લખાણ પર જાઓ

દારૂલ ઉલૂમ દેવબંદ

વિકિપીડિયામાંથી
Darul Uloom Deoband
دارالعلوم دیوبند
दारुल उलूम देवबंद
ચિત્ર:Jameah Darul Uloom Deoband.jpg
પ્રકારIslamic university
સ્થાપના31 May 1866
કુલપતિMajlis-e-Shoora
ઉપકુલપતિMufti Abul Qasim Nomani
સ્થાનDeoband Saharanpur, Uttar Pradesh, India
વેબસાઇટdarululoom-deoband.com

અંગ્રેજો વિરૂધ્ધ ૧૮પ૭નો બળવો

[ફેરફાર કરો]

અંગ્રેજો વિરૂધ્ધ ૧૮પ૭નો બળવો અસફળ નિવડયો તો અંગ્રેજોએ બદલામાં દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં કત્લેઆમ શરૂ કરી દીધી, ઠેર ઠેર ઉલમા અને મુસલમાનોને પકડીને સૂળીએ લટકાવવામાં આવ્યા, બંદૂક અને તોપોનું નિશાન બનાવવામાં આવ્યા, દિલ્હી મેરઠ અને આસપાસના અનેક શહેરોને વેરાન કરી દેવામાં આવ્યા, મુસલમાનોની સામુહિક પ્રવુત્તિનું કોઈ નાનું કેન્દ્ર પણ બાકી રાખવામાં આવ્યુ નહીં, હઝારો ઉલમા અને આગેવાનોને ખતમ કરી દેવામાં આવ્યા. અત્યાર સુધી સત્તા મુસલમાનોના હાથમાં હતી એટલે અંગ્રેજો તરફથી મુસલમાનોને વિશેષ રીતે દમનનું નિશાન બનાવવામાં આવતા હતા. દિલ્હી અત્યાર સુધી ઇસ્લામી વિદ્યાઓનું કેન્દ્ર હતું, કોલેજો અને મદરસાઓ અત્રે જ ઇલ્મનું નૂર રેલાવી રહયા હતા, પણ ૧૮પ૭ના બળવામાં દિલ્હી વેરાન થયું, સત્તા પરિવર્તન થયું તો ઇસ્લામી વિદ્યાઓ માટે એની કેન્િદ્રયતા પણ ખતમ થઈ ગઈ, આ લોહિયાળ બળવાને અને લોહીમાં તડપતા મુસલમાનોને જોઈ ચૂકેલ બલકે સ્વયં એને અનુભવી ચૂકેલ ઉલમાને ફિકર થઈ કે ઇલ્મ - મઅરિફત, જ્ઞાન - વિદ્યાના આ કાફલાને કયાં પડાવ આપવામાં આવે ? ભારતમાં બેસહારા - નિરાધાર મુસલમાનોના દીન - ઈમાનને સંભાળવા માટે કઈ રીત અપનાવવામાં આવે ?

છત્તા મસ્જિદ

[ફેરફાર કરો]

સદનસીબે કહો કે સંજોગ, ખુદાવંદી તકદીરમાં આ માટેની ચર્ચા વિચારણાનું કેન્દ્ર દેવબંદની 'છત્તા મસ્જિદ' બની હતી.

દેવબંદમાં હઝરત મવલાના ઝુલફિકાર અલી સાહેબ (રહ.), હઝરત મવલાના ફઝલુર્રહમાન સાહેબ, હઝરત મવલાના રફીઉદ્દીન સાહેબ અને હઝરત હાજી મુહંમદ આબિદ (રહ.) જેવા બુઝુર્ગો તે સમયે હયાત હતા. મવલાના કાસિમ નાનોત્વી (રહ.) એ ૧૮પ૭ ના બળવામાં સંપૂર્ણપણે ભાગ લીધો હતો, પણ બળવો અસફળ થતા હવે ભારતમાં મુસલમાનોના ધાર્મિક અસ્તિત્વ માટે કંઈક નવી યોજનાની ફિકરમાં હતા, દેવબંદમાં એમની સાસરી હતી, એટલે ત્યાં આવતા રહેતા હતા અને ઉપર જણાવેલ બુઝુર્ગોથી ગાઢ સંબંધ સ્થાપાય ચૂકયો હતો

મવલાના રફીઉદ્દીન સાહેબ અને જનાબ હાજી મુહંમદ આબિદ સાહેબ (રહ.) છત્તા મસ્િજદમાં જ રહેતા હતા, એટલે મવલાના કાસિમ (રહ.) પણ ત્યાં જ રોકાતા.

