નાનાભાઈ હ. જેબલિયા

વિકિપીડિયામાંથી

નાનાભાઈ હ. જેબલિયા[ફેરફાર કરો]

નાનાભાઈ હ. જેબલિયા એટલે કાઠિયાવાડી ગ્રામ જીવનના બળુકા સર્જક.

જીવન[ફેરફાર કરો]

સા. કુંડલા તાલુકાના ખાલપર ગામે માતા રાણુબા બહેન અને પિતા હરસુર ભાઈ જેબલિયા ને ત્યાં તા. 11/11/1938 ના રોજ જન્મેલા. નાનાભાઈ એ વતન માં જ શિક્ષણ લીધું હતું અને સોનગઢ જઈ તે વખતનું જુનિયર પી. ટી. સી. પૂર્ણ કરી પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે નોકરી સ્વીકારી હતી. તેઓ 1965 માં લાઠી તાલુકાના (જિ. અમરેલી) પાડરશીંગા ગામના કાનુબહેન કે જેઓ ત્રણ ગુજરાતી ભણેલા હતાં તેમની સાથે લગ્નગ્રંથિથી જોડાયા હતાં. છેલ્લે તેઓ વંડા (તા. સા. કુંડલા) ની તાલુકા શાળામાં આચાર્ય પદે રહ્યાં હતાં. ત્યાં થી સ્વૈચ્છિક રીતે નિવૃત્તિ જાહેર કરી હતી.

લાક્ષણિકતા[ફેરફાર કરો]

એક સર્જક તરીકે નાનાભાઈ એ 1981 થી વાર્તા લેખનથી શરૂઆત કરી હતી. નાનાભાઈ હ. જેબલિયા નું ગદ્ય ગુજરાતી સાહિત્યના લગભગ(કવિતા સિવાય) તમામ સાહિત્યિક સ્વરૂપમાં વિહર્યું છે. જેમાં ટૂંકી વાર્તા, નવલકથા, સત્યકથા, કટાર લેખન વગેરે જેવા અનેક ક્ષેત્રોમાં. સાથે સાથે એમના સર્જન ની સત્વ શીલતા વિશે વિદ્વાનોમાં એક પ્રકારનો પ્રશ્નાર્થ રહેલો હતો. જોકે આવા બળુકા સર્જક તરીકે નાનાભાઈ ને કશો ફરક પડતો નથી. એટલે જ સા. કુંડલા (જિ. અમરેલી) ની કાણકિયા કોલેજમાં નાનાભાઈ ના સર્જન વિશે એક પરિસંવાદ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વિદ્વાનો એ નાનાભાઈ ના સર્જન ને સો ટચ નું સોનુ અને મોટા ગજાના સર્જક તરીકે આવકાર્યા હતાં. નવલકથા ક્ષેત્રે નાનાભાઈ દ્વારા 13 જેટલી નવલકથા લખી છે. તેમજ કાઠિયાવાડી ભાષામાં વાક્ય લઢણ, વર્ણન, શબ્દ પ્રયોગ, લોકોક્તિ, કહેવત, રુઢિપ્રયોગ, સંવાદ, જાનપદી જીવન એ સઘળું અનાયાસે ઉતરી આવે છે. એ તેમની લાક્ષણિકતા છે. તેઓ ગુજરાતના ખ્યાતનામ સર્જકો અને સામાયિકો વગેરેમાં સત્વ શીલ સર્જક તરીકે ખ્યાતનામ થઈ ચૂક્યા છે. ટૂંકમાં ઝવેરચંદ મેઘાણી પછીના ગ્રામ જીવનના લેખક તરીકે ગુજરાતી સાહિત્ય ની સૌથી મોટી મિરાત એટલે નાનાભાઈ હ. જેબલિયા છે. એટલે જ તેઓ ઝવેરચંદ મેઘાણી, ચુનીલાલ મડિયા અને પન્નાલાલ પટેલ સર્જક પંક્તિમાં સ્થાન લઈ ચૂક્યા છે. અને મેઘાણી પછી ધૂળ ધોયા તરીકેનું કામ કરી ને આપણને સત્વ શીલતા યુક્ત સાહિત્ય આપ્યું છે. એટલે રાધેશ્યામ શર્મા ના શબ્દોમાં કહીએ તો "નામે નાના પણ કામે જેબદાર લેખક". મોહમ્મદ માંકડ, કેશુભાઈ દેસાઈ, નરોત્તમ પલાણ, રજની કુમાર પંડ્યા, વસંત પરીખ, મનોજ રાવળ, રઘુવીર ચૌધરી, રતિલાલ બોરીસાગર, મનસુખ સલ્લા મનોહર ત્રિવેદી, ડૉ. મનોજ જોશી, રમણલાલ જોશી, વિનોદ ભટ્ટ વગેરે જેવા પ્રથમ પંક્તિ ના સર્જકો દ્વારા અલગ અલગ રીતે નાનાભાઈ સન્માનિત થઈ ચૂક્યા છે.

