પ્યૂએર્ટો રિકન ઈન્ડીપેન્ડન્સ પાર્ટી
પ્યૂએર્ટો રિકન ઈન્ડીપેન્ડન્સ પાર્ટી (સ્પૅનિશ ભાષામાં Partido Independentista Puertorriqueño & Puerto Rican Independence Party - પાર્ટીદો ઇન્ડીપેન્ડેન્તિસ્તા પ્યૂએર્ટોરિકેનો, પી.આઇ.પી.(PIP)) એ પ્યૂએર્ટો રિકોનો એક રાજકીય પક્ષ છે, જે અમેરિકાથી સ્વતંત્રતા મેળવવા માટે લડી રહેલ છે.[૧] તે પ્યૂએર્ટો રિકોના ત્રણ મુખ્ય રાજકીય પક્ષો પૈકીનો એક છે અને પક્ષની નોંધણીની ઉંમર જોતા દેશમાં તેનો બીજો ક્રમ આવે છે.[૨] [૩]
જે લોકો પી.આઇ.પી. ની વિચારસરણી ને માને છે તેમને સામાન્ય રિતે સ્વતંત્રતાવાદી કે સ્વતંત્રતા ચળવળકારી તરીકે ઓળખવામાં આવે છે.[૪]
ઇતિહાસ
[ફેરફાર કરો]પક્ષની શરૂઆત દેશમાં આઝાદીની ચળવળ ચલાવી રહેલા સંગઠનમાંથેએ થઇ, જે આ સંગઠનની એક રાજકીય શાખા છે. તે સ્વતંત્ર પક્ષોમાં સૌથી મોટો પક્ષ છે અને એક માત્ર એવો પક્ષ છે જેનું નામ ચૂંટણી દરમ્યાન મતપત્રક ઉપર છપાય છે (અન્ય ઉમેદવારોનાં નામો મતપત્રક ઉપર હાથેથી લખવામાં આવે છે).
સ્થાપના
[ફેરફાર કરો]પક્ષની સ્થાપના ૨૦ ઑક્ટોબર ૧૯૪૬ના રોજ ગિલ્બર્ટો કોન્સેપ્શીયન દે ગાર્સિયા (મૃત્યુ ૧૯૬૮) દ્વારા કરવામાં આવી હતી. તેમને તે સમયે એમ લાગ્યું હતું કે તેઓ જે પાર્ટીદો પોપ્યુલર ડૅમોક્રેટીકો નામનાં સંગઠનના ભાગ હતા તે સંગઠને દેશનાં સ્વતંત્રતાના મુદ્દા સાથે બાંધછોડ કરી હતી, આ એ જ પક્ષ હતો જેનો મુળ ઉદ્દેશ એક સમયે ફક્ત સ્તવતંત્રતા માટે લડવાનો જ હતો.
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ Berrios-Martinez, Ruben; “Puerto rico—Lithuania in Reverse?”; The Washington Post, Pg. A23; May 23, 1990.
- ↑ The New York Times; Mar 18, 1949, pg. 13.
- ↑ "Puerto Rico State Electoral Commission (CEE)". મૂળ માંથી 2008-01-02 પર સંગ્રહિત. મેળવેલ 2008-01-29.
- ↑ Wallace, Carol J.; “Translating Laughter: Humor as a Special Challenge in Translating the Stories of Ana Lydia Vega”; The Journal of the Midwest Modern Language Association (MLA), Vol. 35, No. 2, Translating in and across Cultures (Autumn, 2002), pp. 75-87
- Puerto Rican Independence Party (1998). Retrieved January 6, 2004 from www.independencia.net/ingles/welcome.html
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]- પક્ષની આધારભુત વેબસાઇટ - www.independencia.net/ingles/welcome.html