પ્રધાન મંત્રી જન ધન યોજના

વિકિપીડિયામાંથી
(પ્રધાનમંત્રી જન ધન યોજના થી અહીં વાળેલું)
પ્રધાન મંત્રી જન ધન યોજનાનું ઉદ્ઘાટન કરતા નરેન્દ્ર મોદી

પ્રધાન મંત્રી જન ધન યોજના (PMJDY) ભારત સરકારની નાણાંકીય યોજના છે, જેનો હેતુ નાણાકીય સેવાઓ જેવીકે બેંક ખાતાઓ, ઉધાર, ચૂકવણીઓ, વીમા અને પેન્શન વગેરેને સામાન્ય લોકો માટે સરળ બનાવવાનો છે. આ નાણાકીય યોજનાની ઝુંબેશ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ૧૫ ઓગસ્ટ ૨૦૧૪ના રોજ શરૂ કરાઇ હતી.[૧] તેમણે આ જાહેરાત ૧૫ ઓગસ્ટ ૨૦૧૪ના રોજ સ્વતંત્રતા દિવસના તેમના પ્રથમ વક્તવ્ય પર કરી હતી.

આ યોજના નાણા મંત્રાલયના નાણાકીય સેવા વિભાગ વડે ચલાવવામાં આવે છે. આ યોજનાની શરૂઆત ૧.૫ કરોડ નવા બેંક ખાતાઓ ખોલીને થઇ હતી.[૨][૩] આ સિદ્ધિને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં "ભારત સરકાર દ્વારા નાણાંકીય ઝુંબેશના ભાગરૂપે એક સપ્તાહમાં ‍‍૨૩ થી ૨૯ ઓગસ્ટ ૨૦૧૪ દરમિયાન સૌથી વધુ ૧,૮૦,૯૬,૧૩૦ બેંક ખાતાઓ ખોલવાનો વિક્રમ" તરીકે નોંધવામાં આવી હતી.[૪] ૨૭ જૂન ૨૦૧૮ સુધી આ યોજના હેઠળ ૩૧ કરોડ બેંક ખાતાઓ ખોલવામાં આવ્યા હતા અને ₹ ૭૯૨ અબજ (US$ ૧૨ અબજ) બેંકમાં યોજના હેઠળ જમા થયા હતા.[૫]

જનધન યોજના હેઠળ 0/- ₹ બેંક ખાતું ખોલી આપવામાં આવે છે. જેની સાથે Rupay card (ATM કમ ડેબિટ કાર્ડ) પણ આપવામાં આવે છે જેની વાર્ષિક ફી 0/- ₹ છે.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. Prime Minister to Launch Pradhan Mantri Jan Dhan Yojana Tomorrow, Press Information Bureau, Govt. of India, 27 August 2014, http://pib.nic.in/newsite/erelease.aspx?relid=109113 
  2. ET Bureau (28 August 2014), PM 'Jan Dhan' Yojana launched; aims to open 1.5 crore bank accounts on first day, The Economic Times, http://economictimes.indiatimes.com/news/economy/policy/pm-jan-dhan-yojana-launched-aims-to-open-1-5-crore-bank-accounts-on-first-day/articleshow/41093413.cms 
  3. "Modi: Banking for all to end "financial untouchability"". Reuters. ૨૮ ઓગસ્ટ ૨૦૧૪. મૂળ માંથી ૧૯ સપ્ટેમ્બર ૨૦૧૫ પર સંગ્રહિત. મેળવેલ ૨૪ ઑક્ટોબર ૨૦૧૮. Check date values in: |access-date= (મદદ)
  4. "Jan Dhan Yojana features in Guinness Book of World Records with 11.5 cr bank accounts". The Indian Express. 21 Jan 2015. મેળવેલ 26 May 2018.
  5. "Pradhan Mantri Jan-Dhan Yojana", pmjdy.gov.in, https://www.pmjdy.gov.in/account 

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]