામ, તાલુકો' એ રીતે રાખેલું હોય તો તમે ઢાંચામાં તેને [[ગામનું નામ, તાલુકો|ગામનું નામ]] ઉદા. [[છગનપુર, કખગ તાલુકો|છગનપુર]] એ રીતે લખી શકો છો, જેથી ઢાંચામાં "રાજકોટ તાલુકો" એવી પુંછડી ના દેખાય. લેખો બનાવતી વખતે પણ જો તમને ખ્યાલ હોય કે જે તે નામ એક કરતા વધુ ગામો માટે વપરાયેલું છે, તો જ ગામનાં નામને અંતે અલ્પ વિરામ મુકી તાલુકાનું નામ મુકવું, નહીતર તેની જરૂર નથી. (૨) ગામોના નામોની યાદી જો કક્કાવાર ક્રમમાં ગોઠવવામાં આવે તો ઢાંચામાંથી લેખને શોધવું સરળ થઈ પડે.--ધવલચર્ચા/યોગદાન ૦૮:૧૪, ૩૦ એપ્રિલ ૨૦૦૯ (UTC)

તાલુકાનું ભૌગોલિક સ્થાન[ફેરફાર કરો]

આજે આ ઢાંચામાં કડીઓ ઉમેરતી વખતે ધ્યાન ગયું કે ઉત્તરમાં શું આવે તે ખાલી હતું, શોધતા નક્શામાં મોરબી નજરે પડે છે, પણ તે દૃઢપણે કહી શકાય તેમ નથી કેમકે ખુદ જિલ્લા પંચાયતની વેબસાઇટમાં પણ તાલુકાઓના પેટા પાના અસ્તિત્વમાં નથી અને નથી તો ત્યાં કોઈ તાલુકાસંગત વિગતો આપેલી. વધુમાં ઢાંચામાં ચોટીલા તાલુકો ઈશાન ખૂણે અને પશ્ચિમ દિશામાં એમ બંને બાજુ દર્શાવ્યો છે, જે શક્ય જ નથી. હું તો શોધી જ રહ્યો છું પણ જો કોઈને મારા પહેલા અધિકૃત નક્શો મળે કે જેમાં આ તાલુકાનું તેની સીમાઓ સાથે રેખાંકન થયેલું હોય, તો અહિં ઉમેરવા વિનંતી.--ધવલચર્ચા/યોગદાન ૧૫:૨૫, ૨૦ માર્ચ ૨૦૧૭ (IST)[ઉત્તર]