પ્રકાશ
Jump to navigation
Jump to search
આંખમાં સંવેદના ઉપજાવતાં વિદ્યુતચુંબકીય વિકિરણને પ્રકાશ કહેવાય છે. પ્રકાશના તરંગો વિદ્યુતચુંબકીય તરંગો છે. તેને પ્રસરવા માટે માધ્યમની જરૂર નથી. તે બિનયાંત્રિક તરંગો છે. પ્રકાશ મૂળભૂત ફોટોન કણો નો બનેલો હોય છે. પ્રકાશનાં મુખ્ય ત્રણ ગુણધર્મો હોય છે.
- તીવ્રતા - જે પ્રકાશની ચમક જોડે સંબંધિત છે.
- આવૃત્તિ - જે પ્રકાશનો રંગ નક્કી કરે છે.
- ધ્રુવીકરણ (કંપનનો કોણ) જે સામાન્ય રીતે મનુષ્ય દ્વારા અનુભવવો મુશ્કેલ છે.
પ્રકાશની તરંગ-દ્રવ્યતાને કારણે પ્રકાશ તરંગ અને દ્રવ્ય, બંનેના ગુણોને પ્રદર્શિત કરે છે. પ્રકાશની આ યથાર્થ પ્રકૃત્તિ એ ભૌતિક વિજ્ઞાનનાં પ્રમુખ કોયડાઓમાંની એક છે.