સર્જન[ફેરફાર કરો]

  • નવલકથાઓ

(1) તરણાનો ડુંગર, 1968. જેનું પુનર્લેખન - સુકા ભીના સંગાથ, (2005)- હર્ષ પ્રકાશન અમદાવાદ.

(2) લોહ રેખા, ભાગ 1-2 (1970) જેનું પુનર્લેખન - ખળખળ વહેતી તરસ, (2006). હર્ષ પ્રકાશન અમદાવાદ.

(3) રંગ બિલોરી કાચના, (1972) જેનું પુનર્લેખન - માનવી ધરા ધૂળના, (2007) હર્ષ પ્રકાશન અમદાવાદ.

(4) મેઘરવો, (1974) જેનું પુનર્લેખન - મેઘરવો (2008) હર્ષ પ્રકાશન અમદાવાદ.

(5) એંધાણ, (1975). લોકપ્રિય પ્રકાશન મુંબઇ.

(6) ભીના ચઢાણ, (1976),લોકપ્રિય પ્રકાશન મુંબઇ.

(7) વંકી ધરા વંકા વહેણ, (1977), લોકપ્રિય પ્રકાશન મુંબઇ.

(8) સૂરજ ઊગ્યે સાંજ, (1978), લોકપ્રિય પ્રકાશન મુંબઇ.

(9) અર્ધા સૂરજની સવાર, (1980), લોકપ્રિય પ્રકાશન મુંબઇ.

(10) ઉગ્યા'તા શમણાને દેશ, (1989) લોકપ્રિય પ્રકાશન મુંબઇ.

(11) વેશ, (1982) પ્રવિણ પ્રકાશન રાજકોટ.

(12) આયખું તો શમણાનો દેશ, (1995) હર્ષ પ્રકાશન અમદાવાદ.

(13) ખાંભી, (1992, 2004) હર્ષ પ્રકાશન અમદાવાદ.

  • વાર્તા સંગ્રહ

(1) શૌર્યધારા, (1965)

(2) સથવારો, (1970)

(3) મારી શ્રેષ્ઠ વાર્તાઓ, (1975) લોકપ્રિય પ્રકાશન મુંબઇ.

(4) તડકો, (2005) હર્ષ પ્રકાશન અમદાવાદ.

(5) ધક્કો, (2009)હર્ષ પ્રકાશન અમદાવાદ.

  • ઈતિહાસ કથાઓ

(1) ઈતિહાસનું ઉજળુ પાનું, ભાગ - 1/2/3/4, હર્ષ પ્રકાશન અમદાવાદ.

(2) માણસાઈ ના કાંઠે કાંઠે, (1996), ગુર્જર પ્રકાશન અમદાવાદ.

(3) મુઠ્ઠી ઊંચેરા માનવી, (1996) ગુર્જર પ્રકાશન અમદાવાદ.

