પ્રસ્તુત લેખ

વિકિપીડિયામાંથી

પ્રસ્તુત લેખ વિભાગ શરૂ કરવા પાછળનો મૂળભુત ઉદ્દેશ્ય તો એ હતો કે કોઈ એક કે અમુક લેખો પર મોટા ભાગનાં સક્રિય સભ્યો સહિયારી રીતે કાર્ય કરે અને તેને મઠારીને સુદૃઢ બનાવે. પરંતુ જેમ જેમ સક્રિય સભ્યોની સંખ્યા વધતી ગઈ તેમ તેમ દરેકની વ્યક્તિગત રુચિને અનુરૂપ એક કરતાં વધુ લેખો પર સમાંતરે વત્તું-ઓછું કામ થવા લાગ્યું, અને અનેક લેખો બન્યાં જેમાંથી મોટા ભાગનાં સ્ટબ અને સબ સ્ટબ કક્ષાનાં રહી ગયાં.

હાલનાં પરિપેક્ષ્યમાં પ્રસ્તુત લેખ એટલે એવો લેખ (એવા લેખો) કે જે સંપૂર્ણ માહિતીથી પૂર્ણ હોય, જેમાં સંદર્ભો ટાંકેલા હોય, જોડણીની અને વાક્ય રચનાની ભૂલો ના હોય, અને તેમાં વધુ કશું યોગદાન કરવાનો ખાસ અવકાશ ના રહ્યો હોય. આવા લેખોને આપણે પ્રસ્તુત લેખ ગણીને તેમાંથી એક લેખ દર મહિને આ માસનો ઉમદા લેખ તરીકે આગળ ધરી શકીએ. આપનાં ધ્યાન પર આવી લાક્ષણિકતાવાળાં કોઈ લેખ આવે તો તેને નીચેની સૂચિમાં ઉમેરતા જશો.