પિયાનો

વિકિપીડિયામાંથી
પિયાનો
વર્તમાન સમયનો પિયાનો

પિયાનો અથવા મહાવાદ્ય એ એક સંગીતનું વગાડવા માટેનું સાધન છે. મેજ (ટેબલ) જેવા આકારના આ સંગીત-વાદ્યની શોધ ૧૦મી સદીના સમયમાં થઈ હોવાનું માનવામાં આવે છે. ત્યારબાદ ધીરે ધીરે એનો વર્તમાન રુપમાં વિકાસ થયો છે. આરંભમાં આ વાદ્યની આકૃતિ આધુનિક પિયાનોથી ભિન્ન હતી. એ રચનામાં એક ગ્રીલ આવતી હતી, જેને ફેરવવાથી ત્રણ તાર એકી સાથે ચક્ર પર ધ્વનિ ઉત્તપન્ન થાય.

આ એક પશ્ચિમી દુનિયાનું સંગીત વાદ્ય છે. એમાં ધાતુના તંગ કરીને બાંધેલા તાર પર અલગ અલગ જગ્યાએ ટકોરીઓ વગાડીને ધીરો અને મધુરો સૂર નીકળે એવી કરામત હોય છે; આ એક હારમોનિયમને મળતું એક વિદેશી વાજિંત્ર છે. તેની અંદર સ્વર માટે કેટલાક મોટા પાતળા તાર હોય છે, જેનું જોડાણ બહારથી ચાવીઓ સાથે હોય છે. ચાવીઓ દબાવવાથી સ્વર નીકળે છે.

ઈતિહાસ[ફેરફાર કરો]

"વેમોર વાન્ડર બક" (Wemor Wander Buck) નામના પુસ્તકમાં, કે જેનો રચનાકાળ ૧૪૪૦ ઈસ્વી છે, પિયાનોનું એક ચિત્ર જોવા મળે છે, જેમાં આઠ નાની અને ૧૬ મોતી ચાવીઓ (keys) જોવા મળે છે. ચિત્રકારે એક સમચતુષ્કોણ આકારના ચિત્રમાં ૧૨ તાર દેખાડ્યા છે. પિયાનો જેવા એક યંત્રનું ચિત્ર પત્થર પર બનાવવામાં આવેલું પણ મળ્યું છે, જેને રીગલ કહેવાય છે.