(4) અમૃત વરસે નેણ, (2001) હર્ષ પ્રકાશન અમદાવાદ.

(5) ઉજળા અવતાર, (2001) હર્ષ પ્રકાશન અમદાવાદ.


  • સંત કથાઓ

(1) આપા દાના, - પ્રવિણ પ્રકાશન રાજકોટ.

(2) આપા વિસામણ, - પ્રવિણ પ્રકાશન રાજકોટ.

(3) આપા જાદરા, - પ્રવિણ પ્રકાશન રાજકોટ.

(4) સંત મુળદાસ, - પ્રવિણ પ્રકાશન રાજકોટ.

(5) ગૌતમીને કાંઠે / સિહોર ની સંત સરવાણી, પ્રવિણ પ્રકાશન રાજકોટ.

  • કટાર લેખન

(1) અલખનો ઓટલો, (1984) સંદેશ

(2) ચટ્ટાક ચોરો, - જનસત્તા

(3) ગામાયણ , - ફૂલછાબ

(4) ગાલપુરાણ, - સંદેશ

(5) તોરણ, - દિવ્ય ભાસ્કર / સૌરાષ્ટ્ર સમાચાર પુસ્તક રૂપમાં, ભાગ - 1/2, (2013)

  • હાસ્ય કટાક્ષ

(1) ધકેલ પંચા દોઢસો, - પ્રવિણ પ્રકાશન રાજકોટ.

(2) ટપુ ના ટીખળ, - પ્રવિણ પ્રકાશન રાજકોટ.

(3) બાપુ અને બજરિયો, - પ્રવિણ પ્રકાશન રાજકોટ.

(4) સતયુગ આવ્યો, - પ્રવિણ પ્રકાશન રાજકોટ.

  • રેખાચિત્રો

(1) છોરુ ધરતી આકાશના, (નવસંસ્કરણ - 1995) પ્રવિણ પ્રકાશન રાજકોટ.

(2) માણસ નામનો પ્રદેશ.

(3) વાર્તાના કાંઠે કાંઠે, - પ્રવિણ પ્રકાશન રાજકોટ.

  • બાળ સાહિત્ય

(1) ભજવવા લાયક નાટકો , (બાળનાટ્ય સંગ્રહ)

(2) બલિહારી ચતુરાઈ ની, (બાળ વાર્તાઓ )

  • દસ્તાવેજી કથા

(1) રૂઠી ધરતી, રૂઠ્યું આભ, (વાવાઝોડું - 1985)

નાના....સન્માન /પારિતોષિક[ફેરફાર કરો]

(1) સવિતા, વાર્તા સ્પર્ધામાં પ્રથમ ઇનામ - 1964/66

(2) યુવદર્શન, વાર્તા સ્પર્ધામાં પ્રથમ ઇનામ - 1986. (વાર્તા - હાલો 'ણ' ની ખાંભીએ)

(3) હિંમતભાઈ પારેખ એવોર્ડ - 1988

(4) સંસ્કાર એવોર્ડ - 1991

(5) ઈતિહાસ નું ઉજળુ પાનું, શ્રેષ્ઠ પુસ્તક એવોર્ડ, (ગુજરાત સાહિત્ય અકાદમી- 1992)

(6) આયખું તો શમણાનો દેશ, (ગુજરાત સાહિત્ય પરિષદનું ઇનામ - 1993)

(7) નરસિંહ મહેતા એવોર્ડ, (ગુજરાત સરકાર - 1999)

(8) 'દર્શક' સાહિત્ય સન્માન, (વિદ્યાગુરુ શ્રી રતિલાલ બોરીસાગર સાંસ્કૃતિક પ્રતિષ્ઠાન દ્વારા - 2011)

સંદર્ભ[ફેરફાર કરો]

(નાનાભાઈ હ. જેબલિયા :- વ્યક્તિ અને વાઙમય) લે /સંપાદક . ડૉ. કેસર મકવાણા - 2012)