હવે જયારે આ બુઝુર્ગો મશવેરો - ચર્ચા કરતા તો છેલ્લે વાત એક જ બિંદુ પર આવી અટકતી કે મુસલમાનોના ઉજળા ભવિષ્ય માટે એક દીની - ઇલ્મી દર્સગાહ દિલ્હીના બદલે દેવબંદમાં જ શરૂ કરવામાં આવે.

મવલાના કાસિમ નાનોત્વી (રહ.) ઈ.સન ૧૮૬૦ (૧ર૭૭ હિ.)માં હજ માટે ગયા હતા, હજથી પરત આવીને મેરઠ મુજતબાઈ પ્રેસમાં કિતાબોના પ્રુફ રીડીંગની જોબ કરતા હતા. મવલાના (રહ.) આ પહેલાં દિલ્હીમાં પણ આ જ કામ કરતા હતા અને એની આવકથી જ ગુજરાન ચલાવતા અને તાલીમ - તદરીસનું કોઈ મહેનતાણું લેતા ન હતા.

અહિંયા દેવબંદમાં આ બધા બુઝુર્ગો એક મદરસાની સ્થાપના બાબત સહમત થયા પછી મદરસાની શરૂઆત માટે કોઈ યોગ્ય રીત અને અવસરની રાહ જોઈ રહયા હતા.

એક દિવસ હાજી સય્યિદ મુહંમદ આબિદ સાહેબે (રહ.) સફેદ રૂમાલની ઝોલી બનાવીને એમાં પોતે ત્રણ રૂપિયા નાંખ્યા અને પછી એકલા જ છત્તા મસ્જિદથી નીકળીને મોલ્વી મેહતાબ અલી પાસે આવ્યા, એમણે ખુશીથી છ રૂપિયા આપ્યા અને દુઆ ફરમાવી, બાર રૂપિયા મવલાના ફઝલુર્રહમાન સાહેબે, છ રૂપિયા હાજી ફઝલે હક સાહેબે આપ્યા, ત્યાર પછી મવલાના ઝુલ્ફિકાર સાહેબ પાસે આવ્યા, એમણે ૧ર રૂપિયા આપ્યા. આ દિવસોમાં સય્યિદ ઝુલ્ફિકાર અલી દેવબંદી (એકસ્ટ્રા આસિસ્ટન્ટ પંજાબ) પણ ત્યાં જ મોજૂદ હતા, એમણે ૧ર રૂપિયા આપ્યા. હાજી આબિદ સાહેબ ત્યાંથી અબૂલબરકાત મહોલ્લામાં પહોંચ્યા અને ર૦૦ રૂપિયા ભેગા થઈ ગયા, સાંજ સુધીમાં તો એમના રૂમાલમાં ૩૦૦ રૂપિયા ભેગા થઈ ગયા.

આ ઘટના શુક્રવાર, ર / ઝીકઅદહ / ૧ર૮ર હિ.ની છે.

હવે હાજી આબિદ સાહેબ (રહ.)એ મવલાના કાસિમ સાહબ (રહ.)ને મેરઠ પત્ર લખ્યો કે, ચંદાની આટલી રકમ ભેગી થઈ ચૂકી છે તમે આવી જાઓ, તો મદરસાની શરૂઆત કરી દઈએ. પત્ર મળ્યો તો મવલાના કાસિમ સાહેબ (રહ.)એ મુલ્લા મહમૂદ દેવબંદી (રહ.)ને બોલાવ્યા, તેઓ દેવબંદના વતની હતા અને મેરઠમાં દીનની ખિદમત અંજામ આપતા હતા, એમને ૧પ રૂપિયા માસિક પગારે રાજી કર્યા અને દેવબંદ મોકલી દીધા અને હાજી આબિદ સાહેબ (રહ.)ને જવાબમાં જણાવ્યું કે મદરસો શરૂ કરી દેવામાં આવે, મારી રાહ ન જોવામાં આવે, હું મારા પ્રયત્નો કરતો રહીશ. []

સ્થાપના દિવસ

[ફેરફાર કરો]

