નેધરલેંડનો રાષ્ટ્રધ્વજ
પ્રમાણમાપ | ૨:૩ |
---|---|
રચના | લાલ, સફેદ અને વાદળી રંગના આડા પટ્ટા |
નેધરલેંડનો રાષ્ટ્રધવજ એ ત્રિ-રંગી છે, જેમાં લાલ, સફેદ અને વાદળી રંગનો સમાવેશ થાય છે. ૧૫૭૨માં તે સૌપ્રથમ રજૂ કરવામાં આવ્યો હતો અને ૧૯૩૭થી તે નેધરલેંડ અને નેધરલેંડ સામ્રાજ્યનો રાષ્ટ્ર ધ્વજ છે.
વર્ણન
[ફેરફાર કરો]નેધરલેંડનો રાષ્ટ્રધ્વજ ત્રણ રંગનો છે. આ રંગોમાં લાલ, સફેદ (સોનેરી) અને વાદળી (કોબાલ્ટ ભૂરો) રંગનો સમાવેશ થાય છે. ડચ રીપબ્લિકનો પ્રથમ શાસક વિલિયમ ધ ઓરેન્જ હતો, જેણે ડચ રાષ્ટ્રવાદીઓને ભેગા કર્યા અને સ્પેનથી સ્વતંત્રતા મેળવી હતી. તેના માનમાં પ્રથમ ડચ રાષ્ટ્રધ્વજ નારંગી, સફેદ અને વાદળી હતો. પરંતુ, ઓરેન્જ ડાઇ (રંગ) એ યોગ્ય હતી નહી અને બાદમાં લાલ બની જતી હતી. એટલે ૧૭મા સદીની મધ્યમાં લાલ રંગ અપનાવવામાં આવ્યો. ત્યારબાદ આ ધ્વજ તેમનો તેમ છે. પ્રથમ ક્રાંતિકારી ધ્વજ હોવાને કારણે તેની અસર સમગ્ર વિશ્વમાં પડી હતી. ૧૮૦૦ની સાલ સુધી નારંગી અને લાલ એમ બંને રંગો વપરાતા હતા.