ન્યુટ્રોન સ્ટાર

વિકિપીડિયામાંથી
ન્યૂટ્રોન તારા બનવાની ઘટના સરળરૂપે.

ન્યૂટ્રોન તારો કોઈ મહાકાય તારાના (સોલાર દળ કરતા દશથી ઓગણત્રીસ ગણો વિશાળ) મૃત્યુ પછી સુપરનોવા બનીને વિસ્ફોટ પામ્યા પછી તેનો બાકી વધતું દ્રવ્ય છે. ન્યૂટ્રોન સ્ટાર બ્રહ્યાંડમાં સૌથી નાના કદનો અને સૌથી વધારે ઘનત્વ ધરાવતો તારો છે. સામાન્ય ન્યૂટ્રોન સ્ટારની ત્રિજ્યા ફક્ત દશેક કિલોમિટર જેટલી હોવા છતા તેનું દળ સૂર્ય કરતા બમણું હોય છે.

સુપરનોવા વિસ્ફોટ પછી તારાનો બાકી વધેલો ગર્ભ પોતાના કેન્દ્રના જ ગુરુત્વાકર્ષણને કારણે અંદરને અંદર ફસડાયા કરે છે. આના કારણે તેના ગર્ભમાં જન્મતી પ્રચંડ ભીંસ વડે તેના દ્રવ્યમાં રહેલા પ્રોટોન અને ઇલેક્ટ્રોન એકબીજા સાથે સંકળાઈને તતસ્થ કણ ન્યૂટ્રોનને જન્મ આપે છે. આ કારણથી આ તારાને ન્યૂટ્રોન સ્ટાર કહેવાય છે.

આ સંકોચાવાની ક્રિયા અમુક હદ સુધી જ સંભવી શકે છે. પરંતું ઘણા ન્યૂટ્રોન સ્ટાર જેમના દળ સોલાર દળ કરતા બે થી ત્રણ ગણા વધારે હોય છે તેમાં સંકોચનની ક્રિયા સતત ચાલું રહે છે. આ પ્રકારના ન્યૂટ્રોન સ્ટાર અંતે કૃષ્ણ વિવર (બ્લેક હોલ) બને છે.