દિલીપ રાણપુરા

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
દિલીપ રાણપુરા

દિલીપ નાગજીભાઈ રાણપુરા (જન્મ: ૧૪ નવેમ્બર ૧૯૩૨) ગુજરાતી ભાષાના નવલકથાકાર, વાર્તાકાર, ચરિત્રકાર છે.

જીવન[ફેરફાર કરો]

તેમનો જન્મ ૧૪ નવેમ્બર ૧૯૩૨ના દિવસે ધંધુકામાં થયો હતો. ૧૯૫૦માં તેમણે વર્નાક્યુલર ફાઈનલ કર્યા પછી ૧૯૫૯માં જુનિયર પી.ટી.સી.નો અભ્યાસ પૂર્ણ કર્યો અને શરૂમાં સર્વોદય યોજનામાં જોડાયા પછી શિક્ષણ વ્યવસાયમાં આવ્યા. જુદી જુદી જગ્યાએ પ્રાથમિક શાળાઓમાં શિક્ષક તરીકે રહ્યા પછી અત્યારે તેઓ બજાણામાં પ્રાથમિક શાળાના આચાર્ય છે.

સર્જન[ફેરફાર કરો]

નવલકથાઓ[ફેરફાર કરો]

સૂકી ધરતી સૂકા હોઠ (૧૯૬૭), હું આવું છું (૧૯૬૯), હળાહળ અમી (૧૯૬૯), આતમ વીંઝે પાંખ (૧૯૭૦), ભીંસ (૧૯૭૦), મધુડંખ (૧૯૭૨), હરિયાળાં વેરાન (૧૯૭૨), કોઈ વરદાન આપો (૧૯૭૬), કારવાં ગુજર ગયા (૧૯૭૬), નિયતિ (૧૯૭૬), કાન તમે સાંભળો તો (૧૯૭૭), અમે તરસ્યાં પૂનમનાં (૧૯૭૮), રે અમે કોમળ કોમળ (૧૯૭૯), મને પૂછશો નહીં (૧૯૮૦), વાસંતી ડૂસકાં (૧૯૮૧), કૂંપળ ફૂટ્યાની વાત (૧૯૮૩), આંસુભીનો ઉજાસ (૧૯૮૪), મીરાંની રહી મહેક (૧૯૮૫), પીઠે પાંગર્યો પીપળો (૧૯૮૭), અંતરિયાળ (૧૯૮૯) વગેરે એમની નવલકથાઓ છે.

વાર્તાસંગ્રહો[ફેરફાર કરો]

મારી શ્રેષ્ઠ વાર્તાઓ (૧૯૭૫) અને પણ માંડેલી વારતાનું શું ? (૧૯૮૬);

સંસ્મરણકથા[ફેરફાર કરો]

દીવા તળે ઓછાયા (૧૯૭૭)

ચરિત્રનિબંધસંગ્રહો[ફેરફાર કરો]

વાત એક માણસની (૧૯૮૫) અને છવિ (૧૯૮૮)

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]