નૌરુ

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
Flag of Nauru.svg
Coat of arms of Nauru.svg
નૌરુ સંસદભવન

નૌરુ વિશ્વનો એક દેશ છે, જે સૌથી નાના દેશો પૈકીનો એક ગણાય છે. યેરેન અહીંનું પાટનગર છે. આ દેશમાં ઓસ્ટ્રેલિયન ડૉલરનું ચલણ છે. આ દેશ ૩૧મી જાન્યુઆરી, ૧૯૬૮ના રોજ સ્વતંત્ર થયો હતો.

નૌરુ પ્રશાંત મહાસાગરના દક્ષિણ ભાગમાં આવેલો ટાપુઓ વડે બનેલો દેશ છે. તે માત્ર ૨૧ ચોરસ કિલોમીટર (૮.૧ ચોરસ માઈલ) જેટલો વિસ્તાર ધરાવે છે. અહીંની વસ્તી દસ હજાર કરતાં પણ ઓછી છે. વેટિકન સીટી પછી સૌથી ઓછી વસ્તી ધરાવતો આ બીજા નંબરનો દેશ છે.

આ ટચૂકડા દેશની આર્થિક પરિસ્થિતિનો મદાર દરિયાઈ સજીવસૃષ્ટિ પર રહેલો છે, આ ઉપરાંત જંગલની પેદાશોની નિકાસ કરીને પણ તેમાંથી લોકો આવક પ્રાપ્ત કરે છે.