નંદિતા દાસ

વિકિપીડિયામાંથી
નંદિતા દાસ
જન્મ૭ નવેમ્બર ૧૯૬૯ Edit this on Wikidata
અભ્યાસ સંસ્થા
  • Miranda House Edit this on Wikidata
વ્યવસાયદિગ્દર્શક Edit this on Wikidata
વેબસાઇટhttp://nanditadas.com Edit this on Wikidata

નંદિતા દાસ (જન્મ ૭ નવેમ્બર ૧૯૬૯) ભારતીય અભિનેત્રી અને દિગ્દર્શક છે. તેણીએ ૧૦ અલગ-અલગ ભાષાઓના ૩૦ થી વધુ ચલચિત્રોમાં અભિનય કર્યો છે. અભિનેત્રી તરીકે તેણી ફાયર (૧૯૯૬), અર્થ (૧૯૯૮), બવંડર (૨૦૦૦), કન્નથિલ મુથામિટ્ટલ (૨૦૦૨), અઝ્હાગી અને બિફોર ધ રેઇન્સ (૨૦૦૭) જેવા ચલચિત્રો માટે જાણીતી છે. ફિરાક, તેણીનું પ્રથમ દિગ્દર્શિત ચલચિત્ર છે, જે ૨૦૦૮માં ટોરેન્ટો ફિલ્મ ફેસ્ટિવલમાં રજૂ થયું હતું. ૨૦૧૩ અને ૨૦૧૫માં તેણી કેન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં જ્યુરી તરીકે રહી ચૂકી છે. કળામાં પ્રદાન બદલ ફ્રેન્ચ સરકારે તેણીને ઓર્ડે ડેસ આર્ટ્સ ડી લેટ્ટેસ પુરસ્કાર આપ્યો હતો.[૧] નંદિતા દાસ આંતરરાષ્ટ્રિય મહિલા ફોરમમાં કળાના ક્ષેત્રમાં સમાવેશ પ્રથમ ભારતીય હતી.[૨]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "My work has been less visible in India – India Buzz-Entertainment". The Times of India. ૨૩ એપ્રિલ ૨૦૦૮. મૂળ માંથી 2013-10-22 પર સંગ્રહિત. મેળવેલ 2016-03-27.
  2. "Game for Fame -Nandita Das is first Indian to be inducted into the International Women's Forum Hall of Fame". India Today. ૫ નવેમ્બર ૨૦૧૧.