દુષ્કાળ

વિકિપીડિયામાંથી
ટોચની ડાબી બાજુથી સમઘડી દિશામાં: રશિયામાં દુષ્કાળનો ભોગ બનેલી બાળકી (૧૯૨૧-૨૨), નેધરલેંડનો દુષ્કાળ (૧૯૪૪-૪૫), ૧૯૪૩નો બંગાળનો દુષ્કાળ, અને નાઇજીરીયાનો દુષ્કાળ (૧૯૬૭-૭૦)

દુષ્કાળ એટલે કોઈ પણ સ્ત્રોતનો અભાવ. દુષ્કાળ એ એક કુદરતી આફત છે.

દુષ્કાળ એ વૈશ્વિક, ભારતીય કે અમુક વિસ્તારો પ્રમાણે હોય શકે. સામાન્ય રીતે દુષ્કાળ એટલે વરસાદનો અભાવ. માનવીય જીવન અને એમાય ખાસ કરીને કૃષક લોકો માટે સમયે સમયે વરસાદ પડવો અતિ આવશ્યક છે. જો સમયે વરસાદ ન પડે તો સામાજિક, આર્થિક, ઔદ્યોગિક એમ અનેક ક્ષેત્રોમાં ભારે ઉથલપાથલ થતી હોય છે. અને તેમાંથી ટુંકા ગાળાના અને લાંબા ગાળાના અનેક પ્રકારના પ્રશ્નો પેદા થતાં હોય છે. ભારત માં અને વિશ્વમાં દુષ્કાળની ઘટનાઓ બનતી જ હોય છે. જે અંગેની માહિતી, ઉલ્લેખ આપણને ઈ.સ. પૂર્વે ૨૦૦ની આસપાસના લખાયેલા પૌરાણિક કથા સાહિત્ય દ્વારા મળે છે.[૧] જો કે આ નોંધ સંપૂર્ણ સત્ય નથી.

ભારતમાં વિદેશી અંગ્રેજ સત્તા પહેલાનો આપણને વિશ્વસનીય લેખિત ઈતિહાસ મળતો નથી. પૌરાણિક કથાઓ પ્રમાણે ઈતિહાસ મળે છે.

ભારતમાં પડેલા દુષ્કાળો[ફેરફાર કરો]

ઈસ. ૧૭૫૭ થી ૧૯૪૭ના ૧૬૦ વર્ષના ટૂંકા સમય ગાળામાં ભારતમાં ૯ મોટા દુષ્કાળ પડેલા. મધ્યકાલીન ભારતના અંતિમ ભાગે પ્લાસી ના યુધ્ધકાળથી ભારત દેશને આઝાદી મળી તે સમય દરમિયાનના દુષ્કાળની મળતી વિગતો નીચે પ્રમાણે છે:

  • ઈ.સ. ૧૭૬૯-૭૦

બિહાર અને તેની આસપાસના વિસ્તારોમાં બંગાળ ઓડિસા વગેરેમાં ભયંકર દુષ્કાળ પડ્યો હતો. તેનાથી એક તૃતીયાંશ આબાદી નાશ પામી હતી.

  • ઈ.સ. ૧૮૩૭-૩૮

આ સમયગાળામાં લગભગ આખાય ઉત્તર ભારતમાં દુષ્કાળ પડ્યો હતો. અને ત્યારે લગભગ આઠ લાખ લોકો માર્યા ગયા હતા.

  • ઈ.સ. ૧૮૬૧

આ સમયે ફરી વખત દુષ્કાળ પડેલો. અને તેમાં પણ અનેક લોકો માર્યા ગયા હતા.

  • ઈ.સ. ૧૮૬૬

ઓરિસ્સા પ્રાંતમાં જબરદસ્ત દુષ્કાળ પડેલો. ત્યારે 10 લાખ લોકોના મોત થયા હતા.

  • ઈ.સ. ૧૮૬૮-૬૯

આ સમયગાળામાં બુંદેલખંડ રાજપુતાનામાં દુષ્કાળ પડ્યો હતો. જેમાં એકાદ લાખ લોકો મોતને ભેટ ચડ્યા હતા.

