ધાતુશાસ્ત્ર

વિકિપીડિયામાંથી

ધાતુશાસ્ત્ર એ ધાતુ વિજ્ઞાનો એક ભાગ છે જેમાં ધાતુ અને તેના મિશ્રણના ભૌતિક, યાંત્રિકી અને રાસાયણિક ગુણધર્મો વિષે અભ્યાસ કરવામા આવે છે. ધાતુશાસ્ત્રને અંગ્રેજીમાં મેટલર્જી કહેવામા આવે છે. અંગ્રેજી શબ્દ મેટલર્જી, ગ્રીક શબ્દ METALLURGIA પરથી રાખવામા આવ્યો છે. આધુનિક આવર્તકોષ્ટક્મા ૧૦૬ તત્વોમાથી ૭૬ તત્વો માત્ર ધાતુતત્વો જ છે. ધાતુશાસ્ત્રમાં ધાતુને પૃથ્વીના ખડકોમાંથી કાઢીને શુધ્ધ કરવાની પ્રક્રિયાનો પણ અભ્યાસ કરવામાં આવે છે.

ધાતુશાસ્ત્રના પ્રકારો[ફેરફાર કરો]

૧. ધાતુશાસ્ત્રનું વિજ્ઞાન

  • ભૌતિક્ (ધાતુનુ બંધારણ અને તેના ભૌતિક્ ગુણધર્મો)
  • યાંત્રિકી (ધાતુમાં વિક્રુતિ અને સ્વભાવ)
  • ઇલેક્ટ્રોમેટ્લજી (કાટ્ અને ખવાણ)

૨. તકનિકી ધાતુશાસ્ત્ર

  • એક્સ્ટ્રેકટીવ મેટ્લજી(Extractive Metallurgy) [ધાતુને પ્રવાહી સ્વરુપમાં રૂપાંતર કરી શુધ્ધ કરવી-પીગાળવું]
  • એક્સ્ટ્રેકટીવ મેટ્લજી(Extractive Metallurgy) ના ત્રણ પ્રકાર છે :-
  • પાયરોમેટ્લજી(ધાતુને ઉંચા તાપમાને ગરમ કરીને પીગાળવી)
  • હાઇડ્રોમેટ્લજી(ધાતુની રસાયણ સાથે પ્રક્રિયા કરવી)
  • ઇલેક્ટ્રોમેટ્લજી (ધાતુનું વિધુતપ્રુથ્થકરણ કરી ને શુધ્ધ કરવી)
  • ઢાળણ(ધાતુને પીગાળીને આકાર આપવો)
  • વેલ્ડિંગ
  • પાવડર મેટ્લજી(ધાતુને પાવડર સ્વરૂપમાં ફેરવી આકાર આપવો)
  • મશીનીંગ