પક્ષી અવલોકન

વિકિપીડિયામાંથી

પક્ષી અવલોકન અથવા વિહંગાવલોકન એટલે પક્ષીઓનું નજીકથી અવલોકન કરવું. આ એક અત્યંત રુચિકર શોખ છે. પક્ષીઓને નિહાળવા ખૂબ જ સરળ છે. આપણે ત્યાં જંગલ, ખેતર, વાડી, ઘરઆંગણું, નદી કિનારો, તળાવ કિનારો, દરિયા કિનારો કે વિજળીના તારો પર પર મોજ કરતાં પક્ષીઓ નિહાળી શકાય છે. ભારત દેશ ભૌગોલિક વિષેશતાઓ ધરાવતો હોવાને કારણે અહીં લગભગ ૧૨૦૦ (બારસો) પ્રકારનાં પક્ષીઓ જોવા મળે છે, જે સંપૂર્ણ યુરોપ ખંડમાં જોવા મળતા પક્ષીઓના પ્રકાર કરતાં પણ વધારે છે.