  • ઈ.સ. ૧૮૭૩-૭૪

ફરી એકવાર બંગાળ બિહાર દુષ્કાળની લપેટમાં આવ્યું હતું. અને અનેક લોકોના મોત થયા હતા.

  • ઈ.સ. ૧૮૭૬-૭૮

આ સમયગાળામાં દુષ્કાળ આખા ભારતમાં વર્તાયો હતો. તેમાં લગભગ 50 લાખ લોકો મૃત્યુ પામ્યા હતા.

  • ઈ.સ. ૧૮૯૬-૧૯૦૦

આ દુષ્કાળ ઉત્તર ભારતમાં મધ્ય ભારતમાં અને દક્ષિણ ભારત સુધી ફેલાયો હતો. આ ભયાનક દુષ્કાળમાં સાત સાડા સાત લાખ લોકોના મૃત્યુ નિપજ્યાં નો આંક લગાવવામાં આવ્યો હતો.

  • ઈ.સ. ૧૯૪૨

ભારતની ગુલામી કાળનો આ બંગાળ વિસ્તારમાં પડેલ અંતિમ દુષ્કાળ. જેમાં 15 લાખ લોકો માર્યા ગયા હતા.

દુષ્કાળ આયોગ[ફેરફાર કરો]

દુષ્કાળ પડવાના લાંબા ઈતિહાસ પરથી બ્રિટિશ ઈન્ડિયા સરકારના તત્કાલીન લિટન નામના વાઈસરોયે રિચર્ડ સ્ટ્રેચીની અધ્યક્ષતામાં અકાલ આયોગની રચના કરી હતી. ત્યારબાદ ૧૮૯૭માં ફરી વખત આયોગ કરવામાં આવેલ. ૧૯૦૦માં ત્રીજા આયોગની રચના કરવામાં આવી હતી. તેમાં આગળ ના આયોગના સિધ્ધાંત, ભલામણ નો સ્વિકાર કરવામાં આવ્યો હતો. અને દુષ્કાળ પ્રભાવિત વિસ્તારો માટે સહાયતા તથા લોકો માટે કામની વ્યવસ્થા કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. સામાજિક સંસ્થાઓની મદદ લેવાનું નક્કી કર્યું હતું. જમીન સંલગ્ન બેંકો અને સિંચાઈ ની સગવડ વગેરે જેવી બાબતો પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું.

  • દુષ્કાળ રાહત

બ્રિટિશ સરકારે આયોગ દ્વારા સ્વિકારાયેલ સિદ્ધાંતો મુજબ અસરગ્રસ્તોને સહાય આપવાની, કામ કરી શકે તેવા લોકોને કામ આપવું, શારીરિક અશક્ત લોકોને ધન અને અન્ન ની સહાય કરવી. દૂર મોકલી શકાય તેવા લોકોને દૂરના મોટા કામ પર મોકલવા. દૂર ન જઈ શકે તેવાને સ્થાનિક કામમાં લગાવીને આર્થિક મદદ કરવી. ખેડૂતો પાસેથી કર ન લેવા. અને તેઓને વધારાની રકમ અગાઉ થી આપવી. આ બધા કામ સેવાભાવી સંસ્થાઓ દ્વારા કરવામાં આવે. આ માટે 1.5 કરોડ રૂપિયાનું અલગથી ફંડ ફાળવું. જે વિસ્તારમાં વધારે અનાજ ઉત્પાદન થયું હોય ત્યાંથી તુરંત રેલવે માર્ગે અને દરિયાઈ માર્ગેથી અસરગ્રસ્તોને પહોંચાડવાનું પણ કરવામાં આવ્યું હતું. આમ તકનીકી સાધનોના અભાવ વચ્ચે બ્રિટિશ ભારત સરકાર લોકોને મદદરૂપ થઈ હતી.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. સચ્ચિદાનંદ ભટ્ટાચાર્ય. ભારતીય ઇતિહાસ કોશ. ભારતમાં દુષ્કાળ પડતો નહીં. - મેગસ્થનીઝ