લખાણ પર જાઓ

નીલ્સ હેન્રીક અબૅલ

વિકિપીડિયામાંથી

નીલ્સ હેન્રીક અબૅલ એ એક જાણીતા યુરોપીઅન ગણિતજ્ઞ હતા. એમનો જન્મ નોર્વેના ફ્રિન્ડો પરગણાંમાં ૫મી ઑગષ્ટ, ૧૮૦૨ના રોજ થયો હતો. તેમનું મૃત્યુ ૬ઠ્ઠી એપ્રિલ, ૧૮૨૯ના રોજ નોર્વેના ફ્રોલૅન્ડ પરગણાંમાં થયું હતું.

અમૂર્ત ગણિતમાં એક ખાસ સમૂહ અબૅલના નામ ઉપરથી અબૅલીયન સમૂહ (abelian group) તરીકે ઓળખાય છે.

અબૅલે ઇ. સ. ૧૮૨૪માં સાબિત કર્યું કે ૫ (પાંચ) ઘાતવાળી બહુપદીનાં બીજ તેના સહગુણકોની મદદથી શોધવા શક્ય નથી. તેમણે આ પરિણામ ફ્રેંચ ભાષામાં સ્વખર્ચે પ્રસિધ્ધ કર્યું.