ત્રિકોણ

વિકિપીડિયામાંથી

ત્રિકોણ એ બે પરિમાણી આકાર અથવા ચોક્કસ ભાગનો વિસ્તાર છે. તેને ત્રણ સીધી બાજુઓ અને ત્રણ ખૂણાઓ હોય છે. આ ત્રણે ખૂણાનો સરવાળો ૧૮૦ અંશ થાય છે. તે ઓછામાં ઓછી ત્રણ બાજુઓ ધરાવતો બહુકોણ છે.

ત્રિકોણનાં પ્રકારો[ફેરફાર કરો]

કાટકોણ

ત્રિકોણની બાજુઓની લંબાઈ પ્રમાણે તેનાં ત્રણ ભાગ પાડી શકાય છે.

  • ત્રણ બાજુઓ સમાન હોય.
  • બે બાજુઓ સમાન હોય.
  • ત્રણેય બાજુઓની લંબાઈ જુદી-જુદી હોય.

ખૂણાઓ પ્રમાણે પણ ત્રિકોણનાં ભાગો પાડી શકાય છે.

  • કાટકોણ: જેની એક બાજુ ૯૦ અંશની હોય (કાટખૂણો).
  • ગુરૂકોણ: એક ખૂણો ૯૦ અંશ કરતાં મોટો હોય.
  • લઘુકોણ: બધાં ખૂણાઓ ૯૦ અંશ કરતાં નાનાં હોય.

વપરાશ[ફેરફાર કરો]

ત્રિકોણ ઘણાં ઉપયોગી છે, કારણ કે તેમનાં ખૂણાઓનું પ્રમાણ હંમેશા સરખું જ હોય છે. ત્રિકોણનો ઉપયોગ કરીને વસ્તુઓનું માપન કરવાની પદ્ધતિને ત્રિકોણમિતિ કહે છે. કેટલાંક લોકોએ તેમનું સમગ્ર જીવન ત્રિકોણનો અભ્યાસ કરવામાં ગાળ્યું છે.

આધુનિક કોમ્પ્યુટર્સ ત્રિકોણોનો ઉપયોગ જટિલ ગ્રાફિક્સ ચિત્રો અને આકારો બનાવવામાં કરે છે.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]