નખ

વિકિપીડિયામાંથી
નખ
ગોરિલાના નખ
વિગતો
Systemઇન્ટેગ્યુમેટરી સિસ્ટમ
Identifiers
Latinઅંગુઈસ કે અન્ગુઈસ
MeSHD009262
TAA16.0.01.001
THસમીકરણ ક્ષતિ: અજ્ઞાત વિરામચિહ્ન "૪" નો ઉપયોગ.html H3.12.00.3.02001
FMA54326
Anatomical terminology

નખ એ શિંગડા જેવું એક કેરૉટિનસ આવરણ છે જે મોટાભાગના પ્રથમ શ્રેણીના સસ્તન પ્રાણીઓમાં (પ્રાઈમેટ્સ) આંગળીઓ અને અંગૂઠાની ટોચને આવરતો અવયવ છે. અન્ય પ્રાણીઓમાં મળી આવતા પંજાના નહોરમાંથી નખ વિકસિત થયા હતા. આંગળી અને પગના નખ આલ્ફા-કેરૉટિન નામના સખત રક્ષણાત્મક પ્રોટીનથી બનેલા હોય છે જે પૃષ્ઠવંશીય પ્રાણીઓની ખરી, વાળ, નહોર અને શિંગડામાં જોવા મળે છે.[૧]

માળખું[ફેરફાર કરો]

A. નખ-તક્તિ (નેઇલ-પ્લેટ); B. લ્યુનુલા; C. મૂળ; D. સાઇનસ; E. મેટ્રિક્સ; F. નખ-શય્યા (નેઇલ-બેડ); G હાઈપોનીચીયમ; H. મુક્ત નખ.
ખરાબ ભાગ કાઢ્યા પછીનો નખ

નખના મુખ્ય ભાગોમાં નખ-તક્તિ(નેઇલ-પ્લેટ), નેઇલ મેટ્રિક્સ અને તેની નીચે નખ-શય્યા(નેઇલ બેડ) અને તેની આસપાસના ખાંચાનો સમાવેશ થાય છે.[૨]

નખના ભાગો[ફેરફાર કરો]

નેઇલ મેટ્રિક્સને ક્યારેક[૩] મેટ્રિક્સ અન્ગુઈસ, કેરૅટોજીનસ પટલ, નખનું મેટ્રિક્સ, અથવા ઓનિકોસ્ટ્રોમા કહેવાય છે. આ એક પેશીય રચના (અથવા અંકુર મેટ્રિક્સ) છે જેને નખ રક્ષણ આપે છે. [૪] આ પેશીઓ નખ-શય્યાનો એક ભાગ છે જે નખની નીચે આવેલો હોય છે અને તેમાં ચેતાતંતુ (જ્ઞાન તંતુ), લસિકા અને રક્ત વાહિનીઓ હોય છે.[૫] મેટ્રિક્સ એવા કોષો ઉત્પન્ન કરે છે જેમાંથી નખ-તક્તિ બને છે. નખ-તક્તિની પહોળાઈ અને જાડાઈ મેટ્રિક્સના કદ, લંબાઈ અને જાડાઈ દ્વારા નક્કી થાય છે, જ્યારે આંગળીનો આકાર બતાવે છે કે નખ-તક્તિની સપાટ, કમાનવાળી અથવા વક્ર બનશે તે નક્કી કરે છે. [૬] ] મેટ્રિક્સ જ્યાં સુધી પોષણ મેળવતી કે તંદુરસ્ત સ્થિતિમાં રહે છે ત્યાં સુધી કોષોનું ઉત્પાદન કરવાનું ચાલુ રહે છે.[૭] જેમ જેમ નવા નખ-તક્તિના કોષો બનતા જાય છે, તેમ તેમ તેઓ નખ-તક્તિના જૂના કોષોને આગળ ધપાવે છે; અને આ રીતે જૂના કોષો સંકુચિત, સપાટ અને અર્ધપારદર્શક બનતા જાય છે. આથી્ નીચેઆવેલી નખ શય્યા (નેઇલ-બેડ)માં રક્તવાહિનીઓઓ દૃશ્યમાન નેે છે, જેના પરિણામેનખો ગુલાબી રંગના દેખાય છે. [૮]

લ્યુનુલા ("નાનો ચંદ્ર") એ મેટ્રિક્સનો દૃશ્યમાન ભાગ છે, જે દૃશ્યમાન નખનો સફેદ પડતો, અર્ધચંદ્રાકાર આકારનો આધાર છે.[૯] લ્યુન્યુલા અંગૂઠામાં સારી રીતે જોઈ શકાય છે, નાની આંગળીમાં તે સ્પષ્ટ દેખાતો નથી.

