પેચીયું (સ્ક્રૂ ડ્રાઇવર)

વિકિપીડિયામાંથી
સપાટ માથાવાળું પેચીયું
સપાટ માથાવાળું પેચીયું

પેચીયું (સ્ક્રૂ ડ્રાઇવર) કે જેને ઘણી વખત સામાન્ય બોલચાલની ભાષામાં ડિસમિસ તરીકે પણ ઓળખવામાં આવે છે તે એક જાતનું ઓજાર છે. તેનું મુખ્ય કાર્ય પેચ એટલે કે સ્ક્રૂને સજ્જડ બેસાડવાનું તેમ જ ખોલવાનું કે છૂટા પાડવાનું છે. દરેક પેચના માથાના ભાગમાં ચોક્કસ પ્રકારનો ખાંચો હોય છે. પેચીયાની અણી પણ આ પેચ પર આવેલા ખાંચામાં બરોબર બેસી જાય તેવી હોય છે, જેથી પેચને સરળતાથી ફેરવીને છૂટા પાડી કે સજ્જડ કરી શકાય છે.

પેચના માથા પર અલગ અલગ આકારના ખાંચાઓ પ્રમાણે પેચીયું પણ અલગ અલગ પ્રકારની અણીઓવાળું હોય છે, જે પૈકી સપાટ અણીવાળું (-) તેમ જ ચોકડી જેવી અણીવાળું (+) એમ બે પ્રકારનાં પેચીયાંનો વર્તમાન સમયમાં બહોળો ઉપયોગ કરવામાં આવે છે.