લખાણ પર જાઓ

દાંતનું ચોકઠું

વિકિપીડિયામાંથી
A maxillary denture.
Occlusal view of the same maxillary denture.

નકલી દાંતની બનાવટને દાંતનું ચોકઠું કહેવામાં આવે છે. ચોકઠું એ એક દાંતનું કે વધારે દાંતોનું કે મોઢામાં બધા જ દાંતોનું, કાયમી કે સહેલાઈથી કાઢી શકાય તેવુ હોય શકે. ચોકઠાંને તેના આકાર (આખું કે ફક્ત બે થી ત્રણ દાંત નુ), સ્થાન (ઉપરના જળબાનું કે નીચેના જળબાનુ) અને બનાવવામાં વપરાયેલા પદાર્થને આધારે ઘણા બધા વિભાગોમાં વહેંચી શકાય.


ચોકઠાના ફાયદા[ફેરફાર કરો]

દાંત વગરની વ્યક્તિને ચોકઠું પહેરવાને કારણે ખોરાક ચાવવામા સરળતા રહે છે.
નકલી દાંતને કારણે મોઢાની સુદંરતા જળવાય રહે છે.
ચોકઠું શબ્દો ઉચ્ચારણ પાછું જાળવવામાં ખાસ મદદ કરે છે. જેથી બોલવામાં સહેલાઈ રહે છે.
ચોકઠું પહેરવાથી માણસને ખોવાયેલો આત્મવિશ્વાસ પાછો મળે છે.


ચોકઠાંના પ્રકાર[ફેરફાર કરો]

દાંતના ચોકઠાંને મુખ્ય બે વિભાગોમાં વહેચવામાં આવે છે. આખું ચોકઠું (complete denture or full denture) અને અરધું ચોકઠું (partial denture).