નખ શય્યા (નેઇલ-બેડ) એ નખ-તક્તિ (નેઇલ-પ્લેટ)ની નીચેની ત્વચા છે.[૯] બધી ત્વચાની જેમ, તે બે પ્રકારના પેશીઓથી બનેલી છે: આંતર ત્વચાકોષ (જીવંત પેશીઓ જેમાં રુધિરકેશિકાઓ અને ગ્રંથીઓ આવેલી છે), [૧૦] અને બાહ્ય ત્વચા, ખ -તક્તિ ની નીચેનો એક સ્તર, જે નખ -તક્તિ સાથે આંગળીની ટોચ તરફ આગળ વધે છે. બાહ્ય ત્વચા નાના લંબાઈવાળા "ગ્રુવ્સ " દ્વારા આંતર ત્વચાની સાથે જોડાયેલી હોય છે [૬] જેને મેટ્રિક્સ ક્રેસ્ટ્સ ( ક્રિસ્ટા મેટ્રિસિઅંગુઇસ ) કહેવામાં આવે છે.[૪] વૃદ્ધાવસ્થામાં, નખ-તક્તિ પાતળી બને છે, અને આ ખાંચા વધુ સ્પષ્ટ દેખાય છે. ત્વચાની નીચેનું મૂળ આગળ નેઇલ સાઇનસ (સાઇનસંઅુયુઇસ ) આગળ નખનું મૂળ (નેઇલ રૂટ) હોય છે; [૪] તે મેટ્રિક્સ, નીચે આવેલી સક્રિય રીતે વધતી પેશીઓમાંથી ઉદ્ભવે છે.[૫]

નખ-તક્તિ (કોર્પસ અનગ્યુઇસ )[૪] નખનો સખત ભાગ છે, તે અર્ધપારદર્શક કેરૅટિન પ્રોટીનનો બનેલો હોય છે. મૃત, સંકેન્દ્રીત કોષોના કેટલાક સ્તરો નખને મજબૂત પરંતુ લવચીક બનાવે છે. [૬] તેનો (આડાછેદનો-ટ્રાંસવર્સ) આકાર અંતર્ગત હાડકાના સ્વરૂપ દ્વારા નક્કી થાય છે સામાન્ય વપરાશમાં, નખ શબ્દનો ઉપયોગ આ ભાગને વર્ણવવા માટે થાય છે.

ફ્રી માર્જિન (માર્ગો લિબર) અથવા ડિસ્ટલ નખ-તક્તિનો અગ્રવર્તી ભાગ છે જે નખની બહારની તરફની ઘર્ષક અથવા અણીદાર ધાર બનાવે છે.[૪] હાયપોનીશિયમ (અનૌપચારિક રીતે "ક્વીક" તરીકે ઓળખાય છે) [૧૧] એ એપિથેલિયમ છે જે નખ-તક્તિની નીચેની મુક્ત ધાર અને આંગળીના ચામડીની વચ્ચેના મિલન બિંદુ પર હોય છે. તે એક જડબેસલાક જોડાણ (સીલ) બનાવે છે જે નખ-શય્યાને સુરક્ષિત રાખે છે.[૫] નખ-તક્તિ અને હાયપોનિચેમ વચ્ચેના જોડાણને ઓનીકોડર્મલ બેન્ડ કહે છે. તે મુખ નખની ધારની નીચે હોય છે, જ્યાં નખ-શય્યા સમાપ્ત થાય છે. ફોરી ત્વચા ધરાવતા લોકોમાં તે કાચસરખું , રાખોડી જેવા રંગનું દેખાય છે. તે કેટલીક વ્યક્તિઓમાં દેખાતું નથી, જ્યારે તે અન્ય લોકો માં સ્પષ્ટ દેખાય છે.[૬]

એપોનીશીયમ[ફેરફાર કરો]

