પારો વિમાનમથક
પારો વિમાનમથક སྤ་རོ་གནམ་ཐང༌། | |||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|
પારો વિમાનમથક | |||||||||||
સારાંશ | |||||||||||
હવાઇમથક પ્રકાર | સાર્વજનિક | ||||||||||
માલિક | ભૂતાન | ||||||||||
સંચાલક | નાગરિક ઉડ્ડયન વિભાગ, ભૂતાન | ||||||||||
વિસ્તાર | પારો જિલ્લો, ભૂતાન | ||||||||||
ઉંચાઈ (સમુદ્ર તળથી સરેરાશ) | ૭,૩૦૦ ft / ૨,૨૩૦ m | ||||||||||
અક્ષાંશ-રેખાંશ | 27°24′32″N 089°25′14″E / 27.40889°N 89.42056°E | ||||||||||
રનવે | |||||||||||
|
પારો વિમાનમથક (આઇએટીએ(IATA: PBH, ICAO: VQPR)ICAO(IATA: PBH, ICAO: VQPR) ભૂતાન દેશનું એકમાત્ર આંતરરાષ્ટ્રીય વિમાનમથક છે. તે પારો ખાતેથી 6 km (3.7 mi) જેટલા અંતરે પારો છુ નદીના કિનારે દરિયાઈ સપાટીથી 7,300 ft (2,200 m) ઊંચાઈ પર એક ગહન ખીણમાં આવેલ છે.
નજીકના પર્વત શિખરો જેની ઊંચાઇ દરિયાઈ સપાટી કરતાં 18,000 ft (5,500 m) જેટલી છે. આ ઊંચા શિખરો દ્વારા ઘેરાયેલું આ વિમાનમથક વિશ્વનાં પડકારરૂપ વિમાનમથકો પૈકીનું એક છે.[૧] ઓક્ટોબર ૨૦૦૯ સુધીના આંકડાઓ અનુસાર વિશ્વમાં માત્ર ૮ વિમાનચાલકો (પાઇલોટ)ને જ આ વિમાનમથક પર ઉતરાણ કરવા માટેનું પ્રમાણપત્ર પ્રાપ્ત થયેલ છે.[૨] પારો વિમાનમથક પર વિમાનોનું આવાગમન દૃશ્યમાન હવામાન પરિસ્થિતિઓમાં જ શક્ય છે, આથી જ અહીં સૂર્યાસ્તથી સૂર્યોદય સુધી ઉડાન સમયનો પ્રતિબંધ લાગુ પડે છે.[૩]
દેશના બે અન્ય વિમાનમથકો બથપલાથંગ, બમથંગ જિલ્લો અને યાંગફુલા વિમાનમથક, ત્રાશિગંગ જિલ્લો ખાતે સ્થિત છે.[૪]
સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ ક્રુઝ, મેગાલી; બઝ, નેલ્સન; જેમ્સ, વિલ્સન (૨૦૦૩). "737-700 Technical Demonstration Flights in Bhutan" (PDF). Aero Magazine (3): ૧, ૨. મેળવેલ ૧૨ ફેબ્રુઆરી ૨૦૧૧.
- ↑ Farhad Heydari (October ૨૦૦૯). "The World's Scariest Runways". Travel & Leisure. મેળવેલ ૧૨ ફેબ્રુઆરી ૨૦૧૧.
- ↑ "Paro Bhutan". Air Transport Intelligence. Reed Business Information. ૨૦૧૧. મૂળ માંથી 2011-08-07 પર સંગ્રહિત. મેળવેલ ૧૨ ફેબ્રુઆરી ૨૦૧૧.
- ↑ Gyalsten K Dorji (૧૯ ડિસેમ્બર ૨૦૧૧). "On Drukair 's historic flight". Kuensel. મૂળ માંથી 2012-02-11 પર સંગ્રહિત. મેળવેલ ૧૮ જાન્યુઆરી ૨૦૧૨.