આમ ૧પ/મુહર્રમ/૧ર૮૩ હિ. - ૩૦/મે/૧૮૬૬ ઈ. ગુરૂવારે છત્તા મસ્જિદના આંગણામાં અનારના ઝાડ નીચે કોઈ એલાન કે ઉત્સવ વગર સાદગીથી મદરસો શરૂ કરી દેવામાં આવ્યો, મુલ્લા મહમૂદ દેવબંદી પ્રથમ ઉસ્તાદ હતા, અને એમની સામે પ્રથમ કિતાબ ખોલનાર તાલિબે ઈલ્મ - વિદ્યાથર્ીનું નામ પણ મહમૂદ હતું, જે પાછળથી શૈખુલ હિન્દ હઝરત મવલાના મહમૂદ હસન (રહ.) કહેવાયા ¦ આઝાદી માટેની રેશમી રૂમાલની ચળવળના નેતા હતા અને વરસો સુધી માલ્ટાની જેલમાં કાળા પાણીની સજા ભોગવી હતી. મદરસો શરૂ થયા પછી તારીખ,૧૯,મુહર્રમ, સોમવારના રોજ એક પરચો બહાર પાડવામાં આવ્યો, જેમાં દારૂલ ઉલૂમની સ્થાપના અને શરૂઆતની પરિસ્િથતિ અને ભવિષ્યનો પ્રોગ્રામ ટુંકમાં દશર્ાવીને સહાયની અપીલ કરવામાં આવી હતી, છેલ્લે વ્યવસ્થાપકોના નામ લખવામાં આવ્યા હતા, જે મજલિસે શૂરાના સભ્યો (ટ્રસ્ટીઓ) અને સ્થાપકો ગણાયા. આ નામો નીચે મુજબ છે.

સ્થાપકો

[ફેરફાર કરો]

(૧) હાજી આબિદ હુસૈન સાહબ. (ર) મોલ્વી મુહંમદ કાસિમ સાહેબ નાનોત્વી. (૩) મોલ્વી મહેતાબ અલી સાહેબ. (૪) મોલ્વી ઝુલ્ફીકાર અલી સાહેબ. (પ) મોલ્વી ફઝલુર્રહમાન સાહેબ (૬) મુન્શી ફઝલે હક સાહેબ (૭) શેખ નિહાલ અહમદ સાહેબ .(તારીખે દા.ઉ.દેવબંદ) હિજરી સન ૧ર૮૮માં તલબાની સંખ્યા ૧૦૬ થઈ ગઈ, વિવિધ કલાસો બની જવાથી એક વિશાળ ઇમારતની જરૂરત હતી, એટલે છત્તા મસ્િજદથી ખસેડીને નજીકની કાઝી મસ્જિદમાં મદરસો લઈ જવામાં આવ્યો, પણ થોડાક જ દિવસોમાં આ મસ્જિદ પણ અપૂરતી જણાઈ, એટલે મસ્જિદ પાસે એક મકાન ભાડે લેવામાં આવ્યું, આ બધું જોઈને સ્થાપકોને જરૂરત જણાઈ કે દારૂલ ઉલૂમ માટે વિશાળ ઇમારત હોવી જોઈએ, આ જ દિવસોમાં દેવબંદની જામેઅ મસ્જિદ તામીર થઈ રહી હતી, એટલે નક્કી કરવામાં આવ્યું કે, જામેઅ મસ્જિદમાં જ કમરાઓ અને ચબૂતરાઓ બનાવવામાં આવે, ૧ર૯૦ હિજરીમાં બાંધકામ પૂર્ણ થતાં દારૂલ ઉલૂમ અત્રે ખસેડવામાં આવ્યો. પણ દારૂલ ઉલૂમની પ્રગતિ એટલી ઝડપી હતી કે જામેઅ મસ્જિદ પણ અપૂરતી થઈ પડી, એટલે હઝરત મવલાના નાનોત્વી (રહ.)ની સલાહ મુજબ મજલિસે શૂરા (ટ્રસ્ટી મંડળે) આબાદીથી બહાર એક વિશાળ અને યોગ્ય ઇમારત બનાવવાનું નક્કી કર્યુ.