એપોનીશીયમ અને ક્યુટીકલ સાથે મળી એક રક્ષણાત્મક જોડાણ રચે છે જે નખ-તક્તિનો પાછળનો ભાગ ઢાંકે છે. ક્યુટિકલ એ લગભગ અદ્રશ્ય મૃત ત્વચા કોષોનો એક અર્ધ ગોળાકાર સ્તર છે જે "બહાર તરફ" વધે છે અને દૃશ્યમાન નખ-તક્તિનો પાછળનો ભાગ ઢાંકે છે, જ્યારે એપોનીશીયમ ત્વચાની ઘડીના કોષોનો ગણ છે જે ક્યુટિકલ નિર્માણ કરે છે. તેઓ સળંગ હોય છે, અને કેટલાક સંદર્ભો આ બંનેને એક જ અવયવ તરીકે જુએ છે; આ વર્ગીકરણમાં, એપોનિશિયમ, ત્વચા, અને પેરિયોનિશિયમ સમનાર્થી હોય છે. મેનિક્યોર (નખની સાજસંભાળ, માવજત) દરમ્યાન તે ક્યુટિકલ(નિર્જીવ ભાગ) દૂર કરવામાં આવે છે, પરંતુ ચેપના જોખમને લીધે એપોનીશીયમ (જીવંત ભાગ)ને સ્પર્શ કરવો જોઈએ નહીં.[૮] એપોનીશીયમ જીવંત કોષો (એપિથેલિયમ)ની એક નાની પટ્ટી છે જે નખની પાછળ તરફ આવેલી દિવાલથી નખના આધાર સુધી વિસ્તરિત થાય છે. [૪] પેરીઓનિક્સ એ લુનુલાની નિકટની પટ્ટીને ઢાંકતી એપોનીશિયમની આગળ વધેલી ધાર છે.

કાર્ય[ફેરફાર કરો]

તંદુરસ્ત નખ આંગળીના અંતિમના છેડાનું હાડકું (ડિસ્ટલ ફેલેન્ક્સ), આંગળીની ટોચ અને આસપાસની નાજુક પેશીઓને ઇજાઓથી બચાવવાનું કાર્ય છે. તે આંગળીના પલ્પ પર વિરોધી બદાણ દ્વારા નાજુક ગતિશીલતાઓને વધારવા માટે પણ મદદ કરે છે.[૨] આંગળીની ટોચ જ્યારે કોઈ વસ્તુને સ્પર્શે છે ત્યારે નખ વિરોધી દબાણ આપનાર વસ્તુ તરીકે કામ કરે છે અને આંગળીની સંવેદનશીલતા વધારે છે,[૧૨] જોકે નખમાં કોઈ ચેતાતંતુઓના છેડા હોતા નથી. નખ કાર્યો કરવાના એક ઓજાર તરીકે પણ કામ કરે છે, ઉદાહરણ તરીકે, "વિસ્તૃત ચોકસાઇ ભરી પકડ" માટે, અને ચોક્કસ કાપવાની ઝીણી ક્રિયાઓ.

સમાજ અને સંસ્કૃતિ[ફેરફાર કરો]

ફેશન[ફેરફાર કરો]

મેજેન્ટા રંગે રંગેલા પગના નખ

હાથ તથા નખની સાજસંભાળ (હાથ માટે - મેનિક્યુઅર) અને (પગ માટે - પેડિક્યુઅર) એ નખને કાપવા, સુવ્યવસ્થિત કરવા અને રંગવા અને જાડી ત્વચાને નિયોજીત કરવાની સ્વાથ્ય કારક અને શણગારની પ્રક્રિયાઓ છે. તે માટે વિવિધ સાધનોની જરૂર પડે છે જેમ કે ક્યુટિકલ કાતર, નખની કાતર, નેઇલ ક્લીપર્સ અને નખ કાનસ (નેઇલ ફાઇલ). શણગાર માટે વાસ્તવિક નખ પર કૃત્રિમ નખ પણ બેસાડી શકાય છે.

જે વ્યક્તિ નખને કાપવા, આકાર આપવા અને તેની સંભાળ લેવાની સાથે સાથે એક્રેલિક અને યુવી જેલ જેવા આવરણો લગાવવા આદિ કાર્યો કરે છે તેને કેટલીકવાર નેઇલ ટેકનિશિયન કહેવામાં આવે છે. તેઓ જે સ્થળે કામ કરે છે તેને નેઇલ સલૂન અથવા નેઇલ શોપ અથવા નેઇલ બાર કહેવાય છે.

નેઇલ આર્ટ

દેખાવ સુધારવા માટે રંગીન નેઇલ પોલિશ (જેને નેઇલ લેક્કર [રોગાન] અને નેઇલ વાર્નિશ પણ કહેવામાં આવે છે) વાપરી નખ રંગવા એ શણગારની પ્રાચીન રીત છે જે ઓછામાં ઓછે ઈ. સ. પૂ ૩૦૦૦ વર્ષ જૂની છે. સ્માર્ટફોનના ઉદય સાથે, કેટલાક વિશ્લેષકોએ નેલ્ફી (નેઇલ સેલ્ફી)ના વલણની નોંધ લીધી છે. જેમાં લોકો તેમના નખો પર કલાકૃતિ કરી ઑનલાઇન શેર કરે છે.[૧૩]

લંબાઈના રેકોર્ડ્સ[ફેરફાર કરો]

ગિનીસ વર્લ્ડ રેકોર્ડ્સે ઈ. સ.૧૯૫૫ માં નખની લંબાઈની નોંધ કરવાનું શરૂ કર્યું. તે સમયે એક ચીની પાદરીની આંગળીઓના નખની લંબાઈ 1 foot 10.75 inches (57.79 cm) તરીકે નોંધાઈ હતી.

ગિનીસ અનુસાર પુરુષો માટે હાલનો રેકોર્ડધારક શ્રીધર ચિલાલ છે જેણે ૧૯૯૮માં કુલ 20 feet 2.25 inches (615.32 cm) સાથે રેકોર્ડ બનાવ્યો. તેના ડાબા હાથનો નખ હતો. તેના અંગૂઠા પર, 4 feet 9.6 inches (146.3 cm) લંબાઈ ધરાવતો નખ હતો.

મહિલાઓ માટે રેકોર્ડ ધારક યુ.એસ.ના લી રેડમંડ છે, જેમણે ૨૦૦૧ માં આ રેકોર્ડ બનાવ્યો હતો અને ૨૦૦૮ સુધીમાં તેના બંને હાથના નખોની કુલ લંબાઈ 28 feet (850 cm) હતી. તેના જમણા અંગૂઠા પર સૌથી લાંબો નખ 2 feet 11 inches (89 cm) હતો.[૧૪]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. Wang, Bin (2016). "Keratin: Structure, mechanical properties, occurrence in biological organisms, and efforts at bioinspiration" (PDF). Progress in Materials Science. 76: 229–318. doi:10.1016/j.pmatsci.2015.06.001.
  2. ૨.૦ ૨.૧ Onumah, Neh; Scher, Richard K (May 2009). "Nail Surgery". eMedicine. મેળવેલ 10 March 2010.
  3. "Nail matrix". Biology Online. 2005. મેળવેલ 10 March 2010.
  4. ૪.૦ ૪.૧ ૪.૨ ૪.૩ ૪.૪ ૪.૫ Feneis, Heinz (2000). Pocket Atlas of Human Anatomy (4th આવૃત્તિ). Thieme. પૃષ્ઠ 392–95. ISBN 3-13-511204-7.
  5. ૫.૦ ૫.૧ ૫.૨ "Glossary of Nail Technology Terminology". 2008. મૂળ માંથી 1 જાન્યુઆરી 2011 પર સંગ્રહિત. મેળવેલ 10 March 2010.
  6. ૬.૦ ૬.૧ ૬.૨ ૬.૩ "Understanding Your Natural Nails". 2000. મેળવેલ March 10, 2010.
  7. D. Schoon, Dougles (2005). Nail Structure and Products Chemistry. Milady. પૃષ્ઠ 6.
  8. ૮.૦ ૮.૧ Lellipop (August 2006). "Anatomy of the nail". Salon Geek. મૂળ માંથી 24 નવેમ્બર 2010 પર સંગ્રહિત. મેળવેલ 10 March 2010.
  9. ૯.૦ ૯.૧ "Nail Anatomy". Nail Doctors. 2005. મેળવેલ March 10, 2010.
  10. "Glossary of Nail Conditions". The Achilles Foot Health Centre. મૂળ માંથી 2017-02-19 પર સંગ્રહિત. મેળવેલ 2019-11-17.
  11. Crouch, James Ensign (1985). Functional human anatomy. Lea & Febiger. પૃષ્ઠ 80. ISBN 9780812109306.
  12. Wang, Quincy C; Johnson, Brett A (May 2001). "Fingertip Injuries". American Family Physician. મૂળ માંથી 13 ઑક્ટોબર 2008 પર સંગ્રહિત. મેળવેલ 10 March 2010. Check date values in: |archive-date= (મદદ)
  13. Laneri, Raquel (18 April 2017). "Muslim women are showing off their insane nail art in 'nelfies'". NY Post. મેળવેલ 21 February 2019.
  14. "Crash breaks woman's record-length fingernails". NBCNews. December 2009.