બીજા વરસે ૧ર૯૧ હિ. ૧૯ ઝીકઅદહના દિવસે ઇનામી જલ્સાના અવસરે હાજરજનો સમક્ષા આ જરૂરત અને પ્રસ્તાવ મૂકવામાં આવ્યો, લોકોએ આ પ્રસ્તાવને સહર્ષ વધાવી લીધો અને એ જ ઘડીએ ચંદો શરૂ થઈ ગયો, છત્તા મસ્જિદથી અડીને અને વસતીના કિનારે એક વિશાળ જમીન આ માટે ખરીદવામાં આવી. તારીખે દારૂલ ઉલૂમ દેવબંદની પ્રસ્તાવનામાં આ બાબતે વધુ વિગત દશર્ાવતાં હઝરત મવલાના કારી તય્િયબ સાહબ (રહ.) લખે છે કે,

'છઠ્ઠા મોહતમિમ હઝરત મવલાના હબીબુર્રહમાન સાહેબ (રહ.)ના જણાવ્યા પ્રમાણે જયારે દારૂલ ઉલૂમ માટે સ્વતંત્ર જમીન ખરીદવાની વાત આવી તો મદરસાના સ્થાપકો માંહેના એક જનાબ હાજી આબિદ સાહેબ (રહ.)એ એનો વિરોધ કરતા જણાવ્યું કે જામેઅ મસ્જિદમાં આ જરૂરત પૂરી થઈ શકે છે, તો પછી મુસલમાનોનો પૈસો નવી ઇમારત - જમીનમાં વેડફવો જોઈએ નહીં, પણ હજરત મવલાના કાસિમ સાહેબ (રહ.)એ વિગત અને જરૂરત દશર્ાવીને અંતે ફરમાવ્યું કે હાજી સાહેબ આ મદરસા વિશે જે કંઈ હું જોઈ રહયો છું તે તમે નથી જોઈ રહયા, મદરસો ઘણો આગળ જવાનો છે, કંઈક ચચર્ા - વિચારણાના અંતે હાજી સાહેબ પણ એ બાબતે સહમત થઈ ગયા'.

તારીખે દા.ઉ. માં આગળ છે કે,

'સામાન્ય પણે મદરસાના સ્થાપક બુઝુર્ગોની કલ્પના ફકત તાલીમ - શિક્ષાણ સુધીની જ હતી, મદરસાના આઠ - નવ વર્ષ થવા છતાં નવી ઇમારતની પાયાવિધી સુધી તે વૈશ્વિક અને વિશાળ ધ્યેય એમની સામે ન હતું જે હઝરત મવલાના કાસિમ નાનોત્વી સાહેબ (રહ.) સમક્ષ હતું'. []

ત્યાર પછી મદરસાના ઝિમ્મેદારોએ એક નકશો બનાવીને આ જમીન ઉપર બાંધકામ માટે પાયા ખોદાવી દીધા, હજુ પાયા ભરાય અને બાંધકામ શરૂ થાય એ પહેલાં જ મવલાના રફીઉદ્દીન સાહેબ દેવબંદી (રહ.) (બીજા મોહતમિમ) એ ખ્વાબ જોયું કે,

નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ પાયા ખોદાયેલ સ્થળે હાજર છે, હાથમાં લાકડી છે, આપ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે ફરમાવ્યું કે આ (ઉત્તર તરફ) જે પાયા ખોદવામાં આવ્યા છે, એનાથી મદરસાનું સહેન નાનું અને સાંકડું રહેશે, અને પછી આપ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે પોતે ઉત્તર તરફ દસ - વીસ હાથ આગળ લાકડીથી લાઈન દોરી દીધી કે અહિંયા બુનિયાદ ખોદવામાં આવે.

મવલાના રફીઉદ્દીન સાહેબ (રહ.) સવારે ત્યાં પહોંચ્યા તો નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે દોરેલ લાઈન જમીન ઉપર મોજૂદ હતી, એટલે પછી કોઈને પણ પૂછયા વગર એ જ પ્રમાણે બુનિયાદો ખોદાવી દીધી. []

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. (૧) તારીખે દારૂલ ઉલૂમ દેવબંદ ૧ / ૧પપ
  2. (ર) તારીખે દા.ઉ. દેવબંદ ૧ / ૪૩
  3. (૩) તારીખે દારૂલ ઉલૂમ દેવબંદ - પેજ : ૧ / ૪